Gujarat Weather : કાળઝાળ ગરમીથી રાજ્યના અનેક શહેરોમાં હિટ વેવ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
Hot Weather In Gujarat : ગુજરાતમાં ગરમીનો પારો સતત ઉચકાઇ રહ્યો છે જેને લઇ લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોચી ગયું છે. 7 દિવસ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. રાજકોટમાં સૌથી વધુ 43 ડિગ્રી તાપમાન નોધાયુ છે. હવામાન વિભાગ પ્રમાણે તાપમાનમાં આગામી દિવસોમાં ધીમે ધીમે બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે.
રાજ્યમાં આગ ઓકતી ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 7 દિવસ ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયુ છે. તાપમાન 43 ડિગ્રીને પાર થવાની સંભાવના છે. અમદાવાદ-ગાંધીનગર સહિત 6 શહેરમાં તાપમાન 40°Cને પાર થયુ છે. બુધવારે અમદાવાદમાં 40.8, અમરેલીમાં 40.7, સુરેન્દ્રનગરમાં 40.5, ગાંધીનગરમાં 40.2 ડિગ્રી, સુરતમાં 39.8, વડોદરામાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આવતીકાલથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે, કાળઝાળ ગરમીથી રાજ્યના અનેક શહેરોમાં હિટ વેવ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. કાળઝાળ ગરમીથી રાજ્યના નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે.

હવામાન વિભાગ અમદાવાદના જણાવ્યા પ્રમાણે અમદાવાદ શહેર માટે સાત દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દિવસોમાં અમદાવાદનું તાપમાન 43 ડિગ્રી સુધી જવાની શક્યતા છે. 26મી તારીખે 43 ડિગ્રી સુધી મહત્તમ તાપમાન રહેવાની આગાહી છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Hot Weather In Gujarat - Weather Update in Gujarat
