સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો થયો છે. મોંઘવારી ભથ્થુ 58 ટકાથી વધીને 60 ટકા થયું છે.
રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યના નાણા વિભાગ દ્વારા લેવાયેલા તાજેતરના ઠરાવ મુજબ, મોંઘવારી ભથ્થામાં ૨ ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે.

નવી જાહેરાત મુજબ, મોંઘવારી ભથ્થું હાલના ૫૮ ટકાથી વધીને હવે ૬૦ ટકા થશે. આ વધારો ૧ જાન્યુઆરી ૨૦૨૬થી લાગુ માનવામાં આવશે, જેના કારણે કર્મચારીઓ અને પેન્શનરોને આર્થિક રાહત મળશે. મહત્વની બાબત એ છે કે જાન્યુઆરીથી લાગુ થયેલા આ વધારાનો તફાવત (એરિયર) કર્મચારીઓ અને પેન્શનરોને જૂન માસના પગારમાં ચૂકવવામાં આવશે. આથી એકમૂષ્ટ રકમ મળવાથી કર્મચારીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
રાજ્ય સરકારનો આ નિર્ણય વધતી મોંઘવારી વચ્ચે કર્મચારીઓ અને પેન્શનરોને સહાયરૂપ બનશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. નાણા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ ઠરાવ મુજબ, તમામ સંબંધિત વિભાગોને આ અમલ માટે સૂચનાઓ આપવામાં આવી છે. આ જાહેરાતને પગલે રાજ્યભરના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને સીધો લાભ મળશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , રાજ્યના કર્મચારી અને પેન્શરના મોંઘવારી ભથ્થું હાલના ૫૮ ટકાથી વધીને હવે ૬૦ ટકા - 2 Percantage Increase In Dearness Allowance For Government Employees And Pensioners
