• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • રાજકારણ
  • તમિલનાડુ : વિજયને આખરે મળી ગઇ બહુમત, કોંગ્રેસ સહિત આ દળોએ આપ્યું સમર્થન, રાજ્યપાલે સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું

તમિલનાડુ : વિજયને આખરે મળી ગઇ બહુમત, કોંગ્રેસ સહિત આ દળોએ આપ્યું સમર્થન, રાજ્યપાલે સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું

09:29 PM May 08, 2026 Gujju News Channel Share on WhatsApp

Tamil Nadu Government Formation Updates : તમિલનાડુમાં અભિનેતામાંથી રાજકારણી બનેલા જોસેફ વિજયે બહુમતનો આંકડો પાર કરી લીધો છે. વિજયે ફરી એક વખત રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર સાથે મુલાકાત કરી હતી અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો



Tamil Nadu Government Formation Updates : તમિલનાડુમાં ટીવીકેની નવી સરકારની રચનામાં આખરે અવરોધ દૂર થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ઘણા સંઘર્ષ બાદ અભિનેતામાંથી રાજકારણી બનેલા જોસેફ વિજયે બહુમતનો આંકડો પાર કરી લીધો છે. વિજયે ફરી એક વખત રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર સાથે મુલાકાત કરી હતી અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. રાજ્યપાલે સરકાર બનાવવા આમંત્રણ પાઠવ્યું છે. શનિવારે વિજય શપશ લેશે. આ પહેલા વિજય બુધવાર અને ગુરુવારે રાજ્યપાલને મળ્યા હતા, ત્યારબાદ રાજ્યપાલે તેમને બહુમતી મેળવવા કહ્યું હતું અને તેમને પાછા મોકલી દીધા હતા. આ પછી ટીવીકેના કાર્યકરોએ લોકભવન સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.


► ટીવીકેને કઇ-કઇ પાર્ટીએ સમર્થન આપ્યું?


છેવટે વિજયે બહુમતી સાબિત કરવાના જાદુઈ આંકડાને પાર કર્યો છે. વિજયની પાર્ટીને કોંગ્રેસ સિવાય વીસીકે, સીપીઈ, સીપીઆઈ (એમ) દ્વારા સમર્થન મળ્યું છે. આ પક્ષોના બે-બે ધારાસભ્યો છે એટલે કે તેમને 6 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે. સીપીઆઈ, સીપીઆઈ (એમ) અને વીસીકેને પાર્ટીનું સમર્થન હોવાના અહેવાલો વચ્ચે ટીવીકેના કાર્યકરો અને સમર્થકોએ ચેન્નઈમાં પાર્ટી હેડક્વાર્ટરની બહાર ઉજવણી કરી હતી.


► ટીવીકેને 118 ધારાસભ્યોનું સમર્થન


ટીવીકેના નેતા કામરાજે પુષ્ટિ કરતા કહ્યું કે ટીવીકેને પૂર્ણ બહુમતી મળવાની છે. વિજય સાંજે રાજ્યપાલને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. અમને એ જોઈને ખૂબ આનંદ થાય છે કે સીપીઆઈ, સીપીઆઈ (એમ) અને વીસીકેએ સરકાર બનાવવા અને વિજયને તામિલનાડુના મુખ્યમંત્રી બનાવવા માટે લોકોના જનાદેશનો સ્વીકાર કર્યો છે. હવે ટીવીકે પાસે પોતાના 107 ધારાસભ્ય અને કોંગ્રેસના 6 ધારાસભ્યો સિવાય  વીસીકેના 2, સીપીઆઈના 2 અને સીપીઆઈ (એમ)ના 2 ધારાસભ્યોનું સમર્થન છે. એટલે કે હવે તેને 118 ધારાસભ્યોનું સમર્થન છે.


► ટીવીકે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી


234 સભ્યોની તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી 23 એપ્રિલે યોજાઈ હતી અને 4 મેના પરિણામોમાં ટીવીકેએ તેના તમામ હરીફોને પાછળ છોડી દીધા હતા અને 108 બેઠકો જીતી હતી. આ ચૂંટણીમાં વિજયે પેરામ્બુર અને તિરુચિરાપલ્લી (પૂર્વ) બેઠક પર જીત મેળવી હતી. એટલે કે તેમણે એક સીટ છોડવી પડશે. એમકે સ્ટાલિનની ડીએમકેને 59, એઆઈએડીએમકેને 47, કોંગ્રેસને 5, પીએમકેને 4, આઈયુએમએલ, સીપીઆઈ, સીપીઆઈ (એમ), વીએસકેને 2-2 સીટ અને ભાજપને 1 બેઠક મળી હતી.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Tamil Nadu Government Formation Updates



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ધરતીપુત્રો સાવધાન! આજથી આ રાજ્યોમાં તોફાન સાથે વરસાદનું એલર્ટ

  • 08-05-2026
  • Gujju News Channel
  • તમિલનાડુ : વિજયને આખરે મળી ગઇ બહુમત, કોંગ્રેસ સહિત આ દળોએ આપ્યું સમર્થન, રાજ્યપાલે સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું
    • 08-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 મે 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-05-2026
    • Gujju News Channel
  • રાજ્યપાલે પશ્ચિમ બંગાળ વિધાનસભા ભંગ કરી, મમતા બેનર્જીએ સીએમ પદેથી રાજીનામું આપ્યું નથી
    • 07-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 મે 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-05-2026
    • Gujju News Channel
  • ક્રુડ ઓઈલના ભાવ ઘટતા પેટ્રોલ-ડીઝલથી લઈને LPGમાં મળશે રાહત, સોના-ચાંદીના ભાવ વધવાની સંભાવના
    • 06-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 7 મે 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 06-05-2026
    • Gujju News Channel
  • IPL 2026માં પ્લેઓફમાં પહોંચવા માટે કઈ ટીમને કેટલી જીતની જરૂર છે? જાણો સંપૂર્ણ સમીકરણ
    • 05-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 6 મે 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 05-05-2026
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર, મોંઘવારી ભથ્થામાં ૨% વધારો
    • 04-05-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us