• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • અમદાવાદમાં કોલ્ડપ્લે બાદ હવે શકીરાનો LIVE કોન્સર્ટ યોજાઈ શકે, અમદાવાદીઓ આવકારવા તત્પર

અમદાવાદમાં કોલ્ડપ્લે બાદ હવે શકીરાનો LIVE કોન્સર્ટ યોજાઈ શકે, અમદાવાદીઓ આવકારવા તત્પર

08:46 PM December 25, 2025 Gujju News Channel Share on WhatsApp

Pop Singer Shakira Concert Ahmedabad : શકીરાની મેનેજમેન્ટ ટીમે પણ અમદાવાદમાં શો યોજવા માટે રસ દાખવ્યો હોવાની ચર્ચા, જાણો ક્યારે યોજાઇ શકે શકીરાનો કોન્સર્ટ ?



Pop Singer Shakira Concert Ahmedabad : વર્લ્ડની ટૉપ પોપ સિંગર શકીરાનો કોન્સર્ટ અમદાવાદમાં યોજાઇ શકે છે. જો તમે ‘Waka Waka’ અથવા ‘Hips Don’t Lie’ જેવા સુપરહિટ ગીતોના ફેન છો, તો તમારા માટે આ સમાચાર ખરેખર ખુશખબર સમાન છે. વર્લ્ડ ફેમસ પોપ સિંગર શકીરા ભારતના અમદાવાદમાં પોતાનો ભવ્ય કોન્સર્ટ યોજી શકે એવી ચર્ચાઓ જોર પકડ્યુ છે. નોંધનીય છે કે, તાજેતરમાં જ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલા બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેના કોન્સર્ટને મળેલી જબરદસ્ત સફળતા પછી હવે શકીરાની મેનેજમેન્ટ ટીમે પણ અમદાવાદમાં શો યોજવા માટે રસ દાખવ્યો હોવાનું સામે આવ્યું છે.


► ક્યારે યોજાઇ શકે મેગા શો ?


હવે જો આપણે મીડિયા રિપોર્ટ્સ અને સૂત્રોનું માનીએ તો મુજબ શકીરાની ટીમ 2026માં અમદાવાદમાં એક મોટો કોન્સર્ટ યોજવાની યોજના પર વિચાર કરી રહી છે. આ બાબતે ગુજરાત સરકાર સાથે શરૂઆતની ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે. સૂત્ર અનુસાર સરકાર તરફથી સુરક્ષા, વ્યવસ્થા અને અન્ય તમામ સહયોગ આપવા માટે સકારાત્મક અભિગમ દર્શાવવામાં આવ્યો છે. જોકે અંતિમ નિર્ણય શકીરાની ટીમ દ્વારા જ લેવામાં આવશે.


► હવે જાણો અમદાવાદ જ કેમ પસંદ થયું?


શકીરાના અમદાવાદ પસંદ કરવાની પાછળ ત્રણ મુખ્ય કારણો માનવામાં આવી રહ્યા છે.

• નરેન્દ્ર મોદી સ્ટેડિયમની વિશાળ ક્ષમતા : વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ, જ્યાં લાખો દર્શકો એકસાથે હાજર રહી શકે.

• ગુજરાત સરકારનો સહયોગ : આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સ માટે સુરક્ષા અને લોજિસ્ટિક્સમાં સંપૂર્ણ મદદ.

• સુધારાયેલ કનેક્ટિવિટી : બુલેટ ટ્રેન, વધતી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ અને સારી ટ્રાન્સપોર્ટ સુવિધાઓ.


► તો ગુજરાત સહિત આ રાજ્યમાં પણ યોજાશે શકીરાનો શો ?


અહેવાલો મુજબ માત્ર ગુજરાત જ નહીં પરંતુ આસામ પણ શકીરાને ભારત લાવવા માટે પ્રયાસ કરી રહ્યું છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જાહેર કર્યું છે કે, તેઓ ગુવાહાટી અથવા દિબ્રુગઢમાં શકીરાનો શો લાવવા માટે પ્રયત્નશીલ છે. આથી સ્પષ્ટ થાય છે કે, હવે ભારતના અલગ-અલગ રાજ્ય વૈશ્વિક સ્ટાર્સને આમંત્રિત કરવા માટે સ્પર્ધામાં છે.


Pop Singer Shakira Concert Ahmedabad - શકીરા નો કોન્સર્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં


► કોણ છે પોપ સિંગર શકીરા?


શકીરા એક પ્રખ્યાત કોલમ્બિયન સિંગર છે, જેણે અત્યાર સુધી 4 ગ્રેમી એવોર્ડ્સ જીત્યા છે. ‘Waka Waka’ (2010 FIFA વર્લ્ડ કપ) જેવા ગીતોથી તેણે વિશ્વભરમાં ખ્યાતિ મેળવી છે. તેણે સ્પેનિશ અને ઇંગ્લિશ મ્યુઝિકને વૈશ્વિક સ્તરે લોકપ્રિય બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. હાલમાં શકીરાની ટીમ ‘Las Mujeres Ya No Lloran World Tour’ પર કામ કરી રહી છે અને અમદાવાદનો કોન્સર્ટ આ ટૂરનો જ એક ભાગ બની શકે છે. અહીં ખાસ નોંધનીય છે કે, હજુ સુધી કોઈ અધિકૃત તારીખ જાહેર કરવામાં આવી નથી.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel -  Pop Singer Shakira Concert Ahmedabad 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

અમદાવાદમાં કોલ્ડપ્લે બાદ હવે શકીરાનો LIVE કોન્સર્ટ યોજાઈ શકે, અમદાવાદીઓ આવકારવા તત્પર

  • 25-12-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 ડિસેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-12-2025
    • Gujju News Channel
  • અરવલ્લી પર મોદી સરકારનો મોટો નિર્ણય, ખનન પર પ્રતિબંધ, આખો વિસ્તાર સંરક્ષિત
    • 24-12-2025
    • Gujju News Channel
  • પુત્રના જન્મદિવસે ટ્રાફિક રોકી આતશબાજી કરનાર બિલ્ડરને પોલીસે ભણાવ્યો પાઠ, જુઓ વીડિયો
    • 24-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 ડિસેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-12-2025
    • Gujju News Channel
  • ગુજરાતમાં આ તારીખથી કડકડતી ઠંડી, અંબાલાલ પટેલ-હવામાન વિભાગની ચેતવણી
    • 23-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 ડિસેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-12-2025
    • Gujju News Channel
  • રાજ્યમાં 26 સિનિયર IASની બદલી, સંજીવ કુમારની CMના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક
    • 23-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 23 ડિસેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-12-2025
    • Gujju News Channel
  • અરવલ્લી પર્વતના વિવાદ પર્યાવરણ મંત્રીનું મોટું એલાન : 'અતિ જરુરી સિવાય નવી માઈનિંગ લીઝ નહીં'
    • 22-12-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us