• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • 'ગૌતમ ગંભીરે રોહિત શર્માને વનડે કેપ્ટન પદેથી હટાવ્યો', આ ક્રિકેટરનો સનસનીખેજ આરોપ, અગરકર પણ નિશાન પર

'ગૌતમ ગંભીરે રોહિત શર્માને વનડે કેપ્ટન પદેથી હટાવ્યો', આ ક્રિકેટરનો સનસનીખેજ આરોપ, અગરકર પણ નિશાન પર

07:37 PM January 16, 2026 Gujju News Channel Share on WhatsApp

મનોજ તિવારીનું માનવું છે કે જો શુભમન ગિલને કેપ્ટન બનાવવાનો જ હતો તો તબક્કાવાર કરવું જોઈતું હતું. રોહિત શર્મા કેપ્ટન હતો ત્યારે શાનદાર રેકોર્ડ હતો અને તેના અંડર ભારતીય ટીમ બે આઈસીસી ખિતાબ જીતવમાં સફળ રહી હતી.



Manoj Tiwary Alleges Gautam Gambhirs Role In Removing Rohit Sharma As Odi Captain ? : પૂર્વ ભારતીય ક્રિકેટર મનોજ તિવારીના નિવેદનથી એક નવો વિવાદ ઊભો થઈ ગયો છે. તિવારીના જણાવ્યા પ્રમાણે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે રોહિત શર્માને વનડે કેપ્ટનશીપથી હટાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી છે. તિવારીનું કહેવું છે કે આ નિર્ણય સીધી રીતે નથી લેવાયો પણ સિલેક્શન કમિટીના પ્રમુખ અજીત અગરકરના પ્રભાવથી લાગુ કરવામાં આવ્યો છે.


Manoj Tiwary Alleges Gautam Gambhirs Role In Removing Rohit Sharma As Odi Captain


ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ જ્યારે ગત વર્ષ ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની વનડે સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર કરી હતી ત્યારે રોહિત શર્માની જગ્યાએ શુભમન ગિલને નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ નિર્ણયે ક્રિકેટ જગતમાં ઘણા સવાલ ઊભા કર્યા હતા કારણ કે રોહિત વનડે ક્રિકેટમાં જોરદાર ફોર્મમાં હતો અને 2027 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખી તેમની તૈયારી કરી રહ્યા હતા.


► રોહિતે ઉત્સાહ ગુમાવી દીધો છે: મનોજ તિવારી


મનોજ તિવારીએ ભારત માટે 12 ODI મેચમાં 287 અને 3 ટી20 ઈન્ટરનેશનલ મેચમાં 15 રન બનાવ્યા હતા. તિવારીએ કહ્યું કે, અજીત અગરકર મજબૂત વ્યક્તિત્વ છે અને પોતે નિર્ણય લેવામાં સક્ષમ છે. પણ આવડો મોટો નિર્ણય એકલા હાથે ન લેવાઈ શકે. પડદા પાછળ ઘણી વસ્તુ હોય છે જેમાં કોચના ઈનપુટ જરૂરી રહ્યા હશે. મનોજ તિવારીને શંકા છે કે રોહિત શર્માને હટાવવાનો નિર્ણય પસંદગી સમિતિનો હતો. તિવારીનું કહેવું છે કે, આમા ગૌતમ ગંભીરનો દ્રષ્ટિકોણ સામેલ હોઈ શકે છે. તિવારીએ એ પણ સ્વીકાર્યું કે કેપ્ટનશીપ પરથી હટાવ્યા પછી રોહિત શર્માનો ODI ફોર્મેટમાં રસ ઓછો થઈ ગયો છે. તેમણે કહ્યું કે રોહિત પહેલા જેવો ઉત્સાહી દેખાતો નથી અને મેદાન પર તેનો ઉત્સાહ ઓછો થઈ રહ્યો છે.


મનોજ તિવારીએ કહ્યું કે, હું રોહિત સાથે રમ્યો છું. તેને હટાવવો ખૂબ જ અપમાનજનક લાગ્યો. આટલા મહાન ખેલાડી સાથે આવો વ્યવહાર ન થવો જોઈએ." તિવારીએ રોહિત શર્માના નેતૃત્વ અને પ્રદર્શનનો બચાવ કરતા કહ્યું કે રોહિત એક અનુભવી કેપ્ટન છે અને તેને હટાવવાનો કોઈ ક્રિકેટનું લોજિક નહોતો. મનોજ તિવારીએ જણાવ્યું હતું કે રોહિત શર્માએ કેપ્ટન તરીકે બે ICC ટ્રોફી જીતી છે. તિવારી માને છે કે રોહિતની ક્ષમતાઓ પર શંકા કરવી ખોટી છે અને તે 2027 સુધી રમી શકે છે. મનોજ તિવારીના આરોપો પર બીસીસીઆઈ,અજિત અગરકર કે ગૌતમ ગંભીર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જોકે તિવારીના નિવેદનની હવે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. આ નિર્ણય અંગે ક્રિકેટ ચાહકોમાં મતભેદ જોવા મળી રહ્યા છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Manoj Tiwary Alleges Gautam Gambhirs Role In Removing Rohit Sharma As Odi Captain



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં રેકોર્ડબ્રેક ઠંડી પડી શકે, પરેશ ગોસ્વામીની આગાહી - ગુજરાતમાં માવઠાની પણ શક્યતા

  • 19-01-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 જાન્યુઆરી 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-01-2026
    • Gujju News Channel
  • વાંધાજનક હાલતમાં DGP રેન્કના એક અધિકારીનો વીડિયો વાયરલ, પોલીસની વર્દીમાં કરી અશ્લીલ હરકતો
    • 19-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 19 જાન્યુઆરી 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 18-01-2026
    • Gujju News Channel
  • Appleના સૌથી સ્લિમ iPhone પર સૌથી મોટી છુટ, ગ્રેટ રિપબ્લિક ડે સેલમાં મળી રહ્યુ છે મોટુું ડિસ્કાઉન્ટ!
    • 18-01-2026
    • Gujju News Channel
  • બબીતાજીએ પ્રેમ-લગ્ન પર કહી આ મોટી વાત, મુનમુન દત્તાએ અંગત જીવન અને પોતાના ગ્લેમર વિશે પોડકાસ્ટમાં શું જણાવ્યું ? જાણો....
    • 18-01-2026
    • Gujju News Channel
  • Gold Price Today : સોનાના ભાવમાં આજે ફરી થયો મોટો વધારો, ચાંદીનો ભાવ પણ ઉછળ્યો, જાણો કિંમત
    • 18-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 18 જાન્યુઆરી 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 17-01-2026
    • Gujju News Channel
  • Pregnancy Test :પ્રેગનેન્સી છે કે નહિં તે ક્યારે ચેક કરીએ તો પરફેક્ટ રિઝલ્ટ મળે? જાણો
    • 17-01-2026
    • Gujju News Channel
  • સામાજિક કુરિવાજો પર પરશોત્તમ રૂપાલાનું મોટું નિવેદન, જુઓ શું કહ્યું?
    • 17-01-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us