ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણ એવોર્ડ, હેમા માલિનીએ સ્વીકાર્યો, રડી પડી પુત્રી અહાના
Hema Malini: ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમના પત્ની હેમા માલિનીએ રાષ્ટ્રપતિ ભવનમાં આ એવોર્ડ સ્વીકાર્યો હતો.
Dharmendra Padma Vibhushan - Hema Malini Taken Award : ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમના પત્ની હેમા માલિનીએ રાષ્ટ્રપતિ ભવનમાં આ એવોર્ડ સ્વીકાર્યો હતો. આ પ્રસંગે હેમા માલિની અને તેમની પુત્રી અહાના ભાવુક થઈ ગયા હતા. 25 મેના જાણીતા અભિનેતા ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યો. તેમની પત્ની હેમા માલિનીએ આ 'હીમૈન' એવોર્ડ રિસીવ કર્યો હતો. આ ક્ષણ તેમના માટે ખૂબ જ ભાવુક હતી. હેમા તેમની પુત્રી અહાના સાથે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા. એવોર્ડ સ્વીકારતી વખતે તે ભાવુક દેખાતી હતી. આ દરમિયાન પુત્રી અહાનાની આંખોમાંથી આસુ આવી ગયા હતા અને પોતાના પિતા માટે તાળીઓ પાડતી રડવા લાગી. આ ક્ષણે ધર્મેન્દ્રના ચાહકોને પણ ભાવુક કરી દીધા હતા.

અહાનાના પતિ વૈભવ વોહરા પણ રાષ્ટ્રપતિ ભવનમાં હાજર હતા. તેઓ તેમની પત્ની અહાનાને સંભાળતા જોવા મળ્યા હતા. એવોર્ડ સમારોહમાં હેમા માલિની ગુલાબી સાડી પહેરેલી જોવા મળી હતી. જ્યારે તેઓ તેમના પતિ ધર્મેન્દ્ર માટે મરણોત્તર પદ્મ વિભૂષણ સ્વીકારવા રાષ્ટ્રપતિ પાસે પહોંચ્યા ત્યારે તેઓ ભાવુક થઈ ગયા. તેમને ગુમાવવાનું દુ:ખ તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. પોતાના આંસુઓને કાબૂમાં રાખીને હેમાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસેથી એવોર્ડ સ્વીકાર્યો. પિતાને મરણોત્તર પદ્મ વિભૂષણ પ્રાપ્ત થતા જોઈને અહાના રડવા લાગી. આ ક્ષણે ધર્મેન્દ્રના બધા ચાહકોના હૃદયને સ્પર્શી ગયું.
એવોર્ડ સમારંભ પહેલાં હેમા માલિનીએ જણાવ્યુ કે, તેમની પુત્રી ઇશા પણ રાષ્ટ્રપતિ ભવનમાં આવવા માંગતી હતી, પરંતુ તે આવી શકી નહીં. આ પરિવાર માટે ભાવનાત્મક ક્ષણ હતી. હેમાએ ધર્મેન્દ્રના સન્માન પર ખુશી વ્યક્ત કરી હતી. સની અને બોબી પણ આ વાતથી વાકેફ હતા. જોકે ધર્મેન્દ્રની પહેલી પત્નીનો પરિવાર એવોર્ડ સમારંભમાં ગેરહાજર હતો. સની અને બોબી રાષ્ટ્રપતિ ભવનમાં જોવા મળ્યા ન હતા, અને પ્રકાશ કૌર પણ નહોતા. નોંધનીય છે કે ધર્મેન્દ્રના બે વાર લગ્ન થયા હતા. તેમની પહેલી પત્ની પ્રકાશ કૌર હતી અને બીજી પત્ની હેમા માલિની હતી.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Dharmendra Padma Vibhushan - Hema Malini Taken Award
