સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાની અસીમ ક્ષમતાઓને ઉજાગર કરતા ‘ઓશન ઓફ ઓપોર્ચ્યુનિટીઝ’ પેવેલિયનમાં વડાપ્રધાન મોદી વિશેષ રસ દાખવ્યો
Vibrant Gujarat Regional Conference At Rajkot : PM નરેન્દ્ર મોદીએ આજે રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતેથી ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરતી ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ: સૌરાષ્ટ્ર-કચ્છ’ અને પાંચ દિવસીય બિઝનેસ એક્ઝિબિશનનો ગરિમાપૂર્ણ શુભારંભ કરાવ્યો હતો. ‘ક્ષેત્રીય આકાંક્ષાઓ સાથે વૈશ્વિક મહત્વકાંક્ષા’ના મંત્રને ચરિતાર્થ કરતા આ આયોજનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્ય સચિવ એમ.કે. દાસ સહિતના મહાનુભાવો પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
ઉદ્ઘાટન બાદ વડાપ્રધાને 18,000 ચોરસ મીટરમાં ફેલાયેલા વિશાળ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. તેમણે ‘એન્ટરપ્રાઈઝ એક્સેલન્સ પેવેલિયન’ માં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, એસ્સાર, ન્યારા એનર્જી અને જ્યોતિ CNG જેવા અગ્રણી એકમો દ્વારા દેશના આર્થિક વિકાસમાં અપાઈ રહેલા યોગદાનનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે વડાપ્રધાન મોદીએ ગુજરાતની વધતી જતી ઔદ્યોગિક તાકાત અને ટેકનોલોજીકલ પ્રગતિને બિરદાવી હતી.
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાની અસીમ ક્ષમતાઓને ઉજાગર કરતા ‘ઓશન ઓફ ઓપોર્ચ્યુનિટીઝ’ પેવેલિયનમાં વડાપ્રધાન મોદી વિશેષ રસ દાખવ્યો હતો. ગુજરાત મેરિટાઈમ બોર્ડ દ્વારા બ્લુ ઈકોનોમીના વિકાસની રજૂઆત તેમજ રિલાયન્સ ન્યૂ એનર્જી જેવા સ્ટોલ્સ દ્વારા પ્રદર્શિત નવીન ટેકનોલોજીએ આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રદર્શનમાં ઉદ્યોગ જગતના વિકાસ સાથે પર્યાવરણની જાળવણીના સમન્વયની ઝાંખી રજૂ કરવામાં આવી છે.
સ્થાનિક કલા અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ‘હર ઘર સ્વદેશી’ ના મંત્ર સાથે MSME પેવેલિયન તૈયાર કરવામાં આવ્યું છે. વડાપ્રધાને અહીં ગ્રામીણ કારીગરોની હસ્તકલા અને સ્વદેશી હાટની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે બુક રિવ્યુમાં પોતાના પ્રતિભાવો પણ નોંધ્યા હતા. 15મી જાન્યુઆરી સુધી ચાલનારું આ પ્રદર્શન વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો માટે જ્ઞાનવર્ધક બની રહેશે અને ‘વિકસિત ભારત @ 2047’ના લક્ષ્યને નવી ગતિ આપશે.
પીએમ મોદીએ કહ્યું કે બે દાયકાથી વધુ સમય દરમિયાન, વાઇબ્રન્ટ ગુજરાત એક વૈશ્વિક માપદંડ બની ગયું છે. તેણે હવે 10 આવૃત્તિઓ યોજી છે, અને દરેક આવૃત્તિ સાથે, સમિટની ઓળખ અને ભૂમિકા મજબૂત થઈ છે. હું તેના પહેલા દિવસથી જ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ સાથે સંકળાયેલો છું. શરૂઆતના દિવસોમાં, અમારું લક્ષ્ય વિશ્વને ગુજરાતની ક્ષમતાનો પરિચય કરાવવાનું, લોકોને રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવાનું અને ભારતને લાભ આપવાનું હતું. પરંતુ આજે, સમિટ રોકાણથી આગળ વધીને વૈશ્વિક વિકાસ, આંતરરાષ્ટ્રીય કોર્પોરેશનો અને ભાગીદારી માટે એક મજબૂત પ્લેટફોર્મ બની ગયું છે.
સમિટને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “૨૦૨૬ ની શરૂઆત પછી આ મારી ગુજરાતની પહેલી મુલાકાત છે, અને તે પણ આનંદની વાત છે કારણ કે ૨૦૨૬ ની મારી યાત્રા સોમનાથ દાદાના ચરણોમાં માથું નમાવીને શરૂ થઈ હતી. હવે, હું રાજકોટમાં આ ભવ્ય કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યો છું, જેનો અર્થ એ છે કે “વિકાસ પણ એક વારસો છે,” આ મંત્ર સમગ્ર વિશ્વમાં ગુંજી રહ્યો છે.” આ દરમિયાન પીએમ મોદી સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર હતા.
૧૬ દેશોના ૧૧૦ થી વધુ આંતરરાષ્ટ્રીય ખરીદદારો ભાગ લઈ રહ્યા છે. અમેરિકા અને યુરોપ સહિત ૧૬ દેશોના ૧૧૦ થી વધુ આંતરરાષ્ટ્રીય ખરીદદારો સમિટમાં ભાગ લઈ રહ્યા છે. ૧,૫૦૦ થી વધુ સમજૂતી કરાર (MOU) પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. એવું નોંધાયું છે કે સમિટની રિવર્સ બાયર-સેલર મીટિંગ (RBSM) દરમિયાન ૧,૮૦૦ થી વધુ બિઝનેસ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે, વેચાણકર્તાઓ તેમની દુકાનો અથવા સ્ટોલ ગોઠવે છે અને ગ્રાહકો તેમના ઉત્પાદનો જોવા માટે આવે છે. RBSM માં, ખરીદદારો એક જગ્યાએ બેસે છે, અને વેચાણકર્તાઓ તેમના ઉત્પાદનો પ્રદર્શિત કરવા માટે તેમનો સંપર્ક કરે છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Vibrant Gujarat Regional Conference At Rajkot : PM નરેન્દ્ર મોદી
