
Gujarat Weather Forecast: ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. 29મી જૂનથી 3મી જુલાઈ સુધીમાં કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધશે.
Gujarat Forecast : હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં વરસાદ અંગેની આગાહી કરી છે. મધ્ય પ્રદેશમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતુ તે સિસ્ટમ ગુજરાતના અનેક વિસ્તારોથી કચ્છથી પસાર થઈને ઘણી આગળ નીકળી ગઈ છે. તેના મોટાભાગના આઉટર ક્લાઉડ છે જે અરબ સાગરમાં છે અને તેનો સેન્ટ્રલ પાર્ટ પાકિસ્તાન તરફ છે. આ વરસાદો 29મી જૂન એટલે આજ સુધી પડવાની શક્યતા છે. આજ પછી વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે પરંતુ વરસાદ ચાલુ રહેવાના છે. પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યુ છે કે, આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. તેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને કચ્છમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ પડી રહ્યા હતા તેની તીવ્રતામાં ઘટાડો થશે. દક્ષિણ ગુજરાતમાં ધીરે ધીરે વરસાદ વિરામ લેશે.
ગુજરાતમાં અમદાવાદ સહિત મોટાભાગના જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. ગુજરાતના હવામાનમાં ભેજનું પ્રમાણ પણ ઓછું થતુ હોય તેવું અનુભવાઈ રહ્યુ છે. ત્યારે ગુજરાતમાં આગામી સમયમાં પણ હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે, સોમવારે, 30મી જૂનના દિવસે કોઈપણ જગ્યાએ અતિ ભારે કે અત્યંત ભારે વરસાદની આગાહી નથી. સોમવારે 13 જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપી છે.
પહેલી જુલાઈના રોજ વરસાદનું જોર ઘટતું હોય તેમ લાહી રહ્યું છે. મંગળવારે અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપી છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, બીજી તારીખે કચ્છ, પાટણ, મહેસાણા,ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, દેવભુમિ દ્વારકા, પોરબંદર અને જુનાગઢમાં વરસાદ સ્વચ્છ રહેશે જો કે ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી,ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠા માં સામાન્ય વરસાદ પડી શકે છે. જ્યારે નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે.
3 જુલાઇએ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, આણંદ,બોટાદ રાજકોટ, જામનગર, દેવભુમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં સામાન્ય વરસાદ અથવા તો સ્વચ્છ વાતાવરણ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર,ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં સામાન્ય વરસાદ પડી શકે છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ,દમણ,દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat rain - Heavy rain in Gujarat - gujarat Rain Forecast