મીની ઓક્શનમાં પૃથ્વી શોની ખરીદી માંડ માંડ થઇ હતી. જેમાં તેને છેલ્લા રાઉન્ડમાં માત્ર 75 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. હવે ખરીદી પર દિલ્હી કેપિટલ્સના કો-ઓર્નરે કારણ પણ સમજાવ્યું છે.
પૃથ્વી શો મીની ઓક્શનમાં પેહલા રાઉન્ડમાં અનસોલ્ડ રહ્યો હતો. તેની બેઝ પ્રાઈઝ 75 લાખ રૂપિયા રખાઈ હતી. આટલી ઓછી કિંમત હોવા છતાં કોઈએ બોલી લગાવી નહતી. બાદમાં તેને DCએ 75 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. હવે દિલ્હી કેપિટલ્સના કો ઓર્નર કિરણ કુમાર ગ્રાન્ડીએ IPL 2026 ની હરાજી દરમિયાન પૃથ્વી શોને ફરીથી ખરીદવાના નિર્ણય પાછળનું કારણ સમજાવ્યું છે.
વર્ષ 2018 માં દિલ્હી કેપિટલ્સ દ્વારા પૃથ્વી શોને પ્રથમ વખત ખરીદવામાં આવ્યો હતો. પૃથ્વી શોએ દિલ્હી કેપિટલ્સ માટે સાત સીઝન રમી હતી પરંતુ 2025 ની મેગા ઓક્શન પહેલા તેને રિલીઝ કરવામાં આવ્યો હતો. ગઈ સીઝનમાં કોઈ પણ ટીમે પૃથ્વી શોમાં રસ દાખવ્યો ન હતો. માત્ર 75 લાખની બેઝ પ્રાઈસ હોવા છતાં પૃથ્વી શોને એક પણ બોલી નહતી મળી . પણ આ વખતે હરાજીના છેલ્લા તબક્કામાં દિલ્હી કેપિટલ્સે તેને તેના બેઝ પ્રાઈસ પર ફરીથી ખરીદ્યો હતો.
હરાજી બાદ બોલતા, ગ્રાન્ડીએ જણાવ્યું હતું કે, પૃથ્વી શો માટે IPLમાં મજબૂત વાપસી કરવાની આ એક સારો મોકો છે. ગ્રાન્ડીએ આશા વ્યક્ત કરી કે શો આ બીજી તકને ગંભીરતાથી લેશે અને ટીમ માટે પોતાનું બેસ્ટ પ્રદર્શન કરશે."પૃથ્વીએ ભૂતકાળમાં દિલ્હી કેપિટલ્સ માટે સારું પ્રદર્શન કર્યું છે. દરેક પ્લેયરના કરિયરમાં ઉતાર-ચઢાવ આવે છે અને આ તેના માટે મજબૂત વાપસી કરવાની તક છે. અમે આને પૃથ્વી માટે બીજી તક માનીએ છીએ, અને હું તેને ફરીથી દિલ્હી જર્સીમાં જોવા માટે ખરેખર ઉત્સાહિત છું."
પૃથ્વી શોએ પોતાના ફર્સ્ટ ફેઝમાં દિલ્હી કેપિટલ્સ માટે 79 મેચ રમી હતી જેમાં કુલ 1892 રન બનાવ્યા હતા. આ હરાજીની શરૂઆતમાં દિલ્હી કેપિટલ્સે જમ્મુ અને કાશ્મીરના ઓલરાઉન્ડર આકિબ નબી ડાર પર મોટો દાવ લગાવ્યો હતો. જેમાં તેને 8.40 કરોડ રૂપિયામાં સાઇન કર્યો હતો.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , delhi capitals buy Prithvi shaw
