Gujarat Census 2027 : જનગણના 2027 બે અલગ અલગ તબક્કામાં હાથ ધરવામાં આવશે. આ તબક્કામાં વ્યાપક ઘર-ઘર સર્વેક્ષણ દ્વારા ઘરની સ્થિતિ, કુટુંબ પાસેની અસ્કયામતો અને સુવિધાઓ અંગેની માહિતી એકત્રિત કરવામાં આવશે
Gujarat Census 2027 : જનગણના અધિનિયમ, 1948ની કલમ 4 અને જનગણના નિયમો, 1990ના નિયમ 3ની જોગવાઈઓ અનુસાર, ગુજરાત સરકારે તાજેતરમાં રાજ્ય માટે જનગણના અધિકારીઓની નિમણૂંક અંગે એક જાહેરનામું બહાર પાડેલ છે. આ નિમણૂંક્તિઓ 2027ની જનગણનાના સફળ સંચાલન તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. નિમણૂંક થયેલ દરેક જનગણના કર્મચારીઓ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ રાજ્યભરમાં જનગણના ઘર યાદીની કામગીરી સરળ, સમયસર અને સચોટ રીતે હાથ ધરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે તેમની ફરજો અત્યંત નિષ્ઠા, જવાબદારી અને સાવચેતીપૂર્વક બજાવે. સરકાર દ્વારા ગુજરાતના લોકોને પણ અપીલ છે કે તેઓ જનગણના અધિકારીઓને તેમનો સંપૂર્ણ સહયોગ આપે અને રાષ્ટ્રીય મહત્વની આ મહત્વપૂર્ણ કવાયતમાં સક્રિયપણે ભાગ લે, જે દેશમાં હાથ ધરવામાં આવતી સૌથી મોટી વહીવટી અને આંકડાકીય કામગીરી છે.
1. ઘરયાદી અને મકાનોની ગણતરી (HLO): એપ્રિલ થી સપ્ટેમ્બર 2026
2. વસ્તીની ગણતરી (PE): ફેબ્રુઆરી 2027
ભારત સરકારના 7 જાન્યુઆરીના 2026ના જાહેરનામાના સંદર્ભમાં, ગુજરાત સરકારે ઘરયાદી અને મકાનોની ગણતરીનો સમયગાળો ફરીથી સૂચિત કર્યો છે અને 2 ફેબ્રુઆરી, 2026ના જાહેરનામાં મુજબ રાજ્યમાં ક્ષેત્રીય કાર્ય 20 એપ્રિલ 2026 થી 19 મે 2026 દરમિયાન હાથ ધરવામાં આવશે. તાલીમ પામેલા ગણતરીદારો દરેક ઘરની મુલાકાત લઈને વ્યવસ્થિત અને ગુપ્ત રીતે જરૂરી માહિતી એકત્રિત કરશે. આ તબક્કામાં વ્યાપક ઘર-ઘર સર્વેક્ષણ દ્વારા ઘરની સ્થિતિ, કુટુંબ પાસેની અસ્કયામતો અને સુવિધાઓ અંગેની માહિતી એકત્રિત કરવામાં આવશે.
ઘરયાદી (HLO)ની કામગીરી શરૂ થાય તે પહેલાં, સ્વ-ગણતરી (SE) પંદર દિવસ (05 થી 19 એપ્રિલ, 2026)ના સમયગાળા દરમિયાન હાથ ધરવામાં આવશે, જે ઘરયાદી (HLO)ની ક્ષેત્રીય કામગીરી પહેલા તરત જ હાથ ધરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન, લોકોને ડિજિટલ રીતે પોતાની માહિતી સબમિટ કરવાની તક મળશે, જેનાથી સહભાગિતામાં સરળતા રહેશે અને ડેટાની ચોકસાઈમાં સુધારો થશે. સરકાર પુનરોચ્ચાર કરે છે કે જનગણના દરમિયાન એકત્રિત કરવામાં આવેલી બધી માહિતી ચુસ્તપણે ગુપ્ત રાખવામાં આવશે અને જનગણના કાયદા હેઠળ ફરજિયાત રીતે આંકડાકીય હેતુઓ માટે જ ઉપયોગમાં લેવામાં આવશે. 2027 ની જનગણના સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે ગુજરાતના દરેક રહેવાસીનો સહયોગ મહત્વપૂર્ણ છે. આ કવાયત દ્વારા જનરેટ થયેલ ડેટા રાજ્ય અને રાષ્ટ્રના ભાવિ વિકાસ માર્ગને આકાર આપવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat Census 2027 : ગુજરાત વસ્તી ગણતરી 2027
