Ahmedabad Schools Threat : ધમકી મળ્યા બાદ તરત જ પોલીસ વિભાગ હરકતમાં આવ્યું છે અને સ્કૂલ પરિસરમાં ચુસ્ત તપાસ શરૂ કરવામાં આવી, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકે
Ahmedabad Schools Threat : અમદાવાદ શહેરની સ્કૂલોમાં એકવાર ફરી બોમ્બ વિસ્ફોટની ધમકી મળતા દોડધામની સ્થિતિ બની છે. વાસ્તવમાં શહેરના મણીનગર વિસ્તારમાં આવેલી સેંટ ઝેવિયર્સ સ્કૂલ અને જાણીતી સંત કબીર સ્કૂલની ત્રણેય શાખાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યાની માહિતી સામે આવી છે. ધમકી મળ્યા બાદ તરત જ પોલીસ વિભાગ હરકતમાં આવ્યું છે અને સ્કૂલ પરિસરમાં ચુસ્ત તપાસ શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે, સંત કબીર સ્કૂલની તમામ બ્રાન્ચોમાં સુરક્ષાના પગલાં વધુ મજબૂત બનાવવામાં આવ્યા છે. પોલીસની સાથે ફાયર બ્રિગેડની ટીમો પણ સ્કૂલો પર પહોંચી તપાસ કરી રહી છે. કોઈ પણ અણસારભરી વસ્તુ મળી ન આવે તે માટે દરેક ખૂણાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
આ તરફ હવે અમદાવાદ શહેરની તમામ સ્કૂલોને પોતાના ઈ-મેલ નિયમિત રીતે ચેક કરવાની સૂચના આપવામાં આવી છે. જો કોઈ પણ પ્રકારનો ધમકીભર્યો સંદેશો મળે તો તરત નજીકની પોલીસ સ્ટેશનને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને સ્ટાફની સલામતીને ધ્યાનમાં રાખીને વધારાની સુરક્ષા વ્યવસ્થા પણ અમલમાં મૂકવામાં આવી છે.
નોંધનીય છે કે, આશરે એક મહિના અગાઉ પણ અમદાવાદ, ગાંધીનગર અને કલોલની અનેક જાણીતી સ્કૂલોને બોમ્બ ધમકી મળેલી હતી. તે સમયે ઝેબર, ઝાયડસ, અગ્રસેન અને DAV ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત કુલ 26 જેટલી સ્કૂલોને ઈ-મેલ મારફતે ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ, ફાયર વિભાગ અને બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા વિસ્તૃત તપાસ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ સ્કૂલમાંથી શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. ત્યારે મોકલાયેલા ઈ-મેલમાં ચોક્કસ સમય દર્શાવી બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હતી અને તેમાં કેટલીક જાણીતી વ્યક્તિઓના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હાલની નવી ધમકીઓ બાદ ફરી એકવાર સ્કૂલ સંચાલન, વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ચિંતા જોવા મળી રહી છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Ahmedabad Schools Threat Email
