ICC Men's World Cup 2023 પાકિસ્તાન માટે ખરાબ સ્વપ્ન સમાન બની રહ્યો છે. સતત ચોથી હાર સાથે પાકિસ્તાન લગભગ સેમિફાઈનલની રેસમાંથી બહાર થઈ ચૂક્યું છે. અથવા તેને હવે અન્ય ટીમ પર નિર્ભર રહેવું પડશે. ગઈકાલે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક મેચમાં પાકિસ્તાનને દક્ષિણ આફ્રિકાએ એક વિકેટે પરાજય આપ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની આ સતત ચોથી હાર છે. દક્ષિણ આફ્રિકા માટે કેશવ મહારાજ અને તબરેઝ શમ્સીએ 10મી વિકેટ માટે 11 રન જોડ્યા હતા. મહારાજે મોહમ્મદ નવાઝની બોલિંગ પર વિનિંગ ફોર ફટકારી હતી. એડન માર્કરામે 91 રન બનાવ્યા હતા જ્યારે શમ્સીએ પ્રથમ દાવમાં 4 વિકેટ ઝડપી હતી.
ચેપોક સ્ટેડિયમમાં, પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું, ટીમ 46.4 ઓવરમાં 270 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. બાબર આઝમ અને સઈદ શકીલે ફિફ્ટી ફટકારી હતી. દક્ષિણ આફ્રિકાએ 47.2 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદીએ 3 વિકેટ લીધી હતી. જ્યારે મોહમ્મદ વસીમ, હરિસ રઉફ અને ઉસામા મીરે 2-2 વિકેટ લીધી હતી.
શાદાબ ખાન દક્ષિણ આફ્રિકાની ઇનિંગ્સની પહેલી જ ઓવરમાં ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. બોલ ફેંકતી વખતે તે પડી ગયો, જેના કારણે તેને માથામાં ઈજા થઈ. તે લગભગ 8 ઓવર ડગઆઉટમાં રહ્યા બાદ મેદાનમાં આવ્યો હતો. પરંતુ તે ફરીથી 14મી ઓવરમાં મેદાન છોડી ગયો, તેની જગ્યાએ ઉસામા મીર મેદાનમાં આવ્યો. 15મી ઓવરમાં ઉસામાના સ્થાને શાદાબને ઉશ્કેરાટના નિયમ હેઠળ લેવામાં આવ્યો હતો. હવે શાદાબ મેચમાં નહીં રમી શકે. તેની જગ્યાએ ઉસામા મીર બોલિંગ કરશે.
271 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમની શરૂઆત સારી રહી હતી. ટીમે માત્ર 2 ઓવરમાં 30 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી ઈફ્તિખાર અહેમદે પ્રથમ ઓવર નવા બોલથી ફેંકી હતી. ડી કોકે શાહીનની પ્રથમ ઓવરમાં સતત 4 ચોગ્ગા ફટકારીને 19 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાને પણ ચોથી ઓવરમાં પહેલો ઝટકો લાગ્યો, ક્વિન્ટન ડી કોક 24 રન બનાવીને શાહીન આફ્રિદીનો શિકાર બન્યો. તેના પછી ટેમ્બા બાવુમા અને રાસી વેન ડેર ડુસેને ઇનિંગ્સ સંભાળી. પરંતુ બાવુમા પણ 10મી ઓવરમાં કેચ આઉટ થતા તેને મોહમ્મદ વસીમના હાથે પેવેલિયન મોકલી દીધો હતો. ટીમે 10 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પણ 67 રન બનાવ્યા હતા. ત્યારબાદ બેટિંગમાં એડન માર્કરામે 91 રનની શાનદાર ઇનિંગ રમી હતી. અંત સુધી માર્કરામે એક છેડે ઊભા રહીને બધાને સહકાર આપ્યો. તેના સિવાય કોઈ આફ્રિકન બેટ્સમેન 30નો આંકડો પણ સ્પર્શી શક્યો નથી.
પાકિસ્તાનની હાર અને દક્ષિણ આફ્રિકાની જીતથી ટીમ ઈન્ડિયાને પોઇન્ટ ટેબલમાં મોટું નુકસાન થયું છે. ભારતીય ટીમ હવે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને સરકી ગઈ છે. જોકે, ભારત અને દક્ષિણ આફ્રિકા બંનેના 10-10 પોઈન્ટ છે. પરંતુ આફ્રિકાનો નેટ રન રેટ ઘણો સારો છે. આ જ કારણથી આજે ભારતીય ચાહકો પણ પાકિસ્તાનની જીત માટે પ્રાર્થના કરી રહ્યા હતા, પરંતુ એવું થયું નહીં. એટલે કે હવે છેલ્લા ચાર માટેનો જંગ માત્ર છ ટીમો વચ્ચે જ માની શકાય છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - pakistan match live today Score match time Result - who win today match