• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • ગુજરાતમાં હીટવેવથી સ્વાસ્થ્યને ગંભીર જોખમ, સરકારે લૂથી બચવા માટે જાહેર કરી માર્ગદર્શિકા

ગુજરાતમાં હીટવેવથી સ્વાસ્થ્યને ગંભીર જોખમ, સરકારે લૂથી બચવા માટે જાહેર કરી માર્ગદર્શિકા

09:32 PM May 13, 2026 Gujju News Channel Share on WhatsApp

વધતા તાપમાન અને હીટવેવ એટલે કે, લૂની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.



Gujarat Heatwave Alert : ગુજરાતમાં ઉનાળા દરમિયાન વધતા જતા તાપમાન અને હીટવેવ એટલે કે, લૂની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ઉનાળામાં ગરમીને ધ્યાને રાખીને હવામાન વિભાગ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી હીટવેવને લઈને યલો અને ઓરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે, ત્યારે કાળઝાળ ગરમીમાં સુરક્ષિત રહેવા શું-શું કરવું, ચાલો જાણીએ. 


► હીટવેવ દરમિયાન શું સાવચેતી રાખવી


• દિવસ દરમિયાન તરસ ન લાગે તો પણ દર 20-30 મિનિટે પુષ્કળ પ્રમાણમાં પાણી પીતા રહો. પાણી ઉપરાંત છાશ, નારિયેળ પાણી, લીંબુ અને વરિયાળીના શરબત જેવા પીણા લેતા રહો, જે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સ જાળવી રાખશે.

• હળવા રંગના, સુતરાઉ અને ઢીલા કપડાં પહેરો.

• તાજો અને પચવામાં હળવો ખોરાક જ આહાર તરીકે લો. વધુ પડતા પ્રોટીનયુક્ત, મસાલેદાર, તળેલા કે વાસી ખોરાકથી બચો. કાચી ડુંગળી અને કાકડી તરબૂચ, ટેટી જેવા પાણીથી ભરપૂર ફળોનું સેવન કરો.

• શક્ય હોય ત્યાં સુધી બપોરે 12થી 4 કલાક દરમિયાન સીધા સૂર્યપ્રકાશમાં બહાર જવાનું ટાળો. જો નીકળવું જ પડે, તો માથું અને કાન રૂમાલથી ઢાંકેલા હોવા જોઈએ.

• જ્યારે તાપમાન પારો 45°C ને પાર કરે અથવા અત્યંત ગંભીર સ્થિતિ હોય ત્યારે, અત્યંત જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળો.

• દિવસમાં બે વાર ઠંડા પાણીથી સ્નાન કરો. ઘરની બારીઓ પર પડદા રાખો અને ઘરને ઠંડુ રાખો.

• ઘરમાં અને બહાર જતી વખતે ORS પેકેટ પણ સાથે રાખો. જો ડિહાઈડ્રેશનના લક્ષણો જણાય તો તુરંત તે પાણીમાં નાંખીને પીઓ. 


► વિવિધ વયજૂથ માટે વિશેષ સૂચનાઓ


• બાળકો અને નવજાતને સીધા તડકાથી બચાવો. વારંવાર પાણી કે પ્રવાહી આપતા રહો. તેમને ક્યારેય બંધ પાર્ક કરેલી ગાડીમાં એકલા ન છોડો.

• જે પણ વૃદ્ધ અને બીમાર વ્યક્તિને બીપી, ડાયાબિટીસ કે હૃદયની બીમારી છે, તેમને ઠંડકવાળા વાતાવરણમાં જ રાખવા. તબિયતમાં થોડો પણ ફેરફાર જણાય તો તાત્કાલિક ધોરણે નજીકના ડૉક્ટરનો સંપર્ક કરવો.

• કામદારો અથવા શ્રમિકોએ બપોરના સમયે ભારે શારીરિક શ્રમ ટાળવો. કામના સ્થળે શેડ અને પીવાના પાણીની વ્યવસ્થા રાખવી.

