અમદાવાદ શહેરના પોશ ગણાતા બોડકદેવ વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપાર પર ક્રાઈમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની એન્ટી-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)એ 'ધ વિશ સ્પા' પર દરોડો પાડીને સ્પાના સંચાલકની ધરપકડ કરી છે અને પાંચ મહિલાઓને નર્ક જેવી સ્થિતિમાંથી મુક્ત કરાવી છે.
Illegal Spa Racket in Ahmedabad : અમદાવાદના પોશ વિસ્તાર એવા બોડકદેવમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારની ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે ‘ધ વિશ સ્પા’ પર દરોડો પાડીને સ્પાના સંચાલકની ધરપકડ કરી અને પાંચ મહિલાઓને મુક્ત કરાવી હતી. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારોમાં ચર્ચાનો વિષય બની હતી.

પોલીસે આપેલી માહિતી અનુસાર, પોશ વિસ્તાર એવા બોડકદેવમાં આવેલા આ સ્પામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી જેના આધારે એન્ટી-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે એક પ્લાન બનાવ્યો હતો. પોલીસે એક ડમી ગ્રાહક બનાવીને સ્પાની અંદર મોકલ્યો. આ દરમિયાન એક મહિલાને વધુ સેવાઓ માટે ઓફર કરવામાં આવી અને પૈસા માંગવામાં આવ્યા ત્યારે તરત જ ડમી ગ્રાહકે ઈશારો કર્યો અને બહાર ઉભેલી પોલીસે દરોડો પાડ્યો.

સ્પામાં દરોડા સમયે પોલીસને અનેક ચોંકાવનારી વિગતોનો ઘટસ્ફોટ થયો હતો. ત્યાર બાદ સ્પા ચલાવતા 30 વર્ષીય ભૂપેન્દ્ર રાજપૂતની અટકાયત કરવામાં આવી. તે છેલ્લા દોઢ વર્ષથી આ સેન્ટર ચલાવતો હતો. આ સ્પામાં 5 મહિલાઓ કામ કરતી. આરોપી બહારથી મહિલાઓને લાવી તેમની પાસે દેહવ્યાપાર કરાવતો હતો અને ગ્રાહક દીઠ કમિશન આપવામાં આવતું હતું તેવો ઘટસ્ફોટ થયો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, સ્પામાં કુલ 12 રૂમ બનાવાયા હતા જેમાં 10 મસાજ રૂમ, એક સ્ટાફ રૂમ અને એક વેઈટિંગ એરિયાનો સમાવેશ થાય છે. આ રૂમોનો ઉપયોગ અનૈતિક પ્રવૃત્તિઓ માટે કરવામાં આવતો. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023 અને અનૈતિક ટ્રાફિક (નિવારણ) અધિનિયમ (PITA Act)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Illegal Spa Racket in Ahmedabad
