MS Dhoni In IPL 2026 : કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી હતી કે, કદાચ ધોની આગામી સિઝનમાં ભાગ નહીં લે, પરંતુ ટીમ મેનેજમેન્ટે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે, ધોની...
MS Dhoni In IPL 2026 : ભારતીય ક્રિકેટના દિગ્ગજ એમ એસ ધોનીને લઈ સૌથી મોટા અને તેમના ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. Chennai Super Kings (CSK)ના CEO કાશી વિશ્વનાથને સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે, ધોની વર્ષ 2026ની Indian Premier League સિઝનમાં રમતા જોવા મળશે. કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી હતી કે, કદાચ ધોની આગામી સિઝનમાં ભાગ નહીં લે, પરંતુ ટીમ મેનેજમેન્ટે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે, ધોની ફરી એકવાર મેદાનમાં ઉતરશે. આ સમાચાર મળતા જ તેમના કરોડો ચાહકોમાં ઉત્સાહ છવાઈ ગયો છે.
નોંધનીય છે કે, ગત IPL સિઝનમાં CSK માટે પરિસ્થિતિ અનુકૂળ રહી નહોતી. શરૂઆતમાં કેપ્ટન તરીકે ઋતુરાજ ગાયકવાડ ટીમને નેતૃત્વ આપી રહ્યા હતા, પરંતુ ઈજાને કારણે તેઓ ટૂર્નામેન્ટની વચ્ચે બહાર થઈ ગયા. ત્યારબાદ ધોનીએ ફરીથી કમાન સંભાળી હતી. છતાં પણ ટીમનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નહોતું. 14 મેચમાંથી માત્ર 4 જીત સાથે CSK પોઇન્ટ ટેબલમાં સૌથી નીચે રહી હતી. IPLના ઇતિહાસમાં પ્રથમ વખત ટીમ તળિયે પહોંચતા ચાહકો માટે આ સિઝન નિરાશાજનક સાબિત થઈ હતી.
ધોની અને CSK એકબીજાના પર્યાય બની ગયા છે. 2016 અને 2017માં ટીમ પર પ્રતિબંધને કારણે તેઓ Rising Pune Supergiant માટે રમ્યા હતા, પરંતુ બાકી તમામ સિઝનમાં તેઓ ચેન્નાઈ સાથે જ જોડાયેલા રહ્યા છે. ધોનીએ અત્યાર સુધી IPLમાં 278 મેચ રમીને 5,439 રન બનાવ્યા છે. તેમની શાંત સ્વભાવની કેપ્ટનશીપ અને મેચ ફિનિશ કરવાની કળાએ તેમને લીગના સૌથી સફળ ખેલાડીઓમાં સ્થાન અપાવ્યું છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - MS Dhoni In IPL 2026
