રાજ્ય સરકારે ગોગો પેપરના વેચાણ મુદ્દે મોટો નિર્ણય લીધો છે. પાનના ગલ્લાંથી લઈ અન્ય દુકાનદારો ગોગા પેપરનું વેચાણ કરી શકશે નહીં
ડ્રગ્સ અને ગાંજા જેવી બદીઓ સામે લડતા ગુજરાતમાં નશા માટે વપરાતા સાધનો શાકભાજી કે કરિયાણાની જેમ ઘરના ઉંબરે ડિલિવરી થઈ રહ્યા છે? . જ્યારે પોલીસ રસ્તા પરના પાનના ગલ્લાઓ પર દરોડા પાડી રહી છે, બીજી તરફ ઓનલાઇન ડિલિવરી પ્લેટફોર્મ બ્લિન્કિટ પર પણ આ ગોગા પેપરનું સપ્લાય કરવામાં આવતું હતું. આ અંગે ગૃહ વિભાગે જારી કરેલા નોટિફિકેશન મુજબ, સોશિયલ મિડીયા પ્લેટફોર્મ, વિજ્ઞાપનો, સામાજિક સંગઠન તેમજ અલગ-અલગ જન સમુદાયનાં માધ્યમથી મળેલી વિગતો મુજબ રાજ્યમાં સગીર/યુવાઓ દ્વારા અલગ અલગ પ્રકારના નશાઓ જેવા કે ચરસ ગાંજાનું સેવન કરવા માટે રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેકટ રોલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે.
આ પદાર્થની અંદર ટાઈટેનીયમ ઓક્સાઇડ, પોટેશીયમ નાઇટ્રેટ, આર્ટીફીશયલ ડાય, કેલ્શીયમ કાર્બોનેટ તથા ક્લોરીન બ્લીચ જેવા ઝેરી પદાર્થ હોય છે. જે માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. આવા રોલિંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પર્ફેકટ રોલ જેવી વસ્તુઓ પાન પાર્લર, પરચૂરણ કરીયાણાની દુકાનો તથા ચાની દુકાનો વિગેરે ઉપર સરળતાથી ઉપલબ્ધ થઈ છે. જેને પગલે યુવાઓમાં નશો કરવાની વૃત્તિમાં વધારો થયો છે. આથી રોલિંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓ ગુજરાત રાજ્યમાં આવેલ પાન પાર્લર, ચાની દુકાનો, છુટક કરીયાણાની દુકાનો વગેરેમાં વેચાણ ન થાય તે બાબત નાગરીકોના હિત માટે આવશ્યક લાગે છે.
માત્ર બ્લિંકિટ જ નહીં, પરંતુ એમેઝોન અને ફ્લિપકાર્ટ સહિતના વિવિધ ઓનલાઇન પ્લેટફોર્મ પર પણ 'ગોગો પેપર'નું વેચાણ થઈ રહ્યું છે. જેથી હવે બ્લિંકિટ પરની કાર્યવાહી બાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું છે કે, આગામી દિવસોમાં જે પણ ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા 'ગોગો પેપર' વેચવામાં આવી રહ્યા છે, તેમના ગોડાઉન પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે. કોઈપણ સંજોગોમાં શહેરમાં 'ગોગો પેપર'નું વેચાણ ચલાવી લેવામાં આવશે નહીં.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , ban on sale of gogo paper in gujarat shopkeepers will not be able to sell big decision of bhupendra government
