• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • વસ્તી ગણતરી 2027 નું કાઉન્ટડાઉન શરૂ, ગુજરાતમાં 20 એપ્રિલથી હાઉસ લિસ્ટિંગનો પ્રારંભ

વસ્તી ગણતરી 2027 નું કાઉન્ટડાઉન શરૂ, ગુજરાતમાં 20 એપ્રિલથી હાઉસ લિસ્ટિંગનો પ્રારંભ

08:37 PM February 15, 2026 Gujju News Channel Share on WhatsApp

Gujarat Census 2027 : જનગણના 2027 બે અલગ અલગ તબક્કામાં હાથ ધરવામાં આવશે. આ તબક્કામાં વ્યાપક ઘર-ઘર સર્વેક્ષણ દ્વારા ઘરની સ્થિતિ, કુટુંબ પાસેની અસ્કયામતો અને સુવિધાઓ અંગેની માહિતી એકત્રિત કરવામાં આવશે



Gujarat Census 2027 : જનગણના અધિનિયમ, 1948ની કલમ 4 અને જનગણના નિયમો, 1990ના નિયમ 3ની જોગવાઈઓ અનુસાર, ગુજરાત સરકારે તાજેતરમાં રાજ્ય માટે જનગણના અધિકારીઓની નિમણૂંક અંગે એક જાહેરનામું બહાર પાડેલ છે. આ નિમણૂંક્તિઓ 2027ની જનગણનાના સફળ સંચાલન તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. નિમણૂંક થયેલ દરેક જનગણના કર્મચારીઓ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ રાજ્યભરમાં જનગણના ઘર યાદીની કામગીરી સરળ, સમયસર અને સચોટ રીતે હાથ ધરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે તેમની ફરજો અત્યંત નિષ્ઠા, જવાબદારી અને સાવચેતીપૂર્વક બજાવે. સરકાર દ્વારા ગુજરાતના લોકોને પણ અપીલ છે કે તેઓ જનગણના અધિકારીઓને તેમનો સંપૂર્ણ સહયોગ આપે અને રાષ્ટ્રીય મહત્વની આ મહત્વપૂર્ણ કવાયતમાં સક્રિયપણે ભાગ લે, જે દેશમાં હાથ ધરવામાં આવતી સૌથી મોટી વહીવટી અને આંકડાકીય કામગીરી છે.


► જનગણના 2027 બે અલગ અલગ તબક્કામાં હાથ ધરાશે


1. ઘરયાદી અને મકાનોની ગણતરી (HLO): એપ્રિલ થી સપ્ટેમ્બર 2026
2. વસ્તીની ગણતરી (PE): ફેબ્રુઆરી 2027

ભારત સરકારના 7 જાન્યુઆરીના 2026ના જાહેરનામાના સંદર્ભમાં, ગુજરાત સરકારે ઘરયાદી અને મકાનોની ગણતરીનો સમયગાળો ફરીથી સૂચિત કર્યો છે અને 2 ફેબ્રુઆરી, 2026ના  જાહેરનામાં મુજબ રાજ્યમાં ક્ષેત્રીય કાર્ય 20 એપ્રિલ 2026 થી 19 મે 2026 દરમિયાન હાથ ધરવામાં આવશે. તાલીમ પામેલા ગણતરીદારો દરેક ઘરની મુલાકાત લઈને વ્યવસ્થિત અને ગુપ્ત રીતે જરૂરી માહિતી એકત્રિત કરશે. આ તબક્કામાં વ્યાપક ઘર-ઘર સર્વેક્ષણ દ્વારા ઘરની સ્થિતિ, કુટુંબ પાસેની અસ્કયામતો અને સુવિધાઓ અંગેની માહિતી એકત્રિત કરવામાં આવશે.


► લોકો  ડિજિટલ રીતે પોતાની માહિતી સબમિટ કરી શકશે


ઘરયાદી (HLO)ની કામગીરી શરૂ થાય તે પહેલાં, સ્વ-ગણતરી (SE) પંદર દિવસ (05 થી 19 એપ્રિલ, 2026)ના સમયગાળા દરમિયાન હાથ ધરવામાં આવશે, જે ઘરયાદી (HLO)ની ક્ષેત્રીય કામગીરી પહેલા તરત જ હાથ ધરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન, લોકોને  ડિજિટલ રીતે પોતાની માહિતી સબમિટ કરવાની તક મળશે, જેનાથી સહભાગિતામાં સરળતા રહેશે અને ડેટાની ચોકસાઈમાં સુધારો થશે. સરકાર પુનરોચ્ચાર કરે છે કે જનગણના દરમિયાન એકત્રિત કરવામાં આવેલી બધી માહિતી ચુસ્તપણે ગુપ્ત રાખવામાં આવશે અને જનગણના કાયદા હેઠળ ફરજિયાત રીતે આંકડાકીય હેતુઓ માટે જ ઉપયોગમાં લેવામાં આવશે. 2027 ની જનગણના સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે ગુજરાતના દરેક રહેવાસીનો સહયોગ મહત્વપૂર્ણ છે. આ કવાયત દ્વારા જનરેટ થયેલ ડેટા રાજ્ય અને રાષ્ટ્રના ભાવિ વિકાસ માર્ગને આકાર આપવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat Census 2027 : ગુજરાત વસ્તી ગણતરી 2027  



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

વસ્તી ગણતરી 2027 નું કાઉન્ટડાઉન શરૂ, ગુજરાતમાં 20 એપ્રિલથી હાઉસ લિસ્ટિંગનો પ્રારંભ

  • 15-02-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 16 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 15-02-2026
    • Gujju News Channel
  • Valentine's day નહીં મોર્ડન યુવતીઓ 'એન્ટી વેલેન્ટાઈ ડે'નું કરી રહી છે સેલિબ્રેશન, જે મહિલાઓને છે વધારે પ્રિય!
    • 13-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-02-2026
    • Gujju News Channel
  • Bhavnath Fair 2026 : મહાશિવરાત્રીના મેળામાં ભક્તિ અને ટેક્નોલૉજીનો અદ્દભૂત સંગમ, ભવનાથ મંદિર ખાતે પ્રથમવાર ભવ્ય લેસર શૉ યોજાયો
    • 13-02-2026
    • Gujju News Channel
  • ગોપાલ ઈટાલિયાનો રાજુ કરપડાને વળતો જવાબ: કહ્યું, "જેલથી બચવા ખેડૂત આંદોલનની બલી ચઢાવી"
    • 12-02-2026
    • Gujju News Channel
  • અમદાવાદમાં યુવકે પ્રેમિકાનું માથું છુદી નાખ્યું : સગીરાના પિતાને કહ્યું, 'તમારી છોકરીને મારી નાખી છે'
    • 12-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-02-2026
    • Gujju News Channel
  • શિવરાત્રીની હાર્દિક શુભેચ્છાઓ, શુભકામનાઓ સંદેશ, શાયરી અને સુવિચાર | Shivratri Quotes in Gujarati 2026
    • 11-02-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, રાજુભાઈ કરપડાનું રાજીનામું
    • 11-02-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us