Virat Kohli Record Century : ભારતની યજમાનીમાં રમાઈ રહેલા ( World Cup 2023 ) વનડે વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમ જબરદસ્ત ફોર્મમાં છે. ટીમે શરૂઆતની 7 મેચ જીતીને સેમીફાઈનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. ટીમ પોતાની 8મી મેચ સાઉથ આફ્રિકા સામે રવિવાર (5 નવેમ્બર)એ કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમી રહી છે. જેમાં વિરાટે 49મી સદી ફટકારીને સચિન તેંડુલકરની બરાબરી કરી છે. આ દિવસે વિરાટ કોહલીએ પોતાનો 35મો જન્મદિવસ પણ મનાવ્યો. | Virat Kohli Score Century On His Birthday | કોહલીએ પોતાના બર્થડે પર ફેન્સને શાનદાર ગિફ્ટ આપી. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ આ વર્લ્ડ કપમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. સાઉથ આફ્રિકા સામે પણ તેમણે પોતાનું ફોર્મ યથાવત્ રાખ્યું અને પોતાના કરિયરની 49મી સદી ફટકારી ઈતિહાસ રચી દીધો. કોહલીએ 121 બોલમાં સદી બનાવીને સચિનના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
વનડે ક્રિકેટની 49 સદી ફટકારીને વિરાટે સચિનની બરાબરી કરી છે. ત્યારે સચિને શુભકામના પાઠવતા કહ્યું કે, "વિરાટ સારું રમ્યો... મને આ વર્ષની શરૂઆતમાં 49થી 50 વર્ષનું થવામાં 365 દિવસ લાગ્યા. મને આશા છે કે, તમે 49થી 50 પર જાઓ અને જલ્દીથી મારો રેકોર્ડ તોડો".
કોહલીએ વનડેમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે સચિન (49 સદી)ના ઐતિહાસિક રેકોર્ડની બરાબરી કરી લીધી છે. કોહલીએ પોતાના આ સદી કરિયરની 277મી વનડે ઈનિંગમાં ફટકારી છે. જ્યારે સચિને 451 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી.
• સચિન તેંડુલકર - 451 ઈનિંગ - 49 સદી
• વિરાટ કોહલી - 277 ઈનિંગ - 49 સદી
• રોહિત શર્મા - 251 ઈનિંગ - 31 સદી
• રિકી પોન્ટિંગ - 365 ઈનિંગ - 30 સદી
• સનથ જયસૂર્યા - 433 ઈનિંગ - 28 સદી
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - India match live - today Match Score India match Date Time And Result - who win today match - World Cup 2023 - India vs England Match Highlight - વિરાટ કોહલીના રમતગમત સાથે જોડાયેલા આંકડા - વિરાટ કોહલી ના ફોટા - virat kohli birthday - વિરાટ કોહલી રેકોર્ડ - Virat Kohli total runs - વિરાટ કોહલી જ્ઞાતિ - વિરાટ કોહલી સેન્ચ્યુરી - virat kohli total centuries - virat kohli century - virat kohli news - virat kohli instagram - virat kohli photos - virat kohli Status