• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • ગાંધીનગરથી અમિત શાહે ‘ભારત ટેક્સી’ નો શુભારંભ કરાવ્યો, જાણો શું છે ખાસ ?

ગાંધીનગરથી અમિત શાહે ‘ભારત ટેક્સી’ નો શુભારંભ કરાવ્યો, જાણો શું છે ખાસ ?

09:42 PM June 27, 2026 Gujju News Channel Share on WhatsApp

Bharat Taxi : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે ગાંધીનગરમાં સહકારિતા-આધારિત મોબોલિટી પ્લેટફોર્મ "ભારત ટેક્સી" નો ગુજરાતમાં શુભારંભ કર્યો. અમિત શાહે કહ્યું -જ્યારે અન્ય કંપનીઓ વાહન ચલાવનારને ડ્રાઇવર માને છે પણ ભારત ટેક્સી તેમને 'સારથી' માને છે



Amit Shah launched Bharat Taxi : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ગાંધીનગરમાં સહકારિતા-આધારિત મોબોલિટી પ્લેટફોર્મ "ભારત ટેક્સી" નો ગુજરાતમાં શુભારંભ કર્યો હતો. ભારત ટેક્સીનો ઉદ્દેશ્ય ટેક્સી, ઓટો અને ટુ-વ્હીલર મોબિલિટી સેવાઓ સાથે જોડાયેલા સારથિઓને માલિકી ભાગ, સન્માન, સુરક્ષા અને સમૃદ્ધિ સાથે જોડીને નાગરિકોને વિશ્વસનીય અને સેવા-ભાવ આધારિત પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવાનો છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત ગુજરાતનાં 14 પ્રમુખ શહેરોમાં ‘ભારત ટેક્સીનો શુભારંભ થયો છે.


► આજનો દિવસ ભારતના મોબિલિટી ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ દિવસ છે - શાહ


Amit Shah launched Bharat Taxi - અમિત શાહે ભારત ટેક્સી લોન્ચ કરી


આ પ્રસંગે પોતાના સંબોધનમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે આજનો દિવસ ભારતના મોબિલિટી ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ દિવસ છે. તેમણે કહ્યું કે દેશના વિકાસ સાથે ટેક્સી અને પરિવહન સેવાઓની જરૂરિયાત દરેક ઘર સુધી પહોંચી ગઈ છે અને ટેક્સીનો ખ્યાલ હવે ચાર પૈડાવાળા વાહનો સુધી મર્યાદિત રહ્યો નથી. ટુ-વ્હીલર, ઓટો અને અન્ય શહેરી પરિવહન સેવાઓ પણ તેનો ભાગ બની ગઈ છે. ગુજરાતમાં 'ભારત ટેક્સી'નો પ્રારંભ તેની વ્યાપક મોબિલિટી જરૂરિયાતને સહકારિતાના માધ્યમથી નવી દિશા આપનાર પગલું છે.


► 2 વર્ષમાં ભારત ટેક્સી 500થી વધારે શહેરો અને ગામ સુધી પહોંચશે


અમિત શાહે કહ્યું કે જ્યારે અન્ય કંપનીઓ વાહન ચલાવનારને ડ્રાઇવર માને છે પણ ભારત ટેક્સી તેમને 'સારથી' માને છે. તેમણે કહ્યું કે આ ફક્ત શબ્દોનું અંતર નથી, પરંતુ વિચારમાં અંતર છે. 'સારથી' ફક્ત સેવા પ્રદાતાઓ નથી, પરંતુ આ સહકારી સંસ્થાના સન્માનિત ભાગીદાર અને 'માલિક' છે. ભારત ટેક્સીનો મુખ્ય ઉદ્દેશ સારથી અને ગ્રાહકો બંનેનું શોષણ અટકાવવાનો, સેવાની ગુણવત્તા સુધારવાનો અને મોબિલિટી ક્ષેત્રમાં ન્યાયપૂર્ણ વ્યવસ્થા સ્થાપિત કરવાનો છે. તેમણે કહ્યું હતું કે આગામી 2 વર્ષમાં ભારત ટેક્સી 500થી વધારે શહેરો અને ગામ સુધી પહોંચશે. 31 જુલાઇ પહેલા દેશના 7 પ્રમુખ શહેરોમાં તેની સેવા શરુ થઇ જશે.

અમિત શાહે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં એપ-આધારિત ટેક્સી સેવાઓ અંગે અસંખ્ય ફરિયાદો સામે આવી છે. ક્યારેક સારથીઓની કમાણીમાંથી વધુ પડતું કમિશન લેવામાં આવ્યું, ક્યારેક ચૂકવણી સમયસર કરવામાં ના આવી,  તો ક્યાંક સુનાવણી વિના રજીસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવ્યું.  તેમણે કહ્યું કે દરેક સમસ્યા ફક્ત કાયદા દ્વારા ઉકેલી શકાતી નથી, ક્યારેક યોગ્ય સંસ્થાગત મોડલ જ કાયમી ઉકેલ આપે છે. આ વિચારને ધ્યાનમાં રાખીને સહકારી મોડલ પર ભારત ટેક્સીની પરિકલ્પના કરવામાં આવી હતી.


