• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • કેનેડાના લોકો માટે ભારતે વિઝા સર્વિસ કરી બંધ: ખાલિસ્તાની મુદ્દે બંને દેશો વચ્ચે તણાવ, મોદી સરકારે લીધો મોટો નિર્ણય..!

કેનેડાના લોકો માટે ભારતે વિઝા સર્વિસ કરી બંધ: ખાલિસ્તાની મુદ્દે બંને દેશો વચ્ચે તણાવ, મોદી સરકારે લીધો મોટો નિર્ણય..!

01:34 PM September 21, 2023 admin Share on WhatsApp



India Canada News : ભારત અને કેનેડાના વિવાદ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ખાલિસ્તાન મામલે બંને દેશ માટે તણાવ વધતાં ભારત સરકારે આજે મોટો નિર્ણય લીધો છે અને કેનેડાના નાગરિકો માટે. વિદેશ મંત્રાલયે વિઝા સેવા સ્થગિત કરી દીધી છે. વિવાદ વચ્ચે પહેલા બંને દેશોના રાજદ્વારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને હવે નવી દિલ્હીએ કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે. નોંધનીય છે કે, કેનેડાના PMએ ભારત પર ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવતા બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો. 

► કેનેડાના લોકો માટે ભારતે વિઝા સેવા કરી બંધ

BLS ઈન્ટરનેશનલ – એક ઓનલાઈન વિઝા એપ્લિકેશન સેન્ટર જે ભારત અને અન્ય દેશોની અરજીઓનું સંચાલન કરે છે, તેણે તેની વેબસાઈટ પર એક સૂચનામાં આ મેસેજ પોસ્ટ કર્યો: "ઓપરેશનલ કારણોસર, 21 સપ્ટેમ્બર, 2023થી, ભારતીય વિઝા સેવાઓ આગળની સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે." "કૃપા કરીને વધુ અપડેટ્સ માટે BLS વેબસાઇટ જોતા રહો."

►ખાલિસ્તાની મુદ્દે વિવાદ વકર્યો!

કેનેડામાં ખાલિસ્તાની અલગતાવાદી નેતાની હત્યાને લઈને બંને દેશો વચ્ચે વધી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે આ નિર્ણય આવ્યો છે. PM મોદી જસ્ટિન ટ્રુડોએ જૂનમાં ખાલિસ્તાની અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની 'સંભવિત' સંડોવણીનો આરોપ મૂક્યો હતો, જેનાથી કેનેડા અને ભારત વચ્ચે રાજદ્વારી વિવાદ સર્જાયો હતો.

► ભારતીય અધિકારીએ પુષ્ટિ કરી 

બુધવારે ભારતીય વિદેશ મંત્રાલયે એક એડવાઈઝરી જારી કરીને કેનેડા જનારા લોકોને સાવચેત રહેવા જણાવ્યું હતું. એવા કોઈ પણ વિસ્તારમાં ન જશો જ્યાં કોઈ ભારત વિરોધી ઘટના બની હોય અથવા એવું કંઈક બનવાની સંભાવના હોય. આ એડવાઈઝરી કેનેડા સ્થિત ભારતીય હાઈ કમિશનની વેબસાઈટ પર પણ જાહેર કરવામાં આવી છે. ભારતે એમ પણ કહ્યું કે, કેનેડામાં હેટ ક્રાઇમમાં વધારો થયો છે અને ત્યાં જતી વખતે સાવચેત રહેવાની જરૂર છે. ભારતની એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, 'કેનેડામાં અપરાધ, ભારત વિરોધી ગતિવિધિઓ અને નફરતના ગુનાઓમાં વધારો થયો છે. આને ધ્યાનમાં રાખીને તમામ ભારતીયોને કેનેડાના એવા વિસ્તારોની મુલાકાત લેતી વખતે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે જ્યાં ભારત વિરોધી ઘટનાઓ બની હોય. એટલું જ નહીં, ભારત સરકારે કહ્યું છે કે અમારા અધિકારીઓ કેનેડામાં રહેલા લોકોના સંપર્કમાં રહેશે. કોઈપણ સમસ્યા માટે તાત્કાલિક સંપર્ક કરી શકાય છે અને જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે.

ભારતીયો માટે કેનેડા અત્યારે એજ્યુકેશન હબ બની ગયું છે. દરમિયાન બંને દેશ વચ્ચે સંબંધ વણસતાં ત્યાં રહેતા ભારતીયો અને અભ્યાસ કરતા સ્ટુડન્ટ્સ માટે હવે શું થાશે એ મૂંઝવતો સવાલ ઘુમરાઈ રહ્યો છે. આ દરમિયાન ભારતના વિદેશ મંત્રાલયે કેનેડામાં રહેતા ભારતીય સ્ટુડન્ટ્સ અને ભારતના નાગરિકો માટે એવી એડવાઈઝરી જારી કરી છે કે કેનેડામાં ભારતવિરોધી ગતિવિધિઓ વધી રહી છે. માટે ત્યાં રહેતા સ્ટુડન્ટ્સ અને નાગરિકોએ સાવધાનીથી અને ચેતીને રહેવું જોઈએ. કેનેડામાં ભારતીયો પ્રત્યે હેટક્રાઈમમાં પણ વધારો થઈ રહ્યો છે, તેથી સતર્કતાથી રહેવું જરૂરી બની જાય છે.


 gujjunewschannel.in Follow Us On google News Gujju News ChannelFollow Us On Facebook Gujju News channel  

(Home Page- gujju news channel) 

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - India Canada News In Gujarati



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

માર્ક ઝકરબર્ગની Meta કંપનીમાં AI મચાવશે હાહાકાર, 15,000 થી વધુ લોકોની નોકરી પર જોખમ

  • 14-03-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 માર્ચ 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-03-2026
    • Gujju News Channel
  • કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, ખેડૂતો તારીખ નોંધી લે
    • 14-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 માર્ચ 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-03-2026
    • Gujju News Channel
  • છૂટક દૂધ વેચનાર પર થઇ શકે છે કાર્યવાહી, હવે FSSAI રજિસ્ટ્રેશન જરુરી- વાંચો સંપૂર્ણ વિગત
    • 13-03-2026
    • Gujju News Channel
  • મિડલ ઈસ્ટમાં યુદ્ધની અસર... ભારતમાં મોંઘવારી વધી, આ વસ્તુઓના ભાવમાં થયો વધારો
    • 12-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 માર્ચ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-03-2026
    • Gujju News Channel
  • કુંભ મેળાની વાયરલ ગર્લ મોનાલિસાએ મુસ્લિમ પ્રેમી સાથે કર્યા લગ્ન, પરિવારમાં ભારે રોષ
    • 12-03-2026
    • Gujju News Channel
  • અમદાવાદમાં મહિનામાં 10 હિંદુ યુવતીઓ મુસ્લિમ યુવકો સાથે લગ્ન કર્યાં, મુખ્ય રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયા
    • 12-03-2026
    • Gujju News Channel
  • IPL Schedule 2026 : આઈપીએલ 2026નો કાર્યક્રમ જાહેર, RCB બેંગ્લોર અને SRH હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ રમાશે
    • 11-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us