• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • આયર્લેન્ડ, ઇંગ્લેન્ડ, એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય ટીમની જાહેરાત, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, શ્રેયસ ઐયર કેપ્ટન

આયર્લેન્ડ, ઇંગ્લેન્ડ, એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય ટીમની જાહેરાત, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, શ્રેયસ ઐયર કેપ્ટન

09:11 PM June 06, 2026 Gujju News Channel Share on WhatsApp

ભારતીય ક્રિકેટ બોર્ડે આયર્લેન્ડ, ઈંગ્લેન્ડ પ્રવાસ અને જાપાનમાં યોજાનારા એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય ટી20 ટીમની જાહેરાત કરી દીધી છે. ભારત આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામે 5 મેચની ટી-20 શ્રેણીમાં ભાગ લેશે. આ સિવાય ટી20 ટીમ એશિયન ગેમ્સ 2026માં પણ ભાગ લેશે



Indian team announces for Ireland England tour Asian Games 2026 : ભારતીય ક્રિકેટ બોર્ડે આયર્લેન્ડ, ઈંગ્લેન્ડ પ્રવાસ અને જાપાનમાં યોજાનારા એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય ટી20 ટીમની જાહેરાત કરી દીધી છે. ભારત આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામે 5 મેચની ટી-20 શ્રેણીમાં ભાગ લેશે.  આ સિવાય ટી20 ટીમ એશિયન ગેમ્સ 2026માં પણ ભાગ લેશે. સૂર્યકુમાર યાદવ પાસેથી ભારતીય ટી20 ટીમની કેપ્ટન્સી છીનવી લેવામાં આવી છે. શ્રેયસ ઐયરને ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે જ્યારે તિલક વર્માને ટીમનો નવો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. 15 વર્ષીય આક્રમક ઓપનર વૈભવ સૂર્યવંશીને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. અજીત અગરકર અને બીસીસીઆઇના સેક્રેટરી દેવજીત સાઈકિયાએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરી હતી.


► વૈભવ સૂર્યવંશીને સ્થાન, સૂર્ય કુમાર યાદવ આઉટ


વૈભવ સૂર્યવંશી આયર્લેન્ડ, ઈંગ્લેન્ડ અને એશિયન ગેમ્સ માટેની ભારતીય ટી20 ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. સૂર્યકુમાર યાદવને ટી20 ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો છે જ્યારે કુલદીપ યાદવને પણ આ ટીમમાં સ્થાન મળ્યું નથી. કુલદીપ યાદવના સ્થાને રવિ બિશ્નોઈને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. હાર્દિક પંડયાને પણ આ ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી જ્યારે જ્યારે નીતિશ કુમાર રેડ્ડીને ઓલરાઉન્ડર તરીકે આ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. રિંકુ સિંહ પણ આ ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો નથી.


► પ્રિન્સ યાદવ બંને પ્રવાસ માટે ભારતીય ટીમમાં સ્થાન


આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે જસપ્રીત બુમરાહની ટીમમાં પસંદગી કરવામાં આવી નથી. જ્યારે પ્રિન્સ યાદવ બંને પ્રવાસ માટે ભારતીય ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે તેને એશિયન ગેમ્સ માટેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. બુમરાહને માત્ર એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પ્રિન્સ યાદવને પણ આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જ્યારે તેને એશિયન ગેમ્સ માટેની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. સંજુ સેમસન અને ઈશાન કિશનને વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.


► આયર્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમ


શ્રેયસ ઐયર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), વૈભવ સૂર્યવંશી, શિવમ દુબે, તિલક વર્મા (વાઇસ કેપ્ટન), નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ.


► ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમ


શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા (વાઇસ કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, વૈભવ સૂર્યવંશી, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ.


► એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય ટી20 ટીમ


શ્રેયસ ઐયર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, ઇશાન કિશન, શિવમ દુબે, તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, વૈભવ સૂર્યવંશી, જસપ્રીત બુમરાહ.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Indian team announces for Ireland England tour Asian Games 2026



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

સોનમ વાંગચુકનો કેન્દ્રને ભાવુક પત્ર : "સરકાર ખાતરી આપે તો હું ભૂખ હડતાળ સમાપ્ત કરીશ"

  • 22-07-2026
  • Gujju News Channel
  • હવે વાહન માલિકીની તબદીલી માટે પરિવહન પોર્ટલ પર આધાર લિંક કરવું ફરજિયાત
    • 20-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-07-2026
    • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-07-2026
    • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel
  • દેશભરમાં વરસાદનો કહેર! મુંબઈથી વાયનાડ સુધી જળબંબાકાર, ભૂસ્ખલન અને રસ્તા ધસી પડતા હાહાકાર, IMDનું ભારે વરસાદનું એલર્ટ
    • 07-07-2026
    • Admin
  • આજનું રાશિફળ, 8 જુલાઈ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-07-2026
    • Admin
  • શેરબજારમાં કમાણીની મોટી તક! આ દારૂ બનાવતી કંપનીનો IPO ટૂંક સમયમાં થશે લોન્ચ
    • 02-07-2026
    • Gujju News Channel
  • Small Savings પર સરકારની મોટી જાહેરાત! હવે આ યોજનામાં મળશે સૌથી વધુ વ્યાજ
    • 30-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us