IPL Schedule 2026 : આઈપીએલ 2026 ના પ્રથમ તબક્કાના કાર્યક્રમની બુધવારે જાહેરાત કરવામાં આવી છે. 28 માર્ચે રમાનાર પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે
2026 IPL Schedule : આઈપીએલ 2026 ના પ્રથમ તબક્કાના કાર્યક્રમની બુધવારે જાહેરાત કરવામાં આવી છે. 28 માર્ચે રમાનાર પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. આ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે. આઈપીએલ 2026 ના પ્રથમ તબક્કામાં બે ડબલ હેડર સહિત કુલ 20 મેચોની જાહેરાત કરવામાં આવી રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ 29 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ચેન્નાઈ સુપર કિંગ્સ ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે . આઈપીએલ 2025 ની ફાઇનલિસ્ટ પંજાબ કિંગ્સ મુલ્લાનપુરમાં તેમની પ્રથમ મેચમાં ગુજરાત જાયન્ટ્સ સામે ટકરાશે.
બીસીસીઆઈએ જાહેરાત કરી છે કે આઈપીએલ 2026નો સંપૂર્ણ કાર્યક્રમ ચૂંટણીની તારીખો પછી જાહેર કરવામાં આવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ સમયગાળા દરમિયાન ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની હોવાથી, ચૂંટણીની તારીખો જાહેર થયા પછી ટૂર્નામેન્ટનું સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. સિઝન દરમિયાન આરસીબી બેંગલુરુમાં પાંચ અને રાયપુરમાં બે ઘરેલું મેચ રમશે. પંજાબ કિંગ્સ નવા ચંદીગઢમાં ચાર અને ધર્મશાળામાં ત્રણ ઘરેલું મેચ રમશે. જ્યારે રાજસ્થાન રોયલ્સ ગુવાહાટીમાં ત્રણ અને જયપુરમાં ચાર ઘરેલું મેચ રમશે.
| મેચ નં. | તારીખ | દિવસ | મેચ | સ્થળ |
| 1 | 28 માર્ચ | શનિ | રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વિ સનરાઈઝર્સ હૈદરાબાદ | બેંગલુરુ |
| 2 | 29 માર્ચ | રવિ | મુંબઈ ઈન્ડિયન્સ વિ કોલકાતા નાઈટ રાઈડર્સ | મુંબઈ |
| 3 | 30 માર્ચ | સોમ | રાજસ્થાન રોયલ્સ વિ ચેન્નઈ સુપર કિંગ્સ | ગુવાહાટી |
| 4 | 31 માર્ચ | મંગળ | પંજાબ કિંગ્સ વિ ગુજરાત ટાઇટન્સ | મુલ્લાનપુર |
| 5 | 1 એપ્રિલ | બુધ | લખનૌ સુપર જાયન્ટ્સ વિ દિલ્હી કેપિટલ્સ | લખનૌ |
| 6 | 2 એપ્રિલ | ગુરુ | કોલકાતા નાઈટ રાઈડર્સ વિ સનરાઈઝર્સ હૈદરાબાદ | કોલકાતા |
| 7 | 3 એપ્રિલ | શુક્ર | ચેન્નાઈ સુપર કિંગ્સ વિ પંજાબ કિંગ્સ | ચેન્નાઈ |
| 8 | 4 એપ્રિલ | શનિ | દિલ્હી કેપિટલ્સ વિ મુંબઈ ઇન્ડિયન્સ | દિલ્હી |
| 9 | 4 એપ્રિલ | શનિ | ગુજરાત ટાઇટન્સ વિ રાજસ્થાન રોયલ્સ | અમદાવાદ |
| 10 | 5 એપ્રિલ | રવિ | સનરાઇઝર્સ હૈદરાબાદ વિ લખનૌ સુપર જાયન્ટ્સ | હૈદરાબાદ |
| 11 | 5 એપ્રિલ | રવિ | રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વિ ચેન્નઈ સુપર કિંગ્સ | બેંગલુરુ |
| 12 | 6 એપ્રિલ | સોમ | કોલકાતા નાઈટ રાઈડર્સ વિ પંજાબ કિંગ્સ | કોલકાતા |
| 13 | 7 એપ્રિલ | મંગળ | રાજસ્થાન રોયલ્સ વિ મુંબઈ ઇન્ડિયન્સ | ગુવાહાટી |
| 14 | 8 એપ્રિલ | બુધ | દિલ્હી કેપિટલ્સ વિ ગુજરાત ટાઇટન્સ | દિલ્હી |
| 15 | 9 એપ્રિલ | ગુરુ | કોલકાતા નાઈટ રાઈડર્સ વિ લખનૌ સુપર જાયન્ટ્સ | કોલકાતા |
| 16 | 10 એપ્રિલ | શુક્ર | રાજસ્થાન રોયલ્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ | ગુવાહાટી |
| 17 | 11 એપ્રિલ | શનિ | પંજાબ કિંગ્સ વિ સનરાઇઝર્સ હૈદરાબાદ | મુલ્લાનપુર |
| 18 | 11 એપ્રિલ | શનિ | ચેન્નઈ સુપર કિંગ્સ વિ દિલ્હી કેપિટલ્સ | ચેન્નાઈ |
| 19 | 12 એપ્રિલ | રવિ | લખનૌ સુપર જાયન્ટ્સ વિ ગુજરાત ટાઇટન્સ | લખનૌ |
| 20 | 12 એપ્રિલ | રવિ | મુંબઈ ઈન્ડિયન્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ | મુંબઈ |
આ કાર્યક્રમ પ્રમાણે અમદાવાદમાં 4 એપ્રિલના રોજ મેચ રમાશે. હાલમાં અમદાવાદમાં એક જ મેચનો કાર્યક્રમ જાહેર કરાયો છે. 4 એપ્રિલે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Sports News In Gujarati - ipl News In Gujarati - 2026 IPL Schedule
