Parshottam Rupala: હાલમાં રાજ્યમાં વધી રહેલા પ્રેમ લગ્ન કે ભાગી થતાં લગ્ન અંગે સાંસદ રૂપાલાનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે આ મુદ્દો સંવેદનશીલ હોવાની વાત કરી સાથે જ કહ્યું કે આ વિશેષ ચર્ચા માગે તેવો વિષય છે, આ અંગે વહેલી તકે નિયમો બને તે જરૂરી છે.
MP (Minister Of Parlament) Parshottam Rupala Statement on Love Marriages : વર્તમાનમાં ગુજરાતભરમાં પ્રેમ લગ્ન કે ભાગીને થતાં લગ્ન વિશે ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે દરેક સમાજના આગેવાનો આના પર એક પછી એક નિવેદન આપી રહ્યા છે અને સમાજમાં ચાલી રહેલા કુરિવાજો વિશે પોતાના મંતવ્યો આપી રહ્યા છે. એવામાં હવે પાટીદાર સમાજના આગેવાન એવા સાંસદ પરશોત્તમ રૂપાલાએ પણ સમાજમાં વધી રહેલા પ્રેમ લગ્નો કે ભાગી થતાં લગ્નો વિશે નિવેદન આપ્યું છે.
સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજના ગાંધીનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં સાંસદ પરશોત્તમ રૂપાલાએ આ અંગે ખૂલીને વાત કરી અને પોતાના મંતવ્યો રજૂ કર્યા. તેમણે પ્રેમ લગ્ન અને ભાગેડુ લગ્ન જેવા વિષય પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે ભાગીને થતા લગ્ન અને પ્રેમ લગ્ન ખૂબ સંવેદનશીલ મુદ્દો હોવાનું કહ્યું. સાથે જ તેમણે ભાગેડુ લગ્નની સમાજ જીવન પર વિપરીત અસર થતી હોવાની વાત પણ કરી. પ્રેમ લગ્ન અને ભાગીને લગ્ન કરવાનો વિષય વિશેષ ચર્ચા માગી લે તેવો છે, એવું પણ તેમણે કહ્યું. સાથે જ તેમણે આ અંગે સરકારનું સમર્થન કરતાં કહ્યું કે સરકારને મારું સમર્થન છે અને વહેલી તકે આ મુદ્દે કોઈ નિયમો બને અને અમલી થાય તે આવશ્યક છે.
ભાગીને થતાં લગ્ન અંગે સાંસદ પરશોતમ રૂપાલાએ કહ્યું, "આ મુદ્દો ખૂબ સંવેદનશીલ મુદ્દો છે. સમાજ જીવન પર તેની ઘણી વિપરીત અસરો પણ જોવા મળે છે. પ્રેમ લગ્ન અને ભાગીને લગ્ન કરવા અને એને પ્રેમ લગ્નનું સ્વરૂપ આપવું એ વિષય વિશેષ ચર્ચા માગી લે તેવો વિષય છે. સરકાર જે દિશામાં વિચારી રહી છે એને મારું સમર્થન છે. જેટલું બને એટલું જલ્દી આ બાબતમાં નિયમોનું અસ્તિત્વ આવે અને રેગ્યુલર થાય તે આવશ્યક છે. આ પ્રેમ લગ્ન અને ભાગી જેવાનું છે એને તો કોઈ સામાજિક મર્યાદા હોય એવું હું માનતો નથી." નોંધનીય છે કે તાજેતરના ભૂતકાળમાં પ્રેમ લગ્ન અને ભાગીને કરાતા લગ્ન અને દરેક સમાજમાં ભારે ચર્ચાઓ ઉઠી અને ઘણા વિવાદ થયા છે. ત્યારે આ અંગે દરેક સમાજના આગેવાનો પોતાના મંતવ્યો રજૂ કરી રહ્યા છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Parshottam Rupala Statement on Love Marriages
