26 થી 30 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની શક્યતા છે. આ જાન્યુઆરી માસમાં અત્યાર સુધી નોંધાયેલી ઠંડી કરતાં પણ વધુ તીવ્ર ઠંડીનો અનુભવ થશે.
Paresh Goswami Weather Forecast : હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતના આગામી દિવસોના હવામાન(Gujarat Weather) અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં ખાસ કરીને માવઠાની આશંકા છે, જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance)ને કારણે રહેશે. આ ઉપરાંત, જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં રેકોર્ડબ્રેક ઠંડી પડવાની શક્યતા છે.
પરેશ ગોસ્વામી(Paresh Goswami) એ જણાવ્યા અનુસાર, શિયાળા દરમિયાન અરબ સાગર કે બંગાળની ખાડીથી સામાન્ય રીતે ગુજરાતને કોઈ ખતરો રહેતો નથી. માવઠાનો ખતરો મુખ્યત્વે ઉત્તર ભારતના પહાડી પ્રદેશોમાંથી પસાર થતા વેસ્ટર્બન ડિસ્ટર્બન્સને કારણે સર્જાય છે. જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશ જેવા પહાડી વિસ્તારોમાંથી પસાર થાય છે ત્યારે ત્યાં બરફવર્ષા થાય છે. જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ટ્રફ (પ્રણાલી) ગુજરાત સુધી પહોંચે, તો રાજ્યમાં માવઠાના ઝાપટાં પડવાની શક્યતા રહે છે.
પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની નિકટતાને કારણે તાજેતરમાં પવનની દિશા બદલાતા ગઈકાલથી તાપમાનમાં નજીવો ઘટાડો નોંધાયો છે. જોકે, આ ઘટાડો લાંબો સમય ટકશે નહીં. ટૂંક સમયમાં ફરીથી ઠંડીનું જોર વધશે અને ખાસ કરીને 26 થી 30 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની શક્યતા છે. આ જાન્યુઆરી માસમાં અત્યાર સુધી નોંધાયેલી ઠંડી કરતાં પણ વધુ તીવ્ર ઠંડીનો અનુભવ થશે અને તાપમાન સિંગલ ડિજિટમાં પહોંચી શકે છે, જે રેકોર્ડબ્રેક ઠંડીનો સંકેત આપી રહી છે.
માવઠા અંગે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છેકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય ત્યારે પવનની દિશા બદલાઈને ઉત્તર-પશ્ચિમની થાય છે, જેને કારણે ધુમ્મસ અને ઝાકળ અનુભવાય છે. આજે પણ આવા વાતાવરણનો અનુભવ થયો છે અને આગામી બે થી ત્રણ દિવસ સુધી ઝાકળભર્યું વાતાવરણ જોવા મળશે. માવઠા અંગેની આગાહી કરતા પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, 21 થી 26 જાન્યુઆરી વચ્ચે રાજ્યના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા માવઠાના ઝાપટા વરસી શકે છે. જોકે, આ સમયગાળાના તમામ દિવસોએ નહીં, પરંતુ મુખ્યત્વે 23, 24 અથવા 25 જાન્યુઆરીના રોજ એકથી બે દિવસ આવા ઝાપટા વરસી શકે છે.
માવઠાની શક્યતાઓ સૌરાષ્ટ્રના સીમિત વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં સ્વરૂપે રહેવાની શક્યતા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં માવઠાની શક્યતા સૌરાષ્ટ્ર કરતાં થોડી વધુ તીવ્ર રહેશે. મધ્ય ગુજરાતમાં પણ છૂટાછવાયા ઝાપટાં વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં માવઠાની શક્યતા નજીવી છે, પરંતુ વાદળછાયા વાતાવરણને કારણે કોઈ એકલદોકલ વિસ્તારમાં અપવાદરૂપ ઝાપટું જોવા મળી શકે છે. નાગરિકોને હવામાનની આ સ્થિતિને ધ્યાનમાં રાખી સાવચેત રહેવા સૂચવાયું છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Paresh Goswami Weather Forecast - Paresh Goswami Agahi
