
Apollo Tyres એ બીસીસીઆઈને દરેક મેચ માટે 4.5 કરોડ રુપિયા આપવાની સ્પોન્સરશીપ ઓફર આપી છે. આ પહેલા Dream11 દ્વારા જર્સી સ્પોન્સર માટે 4 કરોડ રૂપિયા મળતા હતા.
BCCI Apollo Tyres Sponsorship : બેટિંગ એપ્સ પર પ્રતિબંધ લગાવવાને કારણે બીસીસીઆઈએ Dream11 સાથેની ચાલી રહેલી ડીલને કેન્સલ કરી દીધી હતી. હવે Apollo Tyres એ બોલી લગાવીને 2027 સુધી ભારતીય ટીમ માટે જર્સી સ્પોન્સરશીપ મેળવી લીધી છે.
Apollo Tyres એ બીસીસીઆઈને દરેક મેચ માટે 4.5 કરોડ રુપિયા આપવાની સ્પોન્સરશીપ ઓફર આપી છે. આ પહેલા Dream11 દ્વારા જર્સી સ્પોન્સર માટે 4 કરોડ રુપિયા મળતા હતા. Apollo Tyres અને BCCI વચ્ચેનો કરાર 2027 સુધી ચાલશે.
નવા કરાર બાદ હવે ભારતીય ટીમની જર્સી પર Apollo Tyres નો લોગો ચમકશે. જાણકારો અનુસાર આ પગલાથી ન માત્ર ભારતીય ટીમને શ્રેષ્ઠ બ્રાન્ડ સમર્થન મળશે પરંતુ Apollo Tyres ની બ્રાન્ડ વેલ્યુને પણ મોટો ફાયદો થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે હાલ Dream11 સાથેની ડીલ કેન્સલ થવાને કારણે ભારતીય પુરુષ ટીમ પાસે એશિયા કપમાં કોઈ સ્પોન્સર નથી. મહિલા ટીમ પણ 3 મેચોની ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ કોઈ પણ સ્પોન્સર વિના રમી રહી છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - BCCI Apollo Tyres Sponsorship - indian cricket team jersey