• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપ જોખમમાં? આ 3 ખેલાડી ટીમ ઇન્ડિયાના ટી 20 ટીમના કેપ્ટન બનવાના દાવેદાર

સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપ જોખમમાં? આ 3 ખેલાડી ટીમ ઇન્ડિયાના ટી 20 ટીમના કેપ્ટન બનવાના દાવેદાર

09:23 PM May 09, 2026 Gujju News Channel Share on WhatsApp

સૂર્યકુમાર યાદવની વધતી ઉંમર અને કંગાળ બેટીંગ ફોર્મના કારણે વિકલ્પોની શોધ શરુ કરી દીધી છે. હવે ભારતીય ટીમના નવા ટી-20 કેપ્ટન તરીકે 3 નામ સૌથી આગળ છે. ચાલો ભારતીય ટીમમાં કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવના સ્થાને ત્રણ દાવેદારોની વાત કરીએ



Team India T20 Captain : ભારતીય ટીમે તાજેતરમાં સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સી હેઠળ ટી20 વર્લ્ડ કપ 2026નું ટાઈટલ જીત્યું હતું. હવે ભારતીય ટીમનું વિઝન 2028નો ટી-20 વર્લ્ડ કપ અને લોસ એન્જલસ ઓલિમ્પિકનું છે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને સૂર્યકુમાર યાદવની વધતી ઉંમર અને કંગાળ બેટીંગ ફોર્મના કારણે વિકલ્પોની શોધ શરુ કરી દીધી છે. હવે ભારતીય ટીમના નવા ટી-20 કેપ્ટન તરીકે 3 નામ સૌથી આગળ છે. ચાલો ભારતીય ટીમમાં કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવના સ્થાને ત્રણ દાવેદારોની વાત કરીએ.


► શ્રેયસ ઐયર


શ્રેયસ ઐયરના નામની ચર્ચા એવી છે કે આઇપીએલમાં કેપ્ટન તરીકેનો સતત સફળતા દર અને બેટીંગ પર્ફોમન્સ જોતા તેને ટીમ ઈન્ડિયાનો આગામી ટી-20નો કેપ્ટન બનાવી શકાય છે. શ્રેયસ ભારતની વન ડે ટીમનો વાઈસ કેપ્ટન પણ છે. તેણે આઇપીએલમાં પહેલી વખત દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ કરી હતી અને ટીમને ફાઈનલમાં પહોંચાડી હતી. ત્યારબાદ તેણે કેકેઆરને ચેમ્પિયન બનાવ્યું હતું. આ પછી 2025માં પંજાબ કિંગ્સને ફાઇનલમાં પહોંચાડ્યું હતું અને 2026 માં પ્લેઓફમાં પ્રવેશ મેળવવા માટે પ્રબળ દાવેદાર છે. તેણે આઇપીએલમાં અત્યાર સુધી 97 મેચમાં કેપ્ટનશિપ કરી છે અને 54 મેચ જીતી છે. તેની જીતની ટકાવારી લગભગ 59 છે.


► સંજુ સેમસન


જો આપણે ટી20 વર્લ્ડ કપ 2026ની વાત કરીએ તો પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ સંજુ સેમસન તેનો સૌથી મોટા હીરો હતા. તે પછી વર્તમાન આઈપીએલ 2026માં સંજુએ પ્રથમ 10 મેચમાં 400 થી વધુ રન બનાવ્યા છે. તેના બેટીંગ ફોર્મ અને લાંબા સમય સુધી રાજસ્થાન રોયલ્સ તરફથી કેપ્ટનશિપ કરવાનો અનુભવ જોતા હવે તેને પસંદગીકારોની પ્રથમ પસંદગી તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. અગાઉ ઐયર અંગે તીવ્ર ચર્ચા ચાલી રહી હતી, પણ હવે સંજુને આગામી ભારતીય ટી-20 કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો છે. સંજુના કેપ્ટન્સી રેકોર્ડની વાત કરીએ તો તેણે આઈપીએલમાં 2021 થી 2025 દરમિયાન 67 મેચમાં રાજસ્થાનની કેપ્ટનશિપ કરી હતી અને ટીમને 33 જીત અપાવી હતી. રાજસ્થાન 2022માં તેની કેપ્ટન્સી હેઠળ રનર્સઅપ રહ્યું હતુ અને 2024માં પ્લે ઓફમાં પ્રવેશ્યું હતુ.


► ઇશાન કિશન


જ્યારથી ઈશાન કિશને વાપસી કરી છે ત્યારથી તેની બેટિંગ તેમજ નેતૃત્વ કૌશલ્ય ચર્ચાનો વિષય બની રહ્યો છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તેણે પોતાની કેપ્ટન્સી હેઠળ શાનદાર દેખાવ કરીને ઝારખંડને પહેલી વખત ચેમ્પિયન બનાવ્યું હતુ. તે પછી આઈપીએલ 2026માં પણ પેટ કમિન્સની ગેરહાજરીમાં ઇશાને પદ સંભાળ્યું અને આજે ટીમ તેના નેતૃત્વ અને બેટિંગ બંનેના યોગદાન સાથે ટોચ પર છે. તેથી ઈશાન પણ સૂર્યાના સ્થાને કેપ્ટન્સી માટે ત્રીજો દાવેદાર બની શકે છે. તે યુવાન છે અને લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયાને ટી20માં સફળ લીડર મળી શકે છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Team India T20 Captain future 

 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 09-07-2026
  • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel
  • દેશભરમાં વરસાદનો કહેર! મુંબઈથી વાયનાડ સુધી જળબંબાકાર, ભૂસ્ખલન અને રસ્તા ધસી પડતા હાહાકાર, IMDનું ભારે વરસાદનું એલર્ટ
    • 07-07-2026
    • Admin
  • આજનું રાશિફળ, 8 જુલાઈ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-07-2026
    • Admin
  • શેરબજારમાં કમાણીની મોટી તક! આ દારૂ બનાવતી કંપનીનો IPO ટૂંક સમયમાં થશે લોન્ચ
    • 02-07-2026
    • Gujju News Channel
  • Small Savings પર સરકારની મોટી જાહેરાત! હવે આ યોજનામાં મળશે સૌથી વધુ વ્યાજ
    • 30-06-2026
    • Gujju News Channel
  • SEBI પાસે Zerodhaની મોટી અરજી, શેરબજારમાં મચી ખળભળાટ!
    • 29-06-2026
    • Admin
  • 1 જુલાઈથી વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
    • 29-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 30 જુન 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2026
    • Gujju News Channel
  • Jagannath Rath Yatra 2026: 29 જૂને સ્નાન પૂર્ણિમાથી થશે પવિત્ર શરૂઆત, ભગવાન જગન્નાથ, બલભદ્ર અને બહેન સુભદ્રાનું થશે પવિત્ર સ્નાન, જાણો પરંપરા
    • 28-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us