Ahmedabad Sanand Police Raid : સાણંદ નજીક નિર્માણા ગ્રીનમાં એક બંગલોમાં દરોડો પાડતા હાઈપ્રોફાઇલ દારૂ પાર્ટી ઝડપાઈ છે. લગ્નના 25 વર્ષ થયા તેની ઉજવણીના ભાગે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસે 20 જેટલી ગાડીઓ કબ્જે કરી છે આ સાથે કરોડોનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે.
Ahmedabad Sanand Police Raid on HighProfile Liquer Raid : દારૂબંધીવાળા ગુજરાતમાંથી ફરીવાર મસમોટી દારૂની મહેફિલ ઝડપાઇ છે. અમદાવાદ જિલ્લાના સાણંદ વિસ્તારમાં ગત રાત્રે બાતમીના આધારે પોલીસે ગોરસ નજીક આવેલા નિર્વાણા ગ્રીન્સના એક વિકેન્ડ હોમમાં દરોડો પાડી દારૂ અને હુક્કાની મહેફિલનો ભાંડાફોડ કર્યો હતો. આ કાર્યવાહીમાં અંદાજે 80 જેટલા યુવક અને યુવતીઓની સાણંદ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ નિર્વાણા ગ્રીન્સના પ્રાઈવેટ બંગલામાં આદર્શ નામના એક વ્યક્તિની 25મી વેડિંગ એનિવર્સરી નિમિત્તે ભવ્ય પાર્ટીનું આયોજન કરાયું હતું. પાર્ટીમાં મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને દારૂ તથા હુક્કાની ખુલ્લેઆમ વ્યવસ્થા કરવામાં આવી હતી. કુલ 11 જેટલા ટેબલ પર કેક, હુક્કા અને દારૂ પીરસવામાં આવી રહ્યો હતો. પોલીસે દરોડો પાડતા જ પાર્ટીમાં અફરાતફરી સર્જાઈ હતી. પોલીસ ટીમે સ્થળ પરથી 10 જેટલા હુક્કા, અનેક દારૂની બોટલો તેમજ અન્ય મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત પાર્ટીમાં આવનાર યુવક-યુવતીઓ આશરે 18 જેટલી લક્ઝરી કારમાં આવ્યા હોવાની પણ માહિતી સામે આવી છે.

દરોડા બાદ તમામ 80 લોકોની રાત્રી દરમિયાન જ મેડિકલ તપાસ કરવામાં આવી હતી. માહિતી અનુસાર, મહિલાઓને વહેલી સવારે મેડિકલ ટેસ્ટ બાદ નોટિસ આપી છોડી મૂકવામાં આવી છે, જ્યારે પુરુષોને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. કુલ 38 જેટલી યુવતીઓને નોટિસ આપી મુક્ત કરવામાં આવી છે. પોલીસે આ મામલે તમામ સામે ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે અને જપ્ત કરાયેલા મુદ્દામાલ સાથે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. સાણંદ પોલીસ દ્વારા આ હાઈપ્રોફાઈલ પાર્ટી અંગે કાયદેસરની કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે.
સાણંદના નળસરોવર પાસે આવેલા ગ્રીન રિસોર્ટમાં આદર્શ નામના વ્યક્તિની 25મી એનીવર્સરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોને આમંત્રિત કરાયા હતાં. અહીં ફૂડ કાઉન્ટર ગોઠવવામાં આવ્યા હતા. આ ઉપરાંત 11 જેટલા ટેબલ પર પર કેક, હુક્કો અને દારૂ પીરસવામાં આવ્યો હતો. પોલીસે બુધવારે રાતે અચાનક રેડ પાડતા 80થી વધારે મહિલાઓ અને પુરુષોની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ લોકોને સાણંદ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી સાણંદની સરકારી હોસ્પિટલ ખાતે મેડિકલ ટેસ્ટ માટે લઈ જવાયા હતા. માહિતી અનુસાર મહિલાઓને સાડા ત્રણ વાગ્યે વહેલી સવારે જ્યારે પુરુષોને સાડા પાંચ વાગ્યે વહેલી સવારે જ મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા. જેમાં પકડાયેલી 38 યુવતીઓને નોટિસ આપી જવા દેવામાં આવી છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Ahmedabad Sanand Police Raid on HighProfile Liquer Raid
