રાજસ્થાનમાંથી ધરપકડ બાદ કીર્તિ પટેલને જુનાગઢ લાવવામાં આવી છે. મૃગીકુંડ વિવાદ, યુ-ટ્યુબરને ધમકી અને ખંડણી મામલે તેની સામે ત્રણ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ તપાસ ચાલુ છે.
Social Media Influncer Kirti Patel Arrested : સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલને રાજસ્થાનમાંથી ઝડપી લઈ પોલીસ જૂનાગઢ લાવી પહોંચી છે. જુનાગઢમાં નોંધાયેલા ત્રણ અલગ અલગ ગુનાઓના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ ટીમ કીર્તિ પટેલને સીધી જુનાગઢ સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન મીડિયાને દૂર રાખવામાં આવ્યું હતું.
મામલો મહાશિવરાત્રી મેળા દરમિયાન મૃગીકુંડમાં સ્નાન કરવા મુદ્દે ઉભેલા વિવાદથી શરૂ થયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચર્ચા તેજ બની હતી. જુનાગઢના યુ-ટ્યુબર અબજલ સીડાએ આ મુદ્દે લાઈવ કરીને વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની હોવાનું કહેવાય છે.
આરોપ છે કે વિરોધ કરનાર યુ-ટ્યુબરને ધમકીઓ આપવામાં આવી હતી અને તેની પાસેથી 20 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. આ દબાણથી કંટાળીને યુવાને ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ તેની તબિયત અંગે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
જુનાગઢ પોલીસના જણાવ્યા અનુસાર કીર્તિ પટેલ સામે દાદાગીરી, ધમકી અને ખંડણી સંબંધિત ત્રણ ફરિયાદ નોંધાઈ છે. તપાસના ભાગરૂપે તમામ ડિજિટલ પુરાવા, કોલ રેકોર્ડ અને સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. આ ઘટનાએ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સની જવાબદારી અને કાયદાકીય મર્યાદાઓ અંગે નવી ચર્ચા જગાવી છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી આગળ વધારતાં સમગ્ર મામલે સઘન તપાસ શરૂ કરી છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Social Media Influncer Kirti Patel Arrested by Junagadh Police
