T20 વર્લ્ડ કપ 2026ની બીજી સેમિફાઇનલ મેચ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. મેદાન પર પ્રેક્ટિસ દરમિયાન ભારતીય ટીમનો મુખ્ય કોચ ગૌતમ ગંભીર પિચની સ્થિતિ જોઈને નારાજ થયો હોવાનું સોશિયલ મીડિયા પર વાયરલ ફોટામાં સ્પષ્ટ થયું છે, જે ક્રિકેટ ચાહકોમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે.
ICC Cricket Breaking T20 World Cup Ind vs Eng Semi Final Gautam Gambhir Upset With Pitch : ક્રિકેટમાં પિચનું વિશેષ મહત્વ હોય છે. મોટી મેચ પહેલા પિચની સ્થિતિને ધ્યાનમાં રાખીને રમત માટે તૈયારી કરવામાં આવે છે. 2026 T20 વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે, અને પિચની પહેલી ઝલક સામે આવતાં જ ચર્ચા શરૂ થઈ ગઈ છે. ગૌતમ ગંભીરના અભિગમને લઈને વાતાવરણ ગરમાયું છે.
સોશિયલ મીડિયા પર વાયરલ ફોટામાં ભારતીય ટીમનો મુખ્ય કોચ ગૌતમ ગંભીર ક્યુરેટર સાથે ચર્ચા કરતો દેખાય છે. આ દરમિયાન તે ગુસ્સામાં લાગી રહ્યો હતો. વાનખેડેની પિચ લીલા ઘાસથી ઢંકાયેલી છે, જે ફાસ્ટ બોલર્સને મદદ કરી શકે છે. આથી પાવરપ્લે અને મેચની શરૂઆતમાં બોલરોની પ્રભુત્વ રહેવાની શક્યતા વધુ છે.
ભારતીય ટીમે 3 માર્ચના રોજ વાનખેડેમાં પ્રેક્ટિસ કરી હતી. પ્રેક્ટિસ સેશન દરમિયાન ગૌતમ ગંભીરે પિચની સ્થિતિની તપાસવા માટે ક્યુરેટર સાથે મુલાકાત કરી હતી. તેની ચિંતાઓ અને નારાજગી પિચની વર્તમાન સ્થિતિને લઈને હતી. આ સેશન ભારતીય ટીમ માટે મહત્વપૂર્ણ હતો, કારણ કે પિચનું વિશ્લેષણ મેચની યોજના માટે મદદરૂપ સાબિત થાય છે.
ઈંગ્લેન્ડ માટે પણ આ પિચ પડકારરૂપ થઈ શકે છે. વાનખેડે સામાન્ય રીતે બેટ્સમેન માટે અનુકૂળ છે, પરંતુ લીલા ઘાસના સ્તરથી ફાસ્ટ બોલર્સને વધુ મદદ મળશે. ઈંગ્લેન્ડની ટીમમાં મજબૂત અને અનુભવી ખેલાડીઓ છે, જેમણે IPLમાં ઘણી મેચ અહીં રમી છે. આ જ કારણે ઈંગ્લેન્ડ અને ભારત બંને ટીમને પાવરપ્લેમાં બેટિંગમાં પડકારનો સામનો કરવો પડી શકે છે.
ભારતીય ટીમ પિચનું વિશ્લેષણ કરીને પ્લેઈંગ 11 નક્કી કરશે અને બેટિંગ ડેપ્થને મજબૂત રાખશે. જો ભારત પહેલા બેટિંગ કરે, તો મોટો સ્કોર બનાવવા માટે ખેલાડીઓએ પોતાની વ્યૂહરચના પર ધ્યાન આપવું પડશે. ગૌતમ ગંભીરના ગુસ્સે ભરેલા અભિગમ અને પિચ પર ધ્યાન કેન્દ્રિત કરવું ટીમ માટે સેમિફાઇનલમાં મહત્વપૂર્ણ બની જશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - ICC Cricket Breaking T20 World Cup Ind vs Eng Semi Final Gautam Gambhir Upset With Pitch
🚨 COACH GAUTAM GAMBHIR IS LOOKING UNHAPPY WITH WANKHEDE STADIUM PITCH 🚨
— Anant (@ImAnant_45) March 4, 2026
- Indian coach is looking furious with the pitch for Semifinal match of England vs India.
- Phil Salt and Jos Buttler mostly play cricket on these types of pitch. pic.twitter.com/tWoCN3Z8cJ
