• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • ગુજરાતમાં ગરમીનો કહેર વધશે, 15 મે બાદ પ્રી-મોન્સૂન એક્ટિવિટી તેજ બનવાની શક્યતા

ગુજરાતમાં ગરમીનો કહેર વધશે, 15 મે બાદ પ્રી-મોન્સૂન એક્ટિવિટી તેજ બનવાની શક્યતા

09:39 PM May 09, 2026 Gujju News Channel Share on WhatsApp

Ambalal Patel Forecast : આજે એટલે કે 9 મે બાદ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ ઝડપથી વધશે અને અનેક શહેરોમાં તાપમાન 44 થી 45 ડિગ્રી સુધી પહોંચી શકે



Ambalal Patel Forecast : ગુજરાતમાં આગાહી દિવસોમાં ગરમીનો કહેર વધી શકે છે. વાસ્તવમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના હવામાનને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર આજે એટલે કે 9 મે બાદ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ ઝડપથી વધશે અને અનેક શહેરોમાં તાપમાન 44 થી 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ દિશાના ગરમ પવનોને કારણે લોકોમાં ઉકળાટ અને ગરમીનો અનુભવ વધુ રહેશે. Ambalal Patel Forecast premonsoon activity 


► રાજ્યમાં તાપમાન ઊંચા સ્તરે પહોંચવાની શક્યતા


મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ અને ખેડા જિલ્લામાં ગરમીનો પ્રકોપ વધુ જોવા મળી શકે છે. અમદાવાદમાં પણ આગામી દિવસોમાં આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે. ઉત્તર ગુજરાતના પાટણ, સમી અને હારીજ જેવા વિસ્તારોમાં તાપમાન ઊંચા સ્તરે પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે હિંમતનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પંચમહાલ જિલ્લામાં તાપમાન 43 થી 44 ડિગ્રી સુધી જઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ ગરમીનો માહોલ યથાવત રહેશે. રાજકોટમાં તાપમાન 42 થી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જ્યારે કચ્છમાં ખાસ કરીને ભુજ શહેરમાં ગરમીનો પ્રભાવ વધુ રહેશે.


► સુરેન્દ્રનગર-હળવદ વિસ્તારમાં 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની સંભાવના


સુરેન્દ્રનગર અને હળવદ વિસ્તારમાં 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની સંભાવના છે. જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ ભારે ગરમી અનુભવાશે. જોકે પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન થોડું ઓછું રહી શકે છે. પોરબંદર અને જામનગરમાં આશરે 36 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં તાપમાન 34 ડિગ્રી આસપાસ રહી શકે છે.


Ambalal Patel Forecast premonsoon activity


► 15 મે બાદ રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી ધીમે ધીમે સક્રિય બનશે


હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર 15 મે બાદ રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી ધીમે ધીમે સક્રિય બનશે. ખાસ કરીને 18 થી 23 મે દરમિયાન આંધી, વંટોળ અને તેજ પવન સાથે હવામાનમાં પલટો જોવા મળી શકે છે. અરબી સમુદ્ર તરફથી આવતી પવન પ્રણાલીના કારણે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત 12 થી 20 મે દરમિયાન આંદામાન-નિકોબાર ટાપુઓમાં વરસાદી માહોલ શરૂ થવાની શક્યતા છે. આગાહી મુજબ 26 મે સુધીમાં મોન્સૂન કેરળના કિનારે પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જે દેશભરમાં ચોમાસાની શરૂઆત માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Ambalal Patel Forecast premonsoon activity 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Success Story : સરકારી નોકરી છોડી બિઝનેસ શરૂ કર્યો, આજે ₹ 150 કરોડનું ટર્નઓવર

  • 24-06-2026
  • Admin
  • આજનું રાશિફળ, 25 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-06-2026
    • Gujju News Channel
  • ભારત માટે ગૌરવનો દિવસ! આ ભારતીય બનશે વોટ્સએપના હેડ, મેટાએ નિયુક્તીને વધાવી
    • 23-06-2026
    • Gujju News Channel
  • ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવાની સાથે જ ધારાસભ્ય પદ ગુમાવ્યુ, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકેઃ પૂર્ણેશ મોદી
    • 23-06-2026
    • Gujju News Channel
  • રાજ્યમાં આગામી 7 દિવસમાં આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો વાવણી કરવાનો યોગ્ય સમય
    • 23-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 જુન 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-06-2026
    • Admin
  • આજનું હવામાન: આગામી 12 કલાક ભારે! 17 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી
    • 22-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 23 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-06-2026
    • Admin
  • Jio IPO વિશે મુકેશ અંબાણીની RIL AGMમાં મોટી ઘોષણા, ઇશા આકાશ અનંત સંભાળશે આ જવાબદારી
    • 19-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us