બાબૂરાવ વિના નહીં બને હેરા ફેરી 3? પરેશ રાવલે કર્યો મોટો ખુલાસો, કહી આ વાત
"હેરા ફેરી 3" ની જાહેરાત થઈ ત્યારથી, અપડેટ્સનો સતત સામે આવી રહી છે. શરૂઆતમાં, એવા અહેવાલો હતા કે પરેશ રાવલ આ ફિલ્મમાં નહીં હોય. જોકે, પછીથી પુષ્ટિ થઈ કે તે ફિલ્મનો ભાગ હશે.
બોલિવૂડની સૌથી અવેટેડ ફિલ્મ "હેરા ફેરી 3" ની દરેક વ્યક્તિ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી, ચાહકો અપડેટ્સ અને તેની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં પરેશ રાવલ, સુનીલ શેટ્ટી અને અક્ષય કુમાર ફરી એક સાથે જોવા મળશે. આ ત્રિપુટીને ફેન્સ ખૂબ જ પસંદ કરી હતી, અને પહેલી ફિલ્મ હેરાફેરી અને "ફિર હેરા ફેરી" બંનેએ પણ દર્શકોના હૃદયમાં ખાસ સ્થાન બનાવ્યું હતું. બીજા ભાગમાં પણ બાબુ રાવ ગણપત રાવ આપ્ટેનું પાત્ર ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું અને આજે પણ આ પાત્ર ખૂબ પસંદ કરવામાં આવે છે.
"હેરા ફેરી 3" ની જાહેરાત થઈ ત્યારથી, અપડેટ્સનો સતત સામે આવી રહી છે. શરૂઆતમાં, એવા અહેવાલો હતા કે પરેશ રાવલ આ ફિલ્મમાં નહીં હોય. જોકે, પછીથી પુષ્ટિ થઈ કે તે ફિલ્મનો ભાગ હશે. હવે, ફિલ્મના વિલંબ અંગે નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે. પરેશ રાવલે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં "હેરા ફેરી 3" વિશે વાત કરી હતી અને વિલંબનું કારણ જણાવ્યુ હતું.
પરેશ રાવલે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે "હેરા ફેરી 3" ચોક્કસપણે બનશે, પરંતુ હાલમાં તેમાં કેટલીક ટેક્નિકલ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ કારણે, તમામ કામ અટકી ગયું છે. અગાઉ, એવી અફવાઓ હતી કે અક્ષયે તેની સામે 25 કરોડ રૂપિયાનો દાવો દાખલ કર્યો છે. આ બાબતે પરેશ રાવલે કહ્યું, હું ફરિયાદ નથી કરી રહ્યો, પણ હવે બધું બરાબર છે. આ મુદ્દો ટેકનિકલ છે. નિર્માતા અને એક અભિનેતા વચ્ચે સમસ્યા છે, અને તેનો મારી સાથે કોઈ સંબંધ નથી. એકવાર તે મુદ્દો ઉકેલાઈ જશે, પછી હું ફિલ્મ સાઇન કરીશ.હું નમ્રતાપૂર્વક કહું છું કે જો મેકર્સ બાબુરાવ વિના ફિલ્મ 'હેરા ફેરી 3' બનાવવાનું વિચારી રહ્યા હોય, તો તે ડિજાસ્ટર હશે. આ વાત થોડી મોટી છે પણ સાચી લાગશે. કદાચ હું બડાઈ મારી રહ્યો છું, પરંતુ સત્ય એ છે કે, ક્યારેક તમારે સત્ય કહેવું પડે છે.
ઉલ્લેખનીય છે કે, હેરા ફેરીનો પહેલો ભાગ વર્ષ 2000 માં રિલીઝ થયો હતો, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યો હતો અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, પરેશ રાવલ અને તબ્બુએ અભિનય કર્યો હતો. આ ફિલ્મની સિક્વલ, "ફિર હેરા ફેરી", 2006 માં રિલીઝ થઈ હતી અને સુપરહિટ રહી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર, પરેશ રાવલ, સુનીલ શેટ્ટી, રિમી સેન અને બિપાશા બાસુ પણ જોવા મળ્યા હતા. ચાહકો હવે ફિલ્મની ત્રીજી સિક્વલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - hera pheri sequel 3 stuck in limbo paresh rawal
