• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • Rupee Record Low : રૂપિયામાં ઐતિહાસિક કડાકો, 1 ડોલરનો ભાવ ₹ 95 બોલાયો, જાણો કારણ અને અસર

Rupee Record Low : રૂપિયામાં ઐતિહાસિક કડાકો, 1 ડોલરનો ભાવ ₹ 95 બોલાયો, જાણો કારણ અને અસર

09:56 PM March 30, 2026 Gujju News Channel Share on WhatsApp

Rupee All Time Low Against Dollar: ડોલર સામે રૂપિયો ઇતિહાસમાં પહેલીવાર 95 નીચે બોલાયો છે. આ સાથે માર્ચ મહિનામાં ડોલર સામે રૂપિયો 4 ટકા તૂટ્યો છે, તો વર્ષ 2026માં અત્યાર સુધી 10 ટકા મૂલ્ય ઘટ્યું છે. જાણો રૂપિયામાં ઘટાડાના કારણ અને અસર



Dollar VS Rupee Record Low, Reason And Impact : શેરબજારમાં કડાકા સાથે ડોલર સામે રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો નોંધાયો અને ઇતિહાસમાં પહેલીવાર 95 સપાટી નીચે બંધ થયો છે. આજે ડોલર સામે રૂપિયો ઓલટાઇમ લો 95.14 બંધ થયો છે. આ સાથે રૂપિયો એશિયાનો સૌથી ખરાબ દેખાવ કરનાર ચલણ બની ગયું છે.  રૂપિયાના મૂલ્યમાં ધોવાથી ભારત માટે મોટી મુશ્કેલી સર્જાઇ છે. 


► ડોલર સામે રૂપિયા પહેલીવાર 95 નીચે બંધ


આજેઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ પર ડોલર સામે રૂપિયો મોટા ઉછાળે ખુલ્યો હતો. આજે ડોલર સામે રૂપિયો 123 પૈસા વધીને 93.62 ખુલ્યો હતો. ટકાવારીની રીત રૂપિયો 1.3 ટકા મજબૂત થયો છે. જ્યારે ગત શુક્રવારે ડોલર સામે રૂપિયો 94.81 ઐતિહાસિક નીચી સપાટીએ બંધ થયો હતો. આજે સેશનની શરૂઆતમાં રૂપિયો વધીને 93.57 સુધી મજબૂત થયો હતો. જો કે શેરબજાર કડાકો અને વિદેશી રોકાણકારોની વેચવાલીના દબાણથી રૂપિયામાં આરંભિક ઉછાળો ધોવાઇ ગયો અને ભારતીય ચલણમાં ઐતિહાસિક ઘટાડો આવ્યો. આજે ડોલર સામે રૂપિયો 88 પૈસા ઘટીને ઇતિહાસમાં પહેલીવાર 95 નીચે ગયો. ટ્રેડિંગ સેશન દરમિયાન રૂપિયો 95.58 સુધી બોલાયો હતો, જે ઐતિહાસિક નીચો ભાવ છે. દિવસના કામકાજના અંતે ડોલર સામે રુપિયો 94.78 બંધ થયો હતો. માર્ચ મહિનામાં ડોલર સામે રૂપિયો 4 ટકા તૂટ્યો છે, તો વર્ષ 2026માં અત્યાર સુધી 10 ટકા મૂલ્ય ઘટ્યું છે. 


► રૂપિયામાં ધોવાણ રોકવા RBI ના નિયમ બેઅસર રહ્યા


ડોલર સામે રૂપિયો ઘટતો રોકવા RBIએ નવા નિયમ લાગુ કર્યા હતા, જો કે કમનસીબે આ નિયમ પણ બેઅસર સાબિત થયા છે.  RBI એ નિર્દેશ આપ્યો છે કે,  બેંક ખાતરી કરે કે, દરેક કામકાજના દિવસના અંતે ઓનશોર ડિલિવરેબલ માર્કેટમાં તેમની નેટ ઓપન રૂપિયાની પોઝિશન 100 મિલિયન ડોલરથી વધુ ન હોય. 


► ડોલર સામે રૂપિયામાં ઘટાડાના કારણ


• ઈઝરાયલ ઇરાન યુદ્ધથી વૈશ્વિક આર્થિક અસ્થિરતા

• ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો

• ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોની સતત વેચવાલી

• ફોકેક્સ માર્કેટમાં યુએસ ડોલર મજબૂત થવો

• આયાતકારો દ્વારા ડોલરની સતત ખરીદી


► ડોલર સામે રૂપિયામાં ઘટાડાની અસર


• ક્રૂડ ઓઇલનો આયાત ખર્ચ વધતા પેટ્રોલ ડીઝલ, ગેસ મોંઘુ થશે

• સોના ચાંદીના ભાવ વધશે

• વિદેશમાંથી કોઇ પણ વસ્તુની આયાત કરવી મોંઘી થશે

• વિદેશી અભ્યાસ અને ફોરેન ટુરનો ખર્ચ વધશે

• ભારતની રાજકોષીય ખાધ વધશે 


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Dollar VS Rupee Record Low, Reason And Impact



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Rupee Record Low : રૂપિયામાં ઐતિહાસિક કડાકો, 1 ડોલરનો ભાવ ₹ 95 બોલાયો, જાણો કારણ અને અસર

  • 30-03-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 31 માર્ચ 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-03-2026
    • Gujju News Channel
  • યુદ્ધના પડઘા અને નબળો રૂપિયો, ડોલર સામે 94.85ની સૌથી નીચી સપાટીએ પહોંચ્યું ભારતીય ચલણ
    • 28-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 માર્ચ 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-03-2026
    • Gujju News Channel
  • મિડલ ઇસ્ટ તણાવ વચ્ચે 200 ડોલર સુધી પહોચશે ક્રૂડ ઓઇલ?, નવી ચેતવણીથી વૈશ્વિક બજારોમાં હડકંપ
    • 27-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 માર્ચ 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-03-2026
    • Gujju News Channel
  • IPL 2026: બીજા ફેઝનું શેડ્યૂલ થયું જાહેર, 12 શહેરોમાં રમાશે તમામ મેચ; પ્લેઓફ અને ફાઈનલની તારીખ જાહેર ન કરી
    • 26-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 માર્ચ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-03-2026
    • Gujju News Channel
  • અમરેલીમાં કેજરીવાલની મોટી જાહેરાત, "ગુજરાતમાં 'આપ' ની સરકાર બની તો મહિલાઓના ખાતામાં આપીશું રૂ.1000"
    • 25-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 માર્ચ 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us