IPL Auction Most Expensive Players List : આઈપીએલ 2026ની હરાજીમાં ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર કેમરુન ગ્રીનને કોલકાતા નાઇટ રાઇડર્સે 25.20 કરોડ રુપિયામાં ખરીદ્યો છે. આ સાથે જ તે સૌથી મોંઘો વિદેશી ખેલાડી બની ગયો છે
IPL Auction Most Expensive Players List : આઈપીએલ 2026ની હરાજીમાં ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર કેમરુન ગ્રીનને લોટરી લાગી છે. કેમરુન ગ્રીનને કોલકાતા નાઇટ રાઇડર્સે 25.20 કરોડ રુપિયામાં ખરીદ્યો છે. આ સાથે જ તે આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘા ખેલાડી તરીકે ત્રીજા સ્થાને આવી ગયો છે. તે સૌથી મોંઘો વિદેશી ખેલાડી બન્યો છે. તેણે મિચેલ સ્ટાર્કને પાછળ રાખી દીધો છે.
આઈપીએલના ઈતિહાસમાં ટોપ 5 સૌથી મોંઘા ખેલાડીઓમાં ભારતના ત્રણ અને બે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ છે. સૌથી વધુ બોલી લગાવવાનો રેકોર્ડ પણ કોઈ ભારતીય ખેલાડીના નામે છે. આઈપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી ભારતનો ઋષભ પંત છે. જેને લખનઉ સુપર જાયન્ટ્સે 27 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો.
• ઋષભ પંત – 27 કરોડ રુપિયા (લખનઉ સુપર જાયન્ટ્સ)
• શ્રેયસ ઐયર – 26.75 કરોડ રૂપિયા (પંજાબ કિંગ્સ)
• કેમરુન ગ્રીન – 25.20 કરોડ રુપિયા (કોલકાતા નાઇટ રાઇડર્સ)
• મિશેલ સ્ટાર્ક- 24.75 કરોડ રૂપિયા (કોલકાતા નાઇટ રાઇડર્સ)
• વેંકટેશ ઐયર – 23.75 કરોડ રૂપિયા (કોલકાતા નાઇટ રાઇડર્સ)

મેક્સિમમ ફીના નિયમ હેઠળ કોઈ પણ વિદેશી ખેલાડીને 18 કરોડથી વધુની રકમ ચૂકવી શકાતી નથી, જે 2025ની મેગા હરાજી પહેલા ખેલાડીઓને રિટેન કરવા માટેનો સૌથી મોટો સ્લેબ હતો. જો બિડ 18 કરોડ રૂપિયાથી વધુ હશે તો બીસીસીઆઈ વધારાના નાણાંનો ઉપયોગ ખેલાડીઓની ભલાઈ માટે કરશે. આ નિયમ ભારતીય ખેલાડીઓને લાગુ પડશે નહીં.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel
