• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • યોજના-ભરતી
  • હવે વાહન માલિકીની તબદીલી માટે પરિવહન પોર્ટલ પર આધાર લિંક કરવું ફરજિયાત

હવે વાહન માલિકીની તબદીલી માટે પરિવહન પોર્ટલ પર આધાર લિંક કરવું ફરજિયાત

10:22 PM July 20, 2026 Gujju News Channel Share on WhatsApp

વાહન માલિકીની તબદીલી માટે આધાર લિંક ફરજિયાત કરવામાં આવી છે. પરિવહન પોર્ટલ પર આધાર લિંક કરવું જરૂરી છે. દેશભરમાં નવા નિયમનો અમલ 15 જુલાઈથી શરૂ થઈ ગયો છે. ગુજરાતમાં પણ નવા નિયમનો અમલ શરૂ થઈ જવા પામ્યો છે.



દેશભરમાં વાહન માલિકીની તબદીલી અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ-NOC મેળવવાની પ્રક્રિયાને વધુ પારદર્શક, સુરક્ષિત અને સરળ બનાવવાના હેતુથી ભારત સરકાર દ્વારા પરિવહન પોર્ટલ પર એક મહત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થા અંતર્ગત હવે વાહનની માલિકી ફેરફાર અને અન્ય રાજ્યોમાં વાહન તબદીલ કરવાના કિસ્સામાં પરિવહન પોર્ટલ પર આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ગુજરાત સહિત દેશભરમાં આ નિર્ણયનો અમલ તા. ૧૫ જુલાઈ ૨૦૨૬થી કરી દેવામાં આવ્યો છે.


► કોઈપણ પ્રકારની વિસંગતતા કે સમસ્યા સર્જાય નહીં તે માટે


વાહન ધરાવતા તમામ નાગરિકોને વાહન રેકોર્ડ અને આધાર કાર્ડના રેકોર્ડમાં કોઈપણ પ્રકારની વિસંગતતા કે સમસ્યા સર્જાય નહીં તેવા હેતુથી આ બે મહત્વપૂર્ણ સેવાઓમાં સુધારો કરાયો છે. આ પ્રક્રિયા અંતર્ગત દરેક અરજદારે પોતાના આધાર કાર્ડની વિગતો પરિવહન પોર્ટલ પર દાખલ કરવાની રહેશે. જો આધાર કાર્ડની વિગતો સંપૂર્ણ મેચ હશે તો જ વાહન માલિકી બદલવાની પ્રક્રિયા ઓનલાઈન માધ્યમથી પૂર્ણ થઈ શકશે.


► છેતરપિંડી કે અનધિકૃત વાહન ટ્રાન્સફર જેવા ગુનાઓ અટકાવાશે


આધાર કાર્ડ અને પરિવહન પોર્ટલની વિગતોમાં કોઈ તફાવત જણાશે તો અરજદારે પોતાના ડ્રાઈવિંગ લાયસન્સની વિગતો દાખલ કર્યા બાદ જ આ પ્રક્રિયા આગળ વધશે. આ ઉપરાંત જો આરસી બુક અને ડ્રાઈવિંગ લાયસન્સની વિગતોમાં પણ કોઈ વિસંગતતા હોય તો તેવા કિસ્સામાં અરજદારે જરૂરી આધાર-પુરાવા સાથે સંબંધિત આર.ટી.ઓ. કચેરીએ રૂબરૂ જઈને જ પ્રક્રિયા પૂર્ણ કરાવવાની રહેશે. આ નવી ઓનલાઈન આધાર વેરિફિકેશન પ્રક્રિયાથી વાહનોની તબદીલીમાં ઝડપ અને સરળતા આવશે. આ સાથે જ વાહન માલિકોની સુરક્ષા સુનિશ્ચિત થશે અને ભવિષ્યમાં થતી છેતરપિંડી કે અનધિકૃત વાહન ટ્રાન્સફર જેવા ગુનાઓ અટકાવી શકાશે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Aadhaar Linking Vehicle Ownership Transfer NOC Parivahan 2026



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

53 રૂપિયા પ્રાઈસ બેન્ડ, પ્રીમિયમ પર GMP, 5 ઓગસ્ટે દાવ લગાવવા માટે ઓપન થશે IPO

  • 02-08-2026
  • Gujju News Channel
  • મિત્રો... નહીં હવે હાય ફ્રેન્ડ્સ! જંતર-મંતર પર Gen-Z આંદોલન બાદ કેમ બદલાઈ PM મોદીની વાત કરવાની રીત?
    • 02-08-2026
    • Gujju News Channel
  • અનંત અંબાણી પછી હાર્દિક પંડ્યા પણ પહોંચ્યો વેંકટેશ્વર ભગવાનના ધામ, વાળ અર્પણ કર્યા, લોકો તિરુપતિમાં કેમ મુંડન કરે છે? જાણો કથા
    • 02-08-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ફરી વરસાદી એલર્ટ! જાણો આગામી 5 દિવસ ક્યાં જિલ્લામાં મેઘરાજા સવારી લઈને પહોંચશે?
    • 27-07-2026
    • Gujju News Channel
  • સોનમ વાંગચુકનો કેન્દ્રને ભાવુક પત્ર : "સરકાર ખાતરી આપે તો હું ભૂખ હડતાળ સમાપ્ત કરીશ"
    • 22-07-2026
    • Gujju News Channel
  • હવે વાહન માલિકીની તબદીલી માટે પરિવહન પોર્ટલ પર આધાર લિંક કરવું ફરજિયાત
    • 20-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-07-2026
    • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-07-2026
    • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us