► સહકારી સંસ્થાઓએ દેશના ઘણા ક્ષેત્રોમાં લોકોને સશક્ત અને સમૃદ્ધ બનાવ્યા


અમિત શાહે કહ્યું કે સહકારી સંસ્થાઓએ શોષણને દૂર કરીને દેશના ઘણા ક્ષેત્રોમાં લોકોને સશક્ત અને સમૃદ્ધ બનાવ્યા છે. અમૂલનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે ગ્રામીણ પશુપાલન મહિલા, જે માત્ર 100 રુપિયાના શેર સાથે સહકારી પ્રણાલીમાં જોડાઈ હતી, તે આજે 1.25 લાખ કરોડ રુપિયાના ટર્નઓવર સાથે વિશ્વસનીય ફૂડ બ્રાન્ડની ભાગીદાર છે. અમૂલએ સાબિત કર્યું છે કે સહકારી સંસ્થાઓ દ્વારા, વચેટિયાઓ વિના, શોષણ વિના અને સંપૂર્ણ પારદર્શિતા સાથે એક મોટી આર્થિક વ્યવસ્થા બનાવી શકાય છે. આ મોડેલે ડેરી ક્ષેત્રમાં શોષણને દૂર કર્યું અને પશુપાલન કરતી મહિલાઓની મહેનતથી કમાયેલી કમાણી સીધી તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી. આજે ગ્રામીણ ભારતની પશુપાલકો બહેનો તેમના શ્રમનું સંપૂર્ણ મૂલ્ય ગૌરવ સાથે મેળવી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે IFFCO અને KRIBHCO જેવી સહકારી સંસ્થાઓ દેશના ખેડૂતોની ખાતરની લગભગ 35 ટકા જરૂરિયાતો પૂરી કરે છે. આ સહકારી સંસ્થાઓની એક મોટી સફળતા પણ છે.


► 7 લાખથી વધુ સારથીઓ ભારત ટેક્સી સાથે જોડાયા 


અમિત શાહે કહ્યું કે અત્યાર સુધીમાં 7 લાખથી વધુ સારથીઓ ભારત ટેક્સી સાથે જોડાયા છે. ભારત ટેક્સી સારથીઓને સન્માન આપશે, સુરક્ષા આપશે અને આવનાર સમયમાં સમૃદ્ધિનો રસ્તો પણ પ્રશસ્ત કરશે. તેમણે જણાવ્યું હતું કે આ સહકારી સંસ્થા સારથીઓની કમાણીની રક્ષા કરવાની સાથે સાથે તેમને ભવિષ્યમાં લોન, વીમો અને વ્યવસાય વિસ્તરણમાં પણ તેમને મદદ કરશે. આજ સુધીમાં લગભગ 37 લાખ ગ્રાહકોએ ભારત ટેક્સીની સેવાઓનો લાભ લીધો છે, જે તેની વધતી જતી લોકપ્રિયતા અને જનવિશ્વાસનો સ્પષ્ટ પુરાવો છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Amit Shah launched Bharat Taxi - અમિત શાહે ભારત ટેક્સી લોન્ચ કરી



आज का दिन गुजरात के टैक्सी चालक बहनों-भाइयों के लिए बहुत अहम है। गांधीनगर से सहकारिता मॉडल पर आधारित टैक्सी सेवा 'भारत टैक्सी' का गुजरात में शुभारंभ किया।

चालकों को सम्मान के साथ मालिक बनाने वाली 'भारत टैक्सी' उन्हें अधिक मुनाफा तो दे ही रही है, साथ ही इससे यात्रियों को भी सुगम… pic.twitter.com/zt9MFQ3Ep5

— Amit Shah (@AmitShah) June 27, 2026

Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગાંધીનગરથી અમિત શાહે ‘ભારત ટેક્સી’ નો શુભારંભ કરાવ્યો, જાણો શું છે ખાસ ?

  • 27-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2026
    • Gujju News Channel
  • આખા દેશમાં ફેક્ટરીઓ થશે ‘બંધ’, 1 લાખ લોકોને નોકરીમાંથી કાઢવા જઈ રહી છે દુનિયાની આ ‘મોટી કંપની’
    • 26-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-06-2026
    • Gujju News Channel
  • Mutual Fund SIP Investment 2026: દર મહિને ₹૫,૦૦૦ બચાવીને આ રીતે બની શકો છો કરોડપતિ, જાણો રોકાણનો આ આસાન પ્લાન
    • 26-06-2026
    • Gujju News Channel
  • i-Khedut Portal 2026: ખેડૂતોને ટ્રેક્ટર, તાડપત્રી અને સાધનો પર મળશે ભારે સબસિડી, આ રીતે કરો ઓનલાઈન અરજી
    • 26-06-2026
    • Gujju News Channel
  • LPG ધારકો માટે મોટી ખુશખબર, સરકારે રાતોરાત હટાવ્યો આ પ્રતિબંધ, હવે મળશે 'ભરપૂર'
    • 25-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 26 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-06-2026
    • Admin
  • Success Story : સરકારી નોકરી છોડી બિઝનેસ શરૂ કર્યો, આજે ₹ 150 કરોડનું ટર્નઓવર
    • 24-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 25 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us