Aravalli: અરવલ્લી પર્વતોની નવી પરિભાષાને સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂરી આપવાથી વ્યાપક વિવાદ થયો છે
Aravalli Mountain : અરવલ્લી પર્વતોની નવી પરિભાષાને સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂરી આપવાથી વ્યાપક વિવાદ થયો છે, જેમાં પર્યાવરણવાદીઓ અને જનતા દ્વારા વ્યાપક વાંધો ઉઠાવવામાં આવ્યો છે. જો કે કેન્દ્ર સરકારે રવિવારે એવા અહેવાલોને ફગાવી દીધા હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અરવલ્લી પર્વતોની વ્યાખ્યામાં ફેરફારથી મોટા પાયે ખનનને મંજૂરી મળશે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટે સમિતિની ભલામણ સ્વીકારી છે, જે સંરક્ષિત વિસ્તારો, ઇકો-સેન્સિટિવ ઝોન, વાઘ અભયારણ્ય, આદ્રભૂમિ અને તેમની આસપાસના વિસ્તારોમાં ખનન પર સંપૂર્ણ રોક રહેશે. રાષ્ટ્રીય હિતમાં આવશ્યક, રણનીતિક અને ઊડાણમાં સ્થીત ખનીજ માટે જ મર્યાદિત મુક્તિઓ આપવામાં આવશે.
સરકારે સ્પષ્ટતા કરી હતી કે સુપ્રીમ કોર્ટના આદેશને કારણે સમગ્ર ક્ષેત્રમાં નવા ખનન પટ્ટા પર પહેલાથી જ પ્રતિબંધ છે. સરકારે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરાયેલ માળખું અરવલ્લી પર્વતમાળાને પહેલા કરતાં વધુ મજબૂત રક્ષણ પૂરું પાડે છે અને જ્યાં સુધી એક વ્યાપક વ્યવસ્થાપન યોજનાને અંતિમ સ્વરૂપ ન મળે ત્યાં સુધી નવા ખનન પટ્ટા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકે છે.
સુંદરવન ટાઇગર રિઝર્વ ખાતે પત્રકારો સાથે વાત કરતા પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરાયેલી વ્યાખ્યા હેઠળ, અરવલ્લી પ્રદેશનો 90 ટકાથી વધુ ભાગ સંરક્ષિત ક્ષેત્રમાં આવશે. 100-મીટરના માપદંડ પરના વિવાદ વચ્ચે જારી કરાયેલ સ્પષ્ટતામાં, સરકારે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર અરવલ્લી પર્વત અને પર્વતમાળાઓની વ્યાખ્યા તમામ રાજ્યોમાં પ્રમાણિત કરવામાં આવી છે જેથી અસ્પષ્ટતા દૂર કરી શકાય અને ટેકરીઓના પાયાની ખૂબ નજીક ખાણકામને મંજૂરી આપતી દુરુપયોગને અટકાવી શકાય. આ ઉપાયોમાં 500 મીટરની અંદરની પહાડિયોને એક પર્વતમાળા માનવી, કોઈપણ ખનન નિર્ણય પહેલાં સર્વે ઓફ ઇન્ડિયાના નકશા પર પહાડિયો અને પર્વતમાળાઓનું ફરજિયાત મેપિંગ અને મુખ્ય અને અખંડ વિસ્તારોને સ્પષ્ટ રીતે ઓળખવાનો સમાવેશ થાય છે જ્યાં ખાણકામ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે.
સરકારે એક પૃષ્ટભૂમિ નોટમાં એવા દાવાઓને પણ નકારી કાઢ્યા હતા કે 100 મીટરથી નીચેના વિસ્તારોમાં ખાણકામની મંજૂરી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પ્રતિબંધ ફક્ત પહાડની ચોટી કે ઢોળાવ સુધી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર પહાડી તંત્ર અને તેની અંદરના ભૂમિ સ્વરૂપોને લાગુ પડે છે. સરકારે જણાવ્યું હતું કે 100 મીટરથી નીચેના તમામ ભૂમિ સ્વરૂપો ખનન માટે ખુલ્લા છે તે તારણ કાઢવું ખોટું છે.
સરકારે જણાવ્યું હતું કે રાજસ્થાન, હરિયાણા અને ગુજરાતના જિલ્લા સ્તરના વિશ્લેષણ દર્શાવે છે કે હાલમાં કાયદેસર રીતે માન્ય ખનન અરવલ્લી ક્ષેત્રના કુલ ભૌગોલિક વિસ્તારના માત્ર 0.19 ટકા છે, અરવલ્લી 37 જિલ્લામાં ફેલાયેલું છે. દિલ્હી જ્યા પાંચ જિલ્લામાં અરવલ્લીનો સમાવેશ થાય છે, ત્યા કોઈપણ પ્રકારના ખનનની મંજુરી નથી. સરકારે જણાવ્યું હતું કે અરવલ્લી પ્રદેશ માટે સૌથી મોટો ખતરો અવૈધ અને અનિયંત્રિત ખનન છે. આને રોકવા માટે સમિતિએ દેખરેખ અને અમલીકરણને મજબૂત બનાવવા અને ડ્રોન અને સર્વેલન્સ ટેકનોલોજી જેવા આધુનિક સાધનોનો ઉપયોગ કરવાની ભલામણ કરી હતી.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel
