આખા રાજ્યમાં આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે આજે દિવસ દરમિયાન ગરમીનું પ્રમાણ વધુ રહેવાની આગાહી કરવામાં આવી છે. આજે ગુજરાતના અનેક વિસ્તારમાં 44 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે.
Gujarat Election 2026 Heatwave : ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મહત્વપૂર્ણ દિવસ છે. જ્યાં એકતરફ રાજ્યભરમાં મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈને સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે અને આ માટે શહેરોથી લઈને ગામડાઓ સુધી મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો પોતાના વિસ્તારના વિકાસ માટે યોગ્ય પ્રતિનિધિ પસંદ કરવા મતદાન મથકો પર પહોંચી રહ્યા છે. લોકશાહીના આ તહેવારમાં દરેક નાગરિકનો મત ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે અને વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે તંત્ર તેમજ રાજકીય પક્ષો દ્વારા ખાસ પ્રયાસો કરવામાં આવ્યા છે.
આજે રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. જેમાં અનેક વિસ્તારોમાં તાપમાન 43 થી 44 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. આવી ગરમી વચ્ચે મતદાન કરવું મતદારો માટે પડકારજનક બની શકે છે. છતાં પણ મતદારોમાં ઉત્સાહ ઓછો થયો નથી. ગરમીના કારણે મતદાન પર અસર ન પડે તે માટે રાજકીય પક્ષોએ ખાસ આયોજન કર્યું છે અને સવારે 11 વાગ્યા સુધી વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદારોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. મતદાન મથકો પર છાંયો, પંખા, પીવાનું પાણી અને ORS જેવી જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આટલું જ નહીં પણ મતદારો પણ ગરમીની અસરથી બચવા માટે થઈને સવારના 7 વાગ્યાથી મતદાન કરવા માટે મતદાન મથકો પર પહોંચ્યા છે.
તંત્ર દ્વારા મતદારોને ખાસ અપીલ કરવામાં આવી છે કે તેઓ કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને વહેલી સવારમાં જ મતદાન કરે. આથી ગરમીથી બચી શકાય અને સરળતાથી મતદાન કરી શકાય. ચૂંટણી માત્ર એક ફરજ નહીં પરંતુ અધિકાર પણ છે. જે લોકશાહી મજબૂત બનાવે છે. દરેક મતદારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતાના વિસ્તારના ભવિષ્ય માટે યોગ્ય નિર્ણય લેવો જરૂરી છે. રાજ્યભરમાં શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. જેથી મતદાન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થાય.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat Election 2026 Heatwave - Gujarat News Gujarat Voting Heatwave Local Body Elections 2026
