2024માં ક્યારે છે હોળી, નવરાત્રી અને દિવાળી; અહીંયા જૂઓ આ વર્ષના તહેવારોની યાદી...
National Festival Of India 2024 List : વર્ષ 2023 એક મહિના બાદ સમાપ્ત થઈ જશે. આ વર્ષ પૂરું થતાં પૂર્વે, લોકો ઘણીવાર એ જાણવા માટે ઉત્સુક હોય છે કે આગામી વર્ષમાં કયો તહેવાર કયાં દિવસ આવશે. હિંદુ ધર્મના દરેક તહેવારનું અલગ-અલગ મહત્વ હોય છે, પરંતુ કેટલાક ખાસ તહેવારો એવા હોય છે જેની ઉજવણીની શરૂઆત પહેલાથી જ થઈ જાય છે. આ લેખમાં અમે તમને 2024માં આવતા કેટલાક ખાસ ( Gujarati Tahevar Nu List 2024 ) તહેવારો ની તારીખો - વાર ની યાદી 2024 વિશે જણાવીશું. 2024 calendar જોવા અહીં ક્લિક કરો.
હિંદુ ધર્મ અનુસાર નવા વર્ષની શરૂઆત ચૈત્ર માસ પછી થાય છે. ચૈત્ર પછી વૈશાખ, અષાઢ અને ક્રામ જેવા તમામ મહિનાઓ આવે છે. હિંદુ ધર્મના તમામ તહેવારો દર વર્ષે જુદા જુદા દિવસે આવે છે. ચાલો જાણીએ કે આગામી વર્ષ 2024માં કયો તહેવાર આવશે અને તેના તારીખ વાર શું છે.
આવતા વર્ષે મકરસક્રાંતિ 14 જાન્યુઆરી 2024ના રોજ રવિવારે આવશે. આ દિવસે કોઈપણ પવિત્ર નદીમાં સ્નાન કર્યા પછી સૂર્ય ભગવાનની પૂજા કરવામાં આવે છે, જે આરોગ્ય, સંપત્તિ અને શાશ્વત પુણ્ય લાવે છે. તેમજ તમામ લોકો પતંગ ચગાવવાની મોજ માણશે.
મહાશિવરાત્રીને હિન્દુ ધર્મનો સૌથી મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. આ દિવસ શિવભક્તો માટે ખૂબ જ ખાસ છે. આવતા વર્ષે મહાશિવરાત્રી 8 માર્ચ 2024ના શુક્રવારના રોજ છે.
હોળી, રંગોનો તહેવાર, આવતા વર્ષે 24 માર્ચ 2024 ના રોજ રવિવારે ઉજવવામાં આવશે. આ દિવસે એકબીજાને રંગો લગાવવાની અને દાંડિયા રમવાની પરંપરા છે.
આવતા વર્ષે ચૈત્ર નવરાત્રી 9મી એપ્રિલ 2024 મંગળવાર થી શરૂ થશે અને 17મી એપ્રિલ 2024 ના રોજ બુધવાર સમાપ્ત થશે.
ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમનું પ્રતીક રક્ષાબંધનનો તહેવાર આવતા વર્ષે 19 ઓગસ્ટ 2024ના રોજ સોમવારે ઉજવવામાં આવશે.
જન્માષ્ટમી ભગવાન કૃષ્ણના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આગામી વર્ષે તે 26મી ઓગસ્ટ 2024ના સોમવારને રોજ પડી રહ્યું છે.
મા આદ્યાશક્તિની આરાધનાનું પર્વ તેમજ યુવાનો 9 દિવસ મા ની ભક્તિ કરીને ગરબાની મોજ માણવાનું પર્વ એટલે નવરાત્રી. 2024માં નવરાત્રી 3 ઓક્ટોબરને ગુરૂવારથી શરૂ થઈને 9 દિવસ ઉજવાશે.
દશેરા, જેને વિજયાદશમી પણ કહેવામાં આવે છે, નવરાત્રીના 9 દિવસ પૂર્ણ થાય ત્યારબાદ છેલ્લા દિવસે દશેરાનો તહેવાર ઉજવાય છે. જે આવતા વર્ષે 12 ઓક્ટોબર 2024ને રવિવારના રોજ આવશે.
દિવાળીનો પાંચ દિવસનો તહેવાર કાર્તિસ મહિનાના કૃષ્ણ પક્ષ પર ઉજવવામાં આવે છે. આવતા વર્ષે દિવાળીનો તહેવાર 31 ઓક્ટોબર 2024ના રોજ ગુરૂવારે ઉજવવામાં આવશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - which festival is today - today festival in india - tahevar list 2024 - તહેવાર ની યાદી 2022 - ગુજરાતના તહેવારો - gujarati tahevar nu list 2024 - gujarati tahevar - dasara festival - indian festival - today is which festival - festival 2024 - holi festival 2024 - makkar sankrati 2024 - maha shivratri 2024 - chaitra navratri 2024 - Raksha Bandhan 2024 - Janmashtmi 2024 - Navratri 2024 - Dashera 2024 - Diwali 2024 - Festival 2024 Date And Day - 2024 में रक्षाबंधन कब है - holi date 2024 - ram navami 2024 - ganesh chaturthi 2024 - होली कब है 2024 - shivratri 2024 - mahashivratri 2024 - diwali 2024 date - holi in 2024 - 2024 saraswati puja date - 2024 calendar