
Vadilal Ice Cream Ad Controversy : વાડીલાલ આઇસ્ક્રીમની જાહેરાતનો સુરતમાં પણ ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. સુરતની મહિલાઓમાં વાડીલાલ આઈસ્ક્રીમ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.
Vadilal Ice Cream Ad Controversy : વાડીલાલ આઇસ્ક્રીમની જાહેરાતનો સુરતમાં પણ ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. સુરતની મહિલાઓમાં વાડીલાલ આઈસ્ક્રીમ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. વાડીલાલ આઇસ્ક્રીમ ભારતીય સંસ્કૃતિની મજાક કરી રહ્યા છે. વાડીલાલ આઈસ્ક્રીમને તમામ લોકોએ વિરોધ કરવો જોઇએ. સરકારને આવી જાહેરાત સામે કડક પગલાં ભરવા માટેની પણ માંગ કરી રહ્યા છે.
યુવા જનરેશન આવી જાહેરાતો જોઈને ખોટી માનસિકતા અપનાવે છે. આવી જાહેરાતોથી આજની યુવા પેઢીઓમાં ખોટા મેસેજ પહોંચે છે. સોશિયલ મીડિયાના જમાનામાં આવી જાહેરાતથી સમાજમાં સંબંધો વધુ બગડી રહ્યા છે. વાડીલાલ આઈસ્ક્રીમની એડ બનાવનાર ટીમે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. વાડીલાલે સમગ્ર ભારત દેશની મહિલાઓનું અપમાન કર્યું છે. વાડીલાલ માત્ર પોતાની બ્રાન્ડિંગ અને કમાણી વધારવા આવી જાહેરાત બનાવે એ ખુબજ ખોટી બાબત છે. સાસુને ડાયન કહી આઈસ્ક્રીમના નામ પર સમાજમાં ખોટો સંદેશ ફેલાઈ રહ્યો છે.
વાડીલાલ આઈસ્ક્રીમની જાહેરાતનો વિરોધ ધીરે ધીરે ઉગ્ર બનતો જઇ રહ્યો છે. જાહેરાત વિવાદને લઈ બોલ્યા સોશિયલ વર્કર અને બિઝનેસ વુમન ઋઝાન ખંભાતાએ ભારે આક્રોશ ઠાલવ્યો હતો. કોઇ મહિલાનું અપમાન થાય તે પ્રકારનું બ્રાન્ડ કેમ્પેઇન કઇ રીતે કરી શકો અને ક્યાં સુધી આવી માનસિકતા સાથે આટલી મોટી મોટી કંપનીઓ પણ આગળ વધતી રહેશે. કોઇ જોક્સ હોય તો પણ તે મહિલા કે પત્નીનાં નામે હોય છે. કોઇ બાબતે ગાળ આપવી હોય તો પણ માતા-બહેન કે અન્ય કોઇ મહિલાનાં નામે હોય છે. હવે આટલી મોટી કોર્પોરેટ કંપનીઓ પણ આ પ્રકારની હલકી માનસિકતાવાળી જાહેરાતો બનાવશે.
અમદાવાદની આઈસ્ક્રીમ બનાવતી વાડીલાલ કંપનીએ મહિલાઓ વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યો છે અને એમાં સાસુના સન્માનને એક અપમાનજનક રીતે રજુ કરવામાં આવ્યુ છે. ત્યારે મહિલાઓ માટે કામ કરતા સામાજિક આગેવાન ઋત્વિ પટેલે પણ આનો વિરોધ કર્યો હતો. જ્યારે બીજી તરફ Vtv ના કેમેરા સમક્ષ તેઓએ સ્પષ્ટ કહ્યું હતું કે, આ ફક્ત જાહેરાત છે પરંતુ જો તમે સમજતા હો કે તેનાથી કોઈ