
ધરપકડ કરાયેલા ચાર આતંકવાદીઓ યુપી, દિલ્હી અને ગુજરાતથી ઝડપાયા છે. તેઓ WhatsApp અને અન્ય સોશિયલ મીડીયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને યુવાનોને ઉશ્કેરતા અને આતંકવાદી સંગઠન સાથે જોડાવા માટે પ્રેરિત કરતા હતા.
ગુજરાતમાં આતંકવાદ સામે લડી રહેલી એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS)એ એક મોટી સફળતા હાંસલ કરી છે. ATSએ અતિ ખતરનાક અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન "અલ કાયદા ઈન્ડિયન સબકોન્ટીનેન્ટ" (AQIS) સાથે સંકળાયેલા ચાર આતંકવાદીઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી હેઠળ આતંકવાદી મોડીયુલ ઉપરાંત નકલી ચલણી નોટોના મોડયુલનો પણ પર્દાફાશ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ધરપકડ કરાયેલા ચાર આતંકવાદીઓ યુપી, દિલ્હી અને ગુજરાતથી ઝડપાયા છે. તેઓ WhatsApp અને અન્ય સોશિયલ મીડીયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને યુવાનોને ઉશ્કેરતા અને આતંકવાદી સંગઠન સાથે જોડાવા માટે પ્રેરિત કરતા હતા. ATSએ લાંબા સમયથી આ શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખી હતી અને યોગ્ય સમયે આક્રમક પગલા ભર્યા હતા.
આ કેસમાં વધુ એક વ્યક્તિની ધરપકડ નકલી ભારતીય ચલણી નોટના ગેરકાયદેસર વ્યવહારના મામલે કરવામાં આવી છે. તપાસ દરમિયાન ખુલાસો થયો કે આ વ્યક્તિ પણ આતંકવાદી નેટવર્ક સાથે રીતે સંકળાયેલી હતી અને નકલી નોટો દ્વારા વિતરણ માટે લોજિસ્ટિક સપોર્ટ પૂરું પાડતી હતી. ગુજરાત ATSના અધિકારીઓએ જણાવ્યું કે, આ આતંકવાદીઓ દેશના અલગ-અલગ વિસ્તારોમાં હિંસક પ્રવૃત્તિઓનું આયોજન કરી રહ્યા હતા. તેઓ તદ્દન ગુપ્ત રીતે કામ કરી રહ્યા હતા અને સતત નવા સભ્યોને સંગઠનમાં સામેલ કરવાની કોશિશ કરતાં હતા.
આ ધરપકડ બાદ સુરક્ષા એજન્સીઓ હવે AQIS સાથે જોડાયેલા અન્ય સભ્યો તથા ફંડિંગ નેટવર્કની પણ તપાસ શરૂ કરી રહી છે. આ સમગ્ર ઓપરેશન દ્વારા ગુજરાત ATSએ સાબિત કરી દીધું છે કે રાજ્યમાં સુરક્ષા મામલે પૂરતી સતર્કતા વર્તવામાં આવશે, અને આવા તત્વો સામે તત્પરતા અને કડક કાર્યવાહી કરવામાં આવશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - gujarat ats conducts major operation arrests 4 terrorists linked to al qaeda - આતંકવાદીની ધરપકડ