Rudram-3 Missile Test : ભારતે સ્વદેશી હાઈપરસોનિક મિસાઈલ ‘રુદ્રમ-3’ ને સુખોઈ Su-30MKI ફાઇટર જેટ સાથે સફળતાપૂર્વક ઈન્ટિગ્રેટ કરી મોટી સિદ્ધિ મેળવી છે. DRDOના આ પરીક્ષણથી વાયુસેનાની દુશ્મનની એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરવાની ક્ષમતા વધુ મજબૂત બનશે.
Rudram-3 Missile Test : ભારતની સંરક્ષણ ક્ષમતાને નવી ઊંચાઈ આપવા DRDO દ્વારા વિકસિત સ્વદેશી હાઈપરસોનિક મિસાઈલ 'રુદ્રમ-3' ને વાયુસેનાના અત્યાધુનિક લડાયક વિમાન સુખોઈ (Sukhoi Su-30MKI) સાથે ઈન્ટિગ્રેટ કરવાના પરીક્ષણમાં મહત્વની સફળતા મળી છે. આ મિસાઈલના જોડાણથી વાયુસેનાની 'સપ્રેશન ઓફ એનિમિ એર ડિફેન્સ' (SEAD) એટલે કે એન્ટી એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરવાની વ્યુહરચના વધુ મજબૂત બનશે.

આ પડકારજનક પ્રોજેક્ટ માટે વિમાનના માળખા અને ઈલેક્ટ્રોનિક સિસ્ટમમાં જરૂરી ફેરફારો કરાયા હતા. તાજેતરના પરીક્ષણમાં સફળ ફાયરિંગ દ્વારા સુખોઈ વિમાન આ ભારે હથિયાર વહન કરવા સક્ષમ હોવાનું સાબિત થયું છે. આ પ્રોજેક્ટ વાયુસેનાના 'સુપર સુખોઈ અપગ્રેડ પ્રોગ્રામ' નો ભાગ છે, જેનાથી ફાઈટર જેટ ન્યૂ જનરેશન રડાર અને આધુનિક સેન્સર્સથી સજ્જ બનશે. પ્રાદેશિક સુરક્ષાની દ્રષ્ટિએ આ ક્ષમતા ચીન અને પાકિસ્તાન સામે ભારતને સરસાઈ આપશે અને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા મજબૂત કરશે.

• Read Also : Confirm Tatkal Ticket: એજન્ટની ઝંઝટ છોડો, રેલવેની આ જાદુઈ ટ્રીકથી પળવારમાં થશે ટિકિટ બુક
• Read Also : શું સોનાની ચમક અચાનક ફીકી પડશે? ₹૩૦,૦૦૦ સુધી ભાવ ઘટવાની આશંકાથી સોનાના બજારમાં ફફડાટ!
• તે હવામાંથી લોન્ચ કરવામાં આવતી એન્ટી-રેડિયેશન અને પ્રિસિઝન સ્ટ્રાઈક હાઈપરસોનિક મિસાઈલ છે.
• આ મિસાઈલની પ્રહાર ક્ષમતા આશરે 550 થી 600 કિલોમીટર સુધીની છે.
• તે 550 કિમીથી વધુ દૂરથી હુમલો કરી શકતી હોવાથી ફાઈટર જેટ્સે દુશ્મનના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરવો નહીં પડે, જેથી પાયલોટોનું જોખમ ઘટશે.
• મિસાઈલની ઝડપ મેક-5 થી વધુ એટલે કે કલાકના 6000 થી 7000 કિલોમીટર જેટલી છે.
• હુમલાના અંતિમ ચરણમાં (ટર્મિનલ ફેઝ) તે મેક-5 થી મેક-5.5 ની ગતિ પકડી લે છે, જેથી તેને આંતરીને તોડી પાડવી અશક્ય બને છે.
• મિસાઈલમાં ડ્યુઅલ પલ્સ્ડ સોલિડ રોકેટ મોટર છે, જે તેને જટિલ ઉડાન ભરીને એર ડિફેન્સ સિસ્ટમને ચકમો આપવામાં મદદ કરે છે.
• તેમાં અત્યાધુનિક ગાઈડન્સ અને ટાર્ગેટિંગ સિસ્ટમ છે, જે ઇલેક્ટ્રોનિક જેમિંગ વચ્ચે પણ સચોટ નિશાન સાધે છે.
• આ મિસાઈલ દુશ્મનના રડાર નેટવર્ક, એર ડિફેન્સ સિસ્ટમ, બંકર અને સૈન્ય ઠેકાણાઓને લાંબા અંતરેથી નષ્ટ કરી શકે છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - India Successful Test Rudram 3 Hypersonic Missile Integrated With Sukhoi Su 30MKI