• મુસાફરોએ લાંબી મુસાફરી દરમિયાન પોતાની સાથે પાણીની બોટલ અને પ્રાથમિક સારવારની કીટ અવશ્ય સાથે રાખવી.


► હીટ સ્ટ્રોક અથવા લૂ લાગવાના લક્ષણો


• ખૂબ ઊંચો તાવ આવવો.

• માથામાં અસહ્ય દુખાવો અને ચક્કર આવવા.

• ઊબકા કે ઉલટી થવી.

• ત્વચા લાલ, ગરમ અને સૂકી થઈ જવી.


► હીટ સ્ટ્રોક અથવા લૂ લાગ્યા બાદનો પ્રાથમિક ઉપચાર


• અસરગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક છાંયડામાં અથવા ઠંડી જગ્યાએ લઈ જવો.

• શરીર પર ઠંડા પાણીના પોતાં મૂકવા.

• જો વ્યક્તિ ભાનમાં હોય, તો તેને ધીમે-ધીમે પાણી અથવા ORS પીવડાવવું.

• તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદ લેવી અથવા વ્યક્તિને નજીકના દવાખાને ખસેડવો.


► ઘરને કેવી રીતે રાખશો ઠંડુ?


• દિવસના સમયે બારી-બારણાં બંધ રાખીને ઘેરા રંગના પડદા લગાવો જેથી ગરમી અંદર ન આવે.

• સાંજે અને રાત્રે બારીઓ ખુલ્લી રાખો જેથી ઠંડી હવા અંદર આવી શકે.

• ધાબા પર સફેદ ચૂનો અથવા હીટ રિફ્લેક્ટિવ પેઇન્ટ લગાવવાથી પણ ઘરના તાપમાનમાં ઘટાડો કરી શકાય છે.


► સામાજિક જવાબદારી


• તમારા ઘરની બહાર પક્ષીઓ માટે કુંડા અને પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી.

• જો રસ્તા પર કોઈ વ્યક્તિ ગરમીથી બેભાન અવસ્થામાં જણાય, તો માનવતાના ધોરણે તેમને મદદ કરવી.

• ગામડામાં રહેતા લોકોએ પશુઓને સુરક્ષિત અને ઠંડી જગ્યાએ રાખવા તથા તેમના માટે પાણીની પૂરતી વ્યવસ્થા રાખવી. શક્ય હોય તો ગાય-ભેંસો માટે પંખાની પણ વ્યવસ્થા કરવી.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat Heatwave Alert



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાતમાં હીટવેવથી સ્વાસ્થ્યને ગંભીર જોખમ, સરકારે લૂથી બચવા માટે જાહેર કરી માર્ગદર્શિકા

  • 13-05-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 મે 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-05-2026
    • Gujju News Channel
  • અમૂલ દૂધના ભાવમાં મોટો વધારો, આવતીકાલથી નવો ભાવ વધારો લાગુ, જાણો કેટલા રૂપિયા?
    • 13-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 મે 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-05-2026
    • Gujju News Channel
  • પીએમ મોદીએ કેમ તેલ, સોનું અને વિદેશ પ્રવાસમાં કાપ મૂકવા કહ્યું? જાણો તેની પાછળનું ગણિત
    • 11-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 મે 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-05-2026
    • Gujju News Channel
  • ગુજ્જુ પ્લેયર ઉર્વિષ પટેલે 13 બોલમાં 50 રન બનાવી જયસ્વાલના રેકોર્ડની કરી બરાબરી, CMએ કર્યા વખાણ
    • 10-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 મે 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-05-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ગરમીનો કહેર વધશે, 15 મે બાદ પ્રી-મોન્સૂન એક્ટિવિટી તેજ બનવાની શક્યતા
    • 09-05-2026
    • Gujju News Channel
  • સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપ જોખમમાં? આ 3 ખેલાડી ટીમ ઇન્ડિયાના ટી 20 ટીમના કેપ્ટન બનવાના દાવેદાર
    • 09-05-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us