પ્રેમીને માસીનો દિકરો કહી ઘરમાં રાખ્યો, પતિ અચાનક ઘરે આવતા બંનેને કઢંગી હાલતમાં ઝડપ્યા..
Wife's Extramarital Affair : આજકાલ લગ્નસંબંધોમાં પ્રેમ ઓછો થઈ ગયો છે કે બહાર અન્ય લોકો સાથે અફેરના કિસ્સા વધી ગયા છે. એવામાં પત્ની જ્યારે પોતાના પ્રેમીને ઘરે જ લઈ આવે એ ખુબ મોટી વાત છે.
Wife's Extramarital Affair : આજકાલ સોશિયલ મીડિયા અને ઈઝી ટુ એડપટના યુગમાં એક્સ્ટ્રામેરીટલ અફેરના કિસ્સાઓ ખુબ જ સામે આવી રહ્યા છે. એવામાં ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લાના દુદહી વિસ્તારના એક વોર્ડમાં એવી ઘટના ઘટી છે જે સાંભળીને તમને પણ ચોકી જશો. વાત જાણે એમ છે કે, બહાર કમાવા ગયેલો પતિ અચાનક ઘરે પરત ફર્યો અને પત્ની સાથે પ્રેમીને જોઈ આંખો ફાટી રહી. આ મામલો સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. કહેવાય છે કે દુદહીના રહેવાસી યુવકના છ વર્ષ પહેલા લગ્ન થયા હતા. પતિ-પત્નીને બે નાના બાળકો પણ છે થોડા સમય પહેલા યુવક આ મહિલાને ઘરે આવ્યો હતો, જેને મહિલા પોતાના માસીનો દીકરો ગણાવીને ઘરમાં રાખતી હતી. થોડા સમય બાદ મહિલાનો પતિ રોજગાર માટે બહાર ગયો. આ દરમ્યાન મહિલા પોતાના બાળકો અને સાસુ સસરા સાથે ઘરે જ રહેતી હતી.

બુધવાર રાતે જ્યારે પતિ અચાનક બહારથી પરત ફર્યો તો તેણે ઘરમાં પોતાની પત્ની સાથે પ્રેમી યુવકને જોઈ લીધો. બંને રૂમમાં એક સાથે સૂતા હતા. તેના પર પતિ અને પત્ની વચ્ચે બોલાચાલી શરુ થઈ, ધીમે ધીમે હોબાળો વધી ગયો. દેકારો સાંભળી આજુબાજુના લોકો પણ ઘટનાસ્થળે એકઠા થઈ ગયા અને પોલીસને જાણ કરી દીધી. માહિતી મળતા પોલીસ પણ આવી અને સ્થિતિને કંટ્રોલ કરવાનો પ્રાયસ કર્યો અને યુવકને પોલીસ ચોકીએ લઈ ગયા, પણ મહિલા પ્રેમી યુવકને ચોકીએ લઈ જવાનો વિરોધ કરવા લાગી. પોલીસ સાથે પણ દલીલો કરવા લાગી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો છે.
આ સંદર્ભમાં, વિષ્ણુપુરા પોલીસ સ્ટેશનના અધિકારી વિનય કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે આ યુવક શાહજહાંપુર જિલ્લાનો રહેવાસી છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, મહિલાના પરિવારના સભ્યોને પણ સમન્સ પાઠવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે તમામ પક્ષોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તપાસ બાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. પોલીસનું કહેવું છે કે હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને કાયદા અનુસાર કેસની તપાસ કરવામાં આવી રહી છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Wife's Extramarital Affair - husband caught his wife with her boyfriend
