Gujarat Budget 2026 Announcement: ગુજરાત બજેટ 2026માં રાજ્યના વિકાસ અને પ્રજાની સુખાકારી માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત કોમન વેલ્થ ગેમ્સ 2030 અને પ્રસ્તાવિત ઓલિમ્પિક 2036 માટે અમદાવાદમાં રમતગમતનું માળખું વિકસાવવા જંગી રોકાણ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
Gujarat Budget 2026 Big Announcement : ગુજરાત બજેટ 2026માં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યના વિકાસ, વેપાર ઉદ્યોગ ધંધાની પ્રગતિ તેમજ ખેડૂત કલ્યાણ અને સામાજીક સુખાકારી માટે મહત્વપૂર્ણ ઘોષણા કરવામાં આવી છ. રાજ્યના નાના ઔદ્યોગિક એકમો માટે આર્થિક સહાય અને જીએસઆઈડીને સ્માર્ટ બનાવવા કરોડો રૂપિયાની ફાળવણી કરાઇ છે. ઉપરાંત કોમન વેલ્થ ગેમ્સ 2030 અને પ્રસ્તાવિત ઓલિમ્પિક 2036 માટે અમદાવાદમાં રમતગમતનું માળખું વિકસાવવા જંગી રોકાણ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ એ નાણાકીય વર્ષ 2026-27 માટે ₹ 4 લાખ 8 હજાર 53 કરોડનું (₹ 4,08,053 કરોડ)નું વિક્રમી અંદાજપત્ર રજૂ કર્યું છે. જ્યારે ગત વર્ષનું બજેટ 3.70 લાખ કરોડ રૂપિયાનું હતું. આમ ગુજરાતના બજેટનું કુલ કદ 10 ટકા જેટલું વધ્યું છે.
ગુજરાત બજેટ 2026 ભાષણમાં નાણામંત્રી કનુભાઈ દેસાઇએ કહ્યું કે, વર્ષ 2026 ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવશે. નોંધનિય છે કે, તાજેતરમાં સોમનાથ મંદિર પર વિધર્મી આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થતા સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી ચાલી રહી છે.
ગુજરાતમાં અંડરગ્રાઉન્ડ કોલ ગેસિફિકેશન પદ્ધતિથી લિગ્નાઇટ માંથી ગેસનું ઉત્પાદન કરવાની યોજના છે. જેનાથી પ્રદૂષણની સમસ્યા ઓછી થશે. આ પ્રોજેક્ટ માટે બજેટમાં 300 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઇ છે.
રાજ્યના શહેરી વિસ્તારોમાં હયાત ઓવરહેડ વીજ લાઇનોને અંડરરાઉન્ડ કેબલમાં રૂપાંતર કરવા 'ગુજરાત - વાયર ફ્રી સિટી મિશન' અંતર્ગત 500 કરોડ રૂપિયાની ફાળવણી કરવાની ઘોષણા થઇ છે.
ગુજરાત બજટ 2026માં રાજ્યના પોલીસ કર્મચારીઓ માટે નવા 20444 મકાનોનું નિર્માણ કરવાની ઘોષણા થઇ છે. નવા મકાનોના બાંધકામ માટે ₹ 1571 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
ગુજરાત બજેટ 2026માં દાહોદ જિલ્લાના ઝાલોદ અને ગરબાડા તાલુકામાં બે તથા અરવલ્લી જિલ્લા સહિતના અન્ય જિલ્લાઓમાં ત્રણ એમ પાંચ નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવાની જાહેરાત થઇ છે. ઉપરાંત રાજ્યની 25 જીઆઈડીસી ને આધુનિક ટેકનોલોજીથી સ્માર્ટ બનાવવામાં આવશે.
ગુજરાત બજેટ 2026માં સમયસર ચુકવણી કરનાર કિસાન ક્રેડિટ કાર્ડના લાભાર્થીઓને ₹3 લાખ સુધી ઝીરો ટકા વ્યાજે પાક ધિરાણ આપવા માટે ₹1539 કરોડની જોગવાઇ છે. ઉપરાંત ખાતેદાર ખેડૂતોના આકસ્મિક મૃત્યુ/કાયમી અપંગતાના કિસ્સામાં ₹4 લાખ સુધીનું વીમા રક્ષણ આપવા ₹146 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
બજેટ 2026માં રક્ષા શક્તિ સ્કૂલ શરૂ કરવા અને આશરે 1328 વિદ્યાર્થીઓને લાભ આપવા ₹18 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના માળખાગત સુધારણા માટે ₹3055 કરોડ અને નમો લક્ષ્મી યોજના માટે ₹1250 કરોડની જોગવાઇ છે.
ગુજરાત બજેટ 2026માં અમદાવાદ અને સુરત મેટ્રો વિસ્તરણ સહિત ગુજરાત મેટ્રો રેલ પ્રોજેકટ માટે ₹2217 કરોડની જોગવાઇ છે. ગુજરાત હાઇ સ્પીડ કોરિડોર માટે 800 કરોડ રૂપિયાના રોકાણથી નેક્સ્ટ જનરેશન કનેક્ટિવિટીનું નિર્માણ કરાશે.
ગુજરાતના અમદાવાદ શહેરમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 અને ઓલિમ્પિક 2036 ની તૈયારીના ભાગરૂપે વિશ્વસ્તરીય રમતગમતનું માળખું અને આધુનિક પરિવહન સુવિધાઓ ધરાવતું ઓલિમ્પિક રેડી અમદાવાદ વિકસાવવા માટે 1278 કરોડ રૂપિયાથી વધુ ફાળવણ કરવામાં આવી છે. SVP સ્પોર્ટ્સ એન્કલેવના વિકાસ માટે 500 કરોડ રૂપિયા ખર્ચાશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat Budget 2026 Big Announcement - ગુજરાત સરકાર બજેટ 2026-27
