RJDએ ચૂંટણી પહેલા આપેલા વચનોની કેમ કોઇ અસર જોવા ન મળી અને તેમના પરંપરાગત મતદારો એવા મુસ્લિમો અને યાદવો પાર્ટીથી દૂર કેમ ગયા. શા માટે મહાગઠબંધનની હાર થઇ ?
Bihar Vidhan Sabha Election Results 2025 LIVE Updates : બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામો જાહેર થઇ રહ્યા છે. જેમાં એનડીએએ ઐતિહાસિક જીત મેળવી છે. જ્યારે મહાગઠબંધનનો પરાજય થયો છે. 243 બેઠકોમાંથી 202 બેઠકો પર આગળ છે અને મહાગઠબંન ફક્ત 35 બેઠકો પર આગળ છે. જ્યારે અન્ય 6 સીટો પર આગળ છે. એનડીએમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બની છે. ભાજપે 62 બેઠકો પર જીત મેળવી છે અને 28 પર આગળ છે. જેડીુએ 42 બેઠકો પર જીત મેળવી છે અને 42 બેઠકો પર આગળ છે. ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)એ 9 બેઠકો પર જીત મેળવી છે અને 10 બેઠકો પર આગળ છે. જીતન રામ માંઝીની હિન્દુસ્તાની અવમ મોરચા (HAM)એ 1 બેઠક પર જીત મેળવી છે અને 4 બેઠકો પર આગળ છે. રાષ્ટ્રીય લોક મોરચા (RLM)એ 1 બેઠક પર જીત મેળવી છે અને 3 બેઠકો પર આગળ છે. ડાબેરીઓને 2 બેઠક પર જીત મળી છે અને 1 પર આગળ છે.
બિહારની વર્તમાન વિધાનસભા ચૂંટણીના પરિણામો મહાગઠબંધન માટે નિરાશાજનક રહ્યા. મહાગઠબંધનના મુખ્ય ચહેરા, તેજસ્વી યાદવના નબળા પ્રદર્શનથી રાજકીય વિશ્લેષકો પણ આશ્ચર્યમાં પડી ગયા. હવે પ્રશ્ન એ છે કે RJDએ ચૂંટણી પહેલા આપેલા વચનોની કેમ કોઇ અસર જોવા ન મળી અને તેમના પરંપરાગત મતદારો એવા મુસ્લિમો અને યાદવો પાર્ટીથી દૂર કેમ ગયા. શા માટે મહાગઠબંધનની હાર થઇ ?
મહાગઠબંધનની હાર પાછળ ઘણા કારણો છે, પરંતુ તેમાંથી એક સીટ-શેરિંગમાં વિલંબ હતો. એવું માનવામાં આવે છે કે નવ સીટ પર સર્વસંમતિ છેલ્લી ઘડી સુધી નિષ્ફળ ગઈ. આનાથી જનતામાં નકારાત્મક સંદેશ ગયો.
તેજસ્વી યાદવે ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક નિવેદનો આપ્યા હતા, ખાસ કરીને નીતિશ કુમારના સ્વાસ્થ્ય અંગે. તેમણે કેટલાક ઇન્ટરવ્યુમાં તો એવું પણ કહ્યું હતું કે તેઓ બેભાન અને માનસિક રીતે અસ્થિર છે. રાજકીય વિશ્લેષકો કહે છે કે આનાથી જનતામાં ખોટો સંદેશ ગયો.
RJDની મજબૂત વોટબેંકમાં મુસ્લિમો અને યાદવોનો સમાવેશ થાય છે, પરંતુ આ વખતની ચૂંટણીમાં મતોનું વિભાજન થયું. 50 યાદવ અને 18 મુસ્લિમ ઉમેદવારો હોવા છતાં, RJD આ યોજનામાં સફળ રહી નથી.
રાહુલ ગાંધીએ તેમની લગભગ 70-80% રેલીઓ અને પ્રેસ કોન્ફરન્સમાં SIR અને "મત ચોરી" પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જ્યારે બેરોજગારી, સ્થળાંતર, કાયદો અને વ્યવસ્થા અને ભ્રષ્ટાચાર જેવા અન્ય મુખ્ય મુદ્દાઓ પાછળ રહી ગયા.
મહત્ત્વપૂર્ણ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં, એઆઈએમઆઈએમ (AIMIM)એ RJDના મતોને તોડ્યા.. ઘણા વિસ્તારમાં AIMIMએ સીધો પ્રભાવ છોડ્યો, જેના કારણે મહાગઠબંધનને નુકસાન થયું.
અનેક બેઠકો પર મુસ્લિમ મતદારો JDU તરફ વળ્યા. જ્યાં JDU અને RJDના ઉમેદવારો સામસામે હતા, ત્યાં JDUનો પ્રભાવ વધુ નોંધાયો. આ વલણ RJD માટે ચિંતાજનક સાબિત થયું.
RJD માટે યાદવ સમુદાય હંમેશા મહત્વનો મતદાતાઓનો સ્ત્રોત રહ્યો છે, પરંતુ આ વખતે મતોમાં વિભાજન જોવા મળ્યું. સાથે જ, જનસુરાજ પાર્ટીની પ્રવેશથી મહાગઠબંધન માટે અનેક વિસ્તારમાં માથાનો દુખાવો ઊભો થયો.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Bihar Vidhan Sabha Election Results 2025 LIVE Updates
