જો જલ્દીથી સ્થિતિ નહીં બદલાય તો છેલ્લા અનેક દાયકાઓમાં જે સિધ્ધી મેળવી છે તે ખતમ થઈ શકે છે. વિશ્વની વસ્તીનો એક મોટો ભાગ ફરી એક વખત ગરીબીના ખપ્પરમાં હોમાઈ શકે છે.
PM Modi Warns : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ચેતવણી આપી હતી કે મધ્ય પૂર્વની યુદ્ધની સ્થિતિ અને વિશ્વસમાં પ્રવર્તિ રહેલી અસ્થિરતા દાયકાઓના સમયમાં જે વિકાસ ક્યો છે તેના પર પાણી ફરી શકે છે અને વિશ્વની વસ્તીનો મોટો ભાગ ગરીબીમાં ધકેલાઈ શકે છે. તેમણે વિશ્વાસપાત્ર ગ્લોબલ સપ્લાઈ સિસ્ટમની જરૂરિયાત પર ભાર મુક્યો છે.
નેધર્લેન્ડની પોતાની યાત્રા સમયે હેગ ખાતે ભારતીય પ્રવાસીઓને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે વિશ્વ કોવિડ-19 મહામારી બાદની પ્રતિકૂળ અસર, અત્યારે ચાલી રહેલા યુદ્ધો તથા એનર્જી સંકટને લીધે વિશ્વ એક મોટા પડકારજનક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે.
PM મોદીએ કહ્યું તકે પહેલા કોરોના આવ્યો, હવે યુદ્ધ છેડાયા છે તથા ઊર્જા સંકટ(Energy Crisis) છે. આ દાયકો વિશ્વ માટે સંકટનો દાયકો બની રહ્યો છે. જો જલ્દીથી સ્થિતિ નહીં બદલાય તો છેલ્લા અનેક દાયકાઓમાં જે સિધ્ધી મેળવી છે તે ખતમ થઈ શકે છે.
વિશ્વની વસ્તીનો એક મોટો ભાગ ફરી એક વખત ગરીબીના ખપ્પરમાં હોમાઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરક્ષિત અને પારદર્શક સપ્લાઈ ચેઈનના નિર્માણમાં ભારત તથા નેધરલેન્ડ વચ્ચે વ્યાપક સહયોગ કેળવવા પર ભાર આપ્યો હતો. તેમણે કહ્યું કે વર્તમાન સમયની વૈશ્વિક પરિસ્થિતિમાં દુનિયા સાનુકૂળ સપ્લાઈ ચેઈનની વાત કરી રહેલ છે. ભારત અને નેધરલેન્ડ એક વિશ્વાસપાત્ર તથા પારદર્શક સપ્લાઈ ચેઈનનું નિર્માણ કરવા માટે સાથે મળી કામ કરી રહેલ છે.
નેધરલેન્ડમાં ભારતીય સમુદાયને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયની તેમની સાંસ્કૃતિક આધારને સંરક્ષિત રાખતા અને ડચ સમાજમાં યોગદાન આપવા બદલ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે આટલો પ્રેમ અને ઉત્સાહને જોતા થોડી ક્ષણ માટે તો હું ભૂલી ગયો કે હું નેધરલેન્ડમાં છું.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel
The tulip and the lotus remind us that whether roots lie in water or in the soil, with the right nourishment, they blossom. This is also the foundation of the partnership between India and the Netherlands. pic.twitter.com/o8Ghs6kT9S
— Narendra Modi (@narendramodi) May 16, 2026
