નમો લક્ષ્મી યોજના: ગુજરાતની દીકરીઓ માટે ખુશખબર! 12 લાખ વિદ્યાર્થીનીઓને મળશે ₹1,250 કરોડની સહાય
ગુજરાત સરકારની દીકરીઓ માટે ભેટ. ધોરણ 9 થી 12 ની વિદ્યાર્થીનીઓને કુલ ₹50,000 ની સહાય મળશે. 12 લાખ કિશોરીઓને આવરી લેતી આ યોજના માટે ₹1,250 કરોડનું બજેટ ફાળવાયું છે.
Namo Lakshmi Yojana : ગુજરાતમાં કન્યા કેળવણી (Girl Child Education) ને પ્રોત્સાહન આપવા અને ડ્રોપઆઉટ રેટ ઘટાડવા માટે રાજ્ય સરકારે કમર કસી છે. રાજ્યના શિક્ષણ વિભાગે વર્ષ 2025-26 માટે મહત્વકાંક્ષી 'નમો લક્ષ્મી યોજના' (Namo Lakshmi Yojana) હેઠળ બજેટ અને લાભાર્થીઓના આંકડા જાહેર કર્યા છે. મળતી માહિતી મુજબ, આગામી શૈક્ષણિક વર્ષમાં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી અંદાજે 12 Lakh થી વધુ વિદ્યાર્થીનીઓને કુલ ₹1,250 Crore ની જંગી સહાય ચૂકવવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અને શિક્ષણ મંત્રીઓની દેખરેખમાં આ યોજનાને વેગ આપવામાં આવી રહ્યો છે. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે પ્રાથમિક શિક્ષણ (Primary Education) પૂર્ણ કર્યા બાદ આર્થિક મજબૂરીના કારણે કોઈ પણ દીકરીનો અભ્યાસ અટકવો જોઈએ નહીં. શિક્ષણ ઉપરાંત, કિશોરાવસ્થામાં દીકરીઓના આરોગ્ય અને પોષણ (Nutrition) નું સ્તર સુધરે તે માટે પણ આ આર્થિક મદદ ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
લાભાર્થીઓની પાત્રતા (Eligibility) અંગે સરકારે સ્પષ્ટ નિયમો બનાવ્યા છે. ગુજરાત બોર્ડ (GSHSEB) કે CBSE માન્યતા પ્રાપ્ત સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીનીઓ આ યોજનાનો લાભ લઈ શકશે. આ ઉપરાંત, ખાનગી શાળામાં ભણતી દીકરીઓને પણ આ લાભ મળશે, જો તેમના પરિવારની વાર્ષિક આવક ₹6 Lakh કે તેથી ઓછી હોય.
આ યોજનાની એક મહત્વની ખાસિયત એ છે કે તે 'વધારાના લાભ' તરીકે મળે છે. એટલે કે, જો કોઈ વિદ્યાર્થીનીને સરકારની અન્ય કોઈ શિષ્યવૃત્તિ મળતી હોય, તો પણ તે 'નમો લક્ષ્મી યોજના' નો લાભ લેવા માટે હકદાર રહેશે. આનાથી મધ્યમ અને ગરીબ વર્ગની વિદ્યાર્થીનીઓને ડબલ ફાયદો થશે અને શિક્ષણનો બોજ હળવો થશે. આર્થિક સહાયના ગણિતની વાત કરીએ તો, ધોરણ 9 થી 12 ના ચાર વર્ષના અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીનીને કુલ ₹50,000 ની સહાય મળે છે. જેમાં ધોરણ 9 અને 10 દરમિયાન કુલ ₹20,000 ફાળવવામાં આવે છે. આ બે વર્ષમાં 10 મહિના માટે માસિક ₹500 લેખે વાર્ષિક ₹5,000 ચૂકવાય છે અને બાકીની રકમ ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા પાસ કર્યા બાદ મળે છે. તેવી જ રીતે, ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ 11 અને 12 માટે કુલ ₹30,000 ની જોગવાઈ છે. આ સમયગાળામાં વિદ્યાર્થીનીઓને 10 મહિના સુધી દર મહિને ₹750 લેખે વાર્ષિક ₹7,500 આપવામાં આવે છે. જ્યારે બાકીની ખૂટતી રકમ ધોરણ 12 ની બોર્ડ પરીક્ષા પાસ કર્યા બાદ એક સાથે ચૂકવવામાં આવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'સૌ ભણે, સૌ વધે' ના સૂત્રને સાર્થક કરતી આ યોજના ગુજરાતની લાખો દીકરીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવશે. શિક્ષણ, સ્વાસ્થ્ય અને પોષણ ત્રણેય ક્ષેત્રે આ યોજના એક ક્રાંતિકારી પગલું સાબિત થવા જઈ રહી છે, જેનાથી રાજ્યમાં મહિલા સાક્ષરતા દરમાં પણ વધારો થશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Namo Lakshmi Yojana 2026 - Girl Child Education - Primary Education - GSHSEB - CBSE
