IPL AUCTION 2024 : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની હરાજીમાં સૌથી મોંઘા આઈપીએલ ખેલાડીનો રેકોર્ડ નોંધાયો છે. કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે ઓસ્ટ્રેલિયન લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક પર 24.75 કરોડ રૂપિયાની રેકોર્ડ બોલી લગાવીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. સ્ટાર્ક બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઈસ સાથે હરાજીમાં ઉતર્યો હતો. હરાજીમાં સ્ટાર્ક માટે કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રસાકસી જામી હતી, પરંતુ છેલ્લી બોલીમાં કોલકાતાએ બાજી મારી લીધી હતી. મિચેલ સ્ટાર્ક છેલ્લે 2015માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે આઈપીએલમાં રમ્યો હતો. આવી સ્થિતિમાં સ્ટાર્કે હરાજીમાં વાપસી કરીને રેકોર્ડ બનાવ્યો છે. મિચેલ સ્ટાર્કે IPLમાં કુલ 27 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેણે 7.17ના ઈકોનોમી રેટથી કુલ 34 વિકેટ ઝડપી હતી. IPLમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 15 રનમાં 4 વિકેટ લેવાનું રહ્યું છે.
આ પહેલા તેનો જ સાથી બોલર અને ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. વન-ડે વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયાને ચેમ્પિયન બનાવનાર કમિન્સને સનરાઈઝર્સ હૈદરાબાદે 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે, આઈપીએલના સૌથી મોંઘા ખેલાડીનો તેનો રેકોર્ડ થોડા સમય માટે જ રહ્યો હતો. સ્ટાર્કે તેનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. જોકે, આઈપીએલમાં આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ટીમે ખેલાડી માટે 20 કરોડથી વધુની બોલી લગાવી છે. અગાઉ સૌથી મોંઘો ખેલાડી સેમ કરન હતો. સેમ કરનને ગત હરાજીમાં પંજાબ કિંગ્સે 18.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
સ્ટાર્ક અને કમિન્સ પછી ન્યૂઝીલેન્ડનો ડેરિલ મિશેલ આ હરાજીમાં સૌથી મોંઘા ખેલાડી તરીકે ઉભરી આવ્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સે મિશેલને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે ભારતીય ખેલાડીઓમાં હર્ષલ પટેલ સૌથી મોંઘો ખેલાડી રહ્યો હતો. ઝડપી બોલર હર્ષલ પટેલને પંજાબ કિંગ્સે 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. IPL 2024ની હરાજીમાં પહેલો સોદો રોવમેન પોવેલનો હતો, જેને રાજસ્થાન રોયલ્સે 7.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે વેસ્ટ ઈન્ડિઝના અલ્ઝારી જોસેફને પંજાબ કિંગ્સે 11.50 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. વર્લ્ડ કપની ફાઈનલમાં ભારત સામે વિજયી સદી ફટકારનારા ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડને સનરાઈઝર્સ હૈદરાબાદે 6.8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ભારતના શિવમ માવીને 6.4 કરોડ રૂપિયામાં લખનૌ સુપર જાયન્ટ્સ ટીમે ખરીદ્યો હતો.
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની હરાજીમાં દર વખતની જેમ આ વખતે પણ ચેન્નાઈ સુપર કિંગ્સે સ્માર્ટ ખરીદી કરી છે. CSKની ખરીદીમાં શ્રેષ્ઠ દાવ ન્યૂઝીલેન્ડના સ્પિન ઓલરાઉન્ડર રચિન રવિન્દ્રની હતી. ચેન્નઈ સુપર કિંગ્સે તેને માત્ર 1.8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ હરાજીમાં રચિનની મૂળ કિંમત માત્ર 50 લાખ રૂપિયા હતી. તાજેતરમાં સમાપ્ત થયેલા આઈસીસી વન-ડે વર્લ્ડ કપમાં રચિને ન્યૂઝીલેન્ડ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. રચિન તેની ટીમ માટે કુલ 10 મેચમાં રમ્યો હતો જેમાં તેણે 64.22ની એવરેજથી 578 રન નોંધાવ્યા હતા, જેમાં 3 સદી અને 2 અડધી સદી પણ સામેલ છે. આ સિવાય તેણે બોલિંગમાં પણ 5 વિકેટ ઝડપી હતી.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - IPL 2024 Captain List | IPL 2024 auction date - ipl 2024 auction - ipl 2024 new team - tata ipl - IPL 2024 Auction - Australian mitchell starc most expensive player of ipl history kkr buy 24.75 crore - ipl auction 2024 players list with price and team | ipl auction 2024 sold players list | CSK KKR RCB GT MI SRH LSG DL PXIK RR | ipl schedule 2024 - live cricket ipl - who won yesterday's ipl match -