અમરેલીના લાઠી તાલુકાના કેરાળા નજીક ખાનગી બસ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોના મોત નિપજ્યા છે.
Amreli-Lathi Highway Accident : અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના કેરાળા ગામ નજીક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ખાનગી બસ અને અલ્ટો કાર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચૂરચૂર થઈ ગયો હતો. અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ 108 ઇમરજન્સી સેવા ને જાણ કરવામાં આવી હતી. અકસ્માતના કારણે માર્ગ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી વાહનોની અવરજવર ફરી શરૂ કરાવી હતી.
આ અકસ્માત એટલો ભયંકર હતો કે, કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં સવાર ત્રણ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા. બીજી તરફ આ ગમખ્વાર અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. મુખ્ય હાઈવે પર અકસ્માત સર્જાવાને કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસ દ્વારા અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક અનુમાન મુજબ ઓવરટેક કરવાની કોશિશ દરમિયાન અકસ્માત સર્જાયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
1. જીતેન્દ્રભાઈ ધનજીભાઈ પાટડિયા
2. ભરતભાઈ હરિભાઈ સોજીત્રા
3. અસ્મિતાબેન ચતુરભાઈ ગઢીયા
મહત્વનું છે કે, અમરેલી - લાઠી હાઈવે પર આ અગાઉ પણ અનેક ગંભીર અકસ્માતોના બનાવો બન્યા છે. જેનું મુખ્ય કારણ ડબલ પટ્ટી રોડ વચ્ચે ડિવાઈડર ન હોવું છે. કારણ કે, સૌથી વધારે અકસ્માત સાઈડ કાપવા જતા જ થયા છે. અને રોડ સાંકડો પડે છે. આ સિવાય વાહનની ઝડપ પણ તે માટે જવાબદાર હોય છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Amreli-Lathi Highway Accident
