આંતરજ્ઞાતિય લગ્ન સામે સમાજનો વિરોધ કેમ ? કિંજલ દવેના પરિવારનો કરાયો સામાજિક બહિષ્કાર...
એક અઠવાડિયા પહેલા સગાઈ કરનાર સિંગર કિંજલ દવેની આંતરજ્ઞાતિય લગ્ન મુદ્દે કાંકરેજના શિહોરી ખાતે મળેલી પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
સિંગર કિજલ દવેએ તા. 6 ડિસેમ્બર 2025 ના રોજ એક્ટર ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી હતી. જેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જે બાદ આજે કાંકરેજના શિહોરી ખાતે પાંચ પરગણા ઔદિચ્ય બહ્મ સમાજની બેઠક મળી હતી. જેમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સમાજની મળેલી બેઠકમાં સિંગર કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાતની ફેમસ સિંગર કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ સગાઈ કરી છે. તેને એક્ટર ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી છે. તેઓ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. હવે આજે કિંજલ દવેએ પોતાની સગાઈના કેટલાક ખુબસુરત ફોટોઝ ફેસબુક પર શેર કર્યા છે.

‘ચાર ચાર બંગડીવાળી’ સિંગરે જીવનના નવા અધ્યાયની શરૂઆત કરી છે ત્યારે લોકો સોશિયલ મીડીયા પર તેને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. તેમની આ સગાઈ સેરેમનીમાં યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર રહ્યા.
કિંજલ દવે આ સગાઈમાં પર્પલ આઉટફીટમાં જોવા મળી હતી. જેમાં તેની ચોળીમાં શાનદાર ભરતકામ પણ હતું. કિંજલ દવેએ હાથોમાં મેહંદી પણ લગાવેલી હતી. ગળામાં સુંદર નેકલેસ પણ પહેર્યો હતો. સાથે મેકઅપ લાઈટ રાખ્યો હતો. સગાઇવાળા આ ફોટોગ્રાફમાં કિંજલ દવેએ માથાના વાળને સિમ્પલ સ્ટાઈલ કર્યા હતા. જેમાં માથાના વાળને પાછળથી ખુલ્લા રાખ્યા હતા. ધ્રુવિન શાહ સાથેના આ ફોટોઝને ફેંસ ખુબ પસંદ કરી રહ્યા છે અને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. તેનું કોમેન્ટ બોક્સ શુભકામનાઓથી ભરાઈ ગયું છે.
આ સિવાય એક યુઝરે એમ પણ લખ્યું હતું કે, "પવન જેવી જોડી નો થાય". ઉલ્લેખનીય છે કે, કિંજલ દવેએ એપ્રિલ 2018માં પવન જોષી સાથે સગાઈ કરી હતી. પરંતુ વર્ષ 2023માં તે સગાઈ તૂટી ગઈ હતી. હવે લગભગ બે વર્ષ બાદ કિંજલ દવેએ ફરી એકવાર સગાઈ કરી છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - social boycott of singer kinjal daves family decision taken in panch parganas audichya brahman samaj meeting
