
Gujarat Rain : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં શનિવારને 12 જુલાઇના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 70 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં ફક્ત 3 જ તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે
Gujarat Rain Weather Forecast Update: રાજ્યમાં વરસાદનું જોર ધીમું પડ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. શનિવારને 12 જુલાઇના રોજ સવારના 6.00 થી સાંજના 6.00 વાગ્યા સુધીમાં 70 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં 1.97 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય ભાવનગરના પાલિતાણામાં 1.30 ઇંચ વરસાદ વરસ્યો છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં શનિવારને 12 જુલાઇના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 70 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં ફક્ત 3 જ તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. જેમાં સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં 1.97 ઇંચ અને પાલિતાણામાં 1.30 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય અન્ય 67 તાલુકામાં 1 થી લઇને 21 મીમી સુધી વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 13 જુલાઈના રોજ અરવલ્લી, દાહોદ, મહિસાગર, નવસારી અને વલસાડ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે અને અહીં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વીજળીના કડાકા અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફુંકાશે.
રાજ્યમાં સિઝનનો કુલ 48.14 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 59.19 ટકા, ઉત્તર ગુજરાતમાં 42.79 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 46.17 ટકા, સૌરાષ્ટ્રમાં 47.30 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 52.44 ટકા વરસાદ વરસ્યો છે. સરદાર સરોવર નર્મદા નિગમ લી નો હાલનો પાણીનો સંગ્રહ 167727 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 50.21% જેટલો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 320445 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 57.41% છે. 100 ટકા ભરાયેલ ડેમોની સંખ્યા 25 છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujart Rain Fall Data Today - weather Update Gujarat - Gujarat Forecast live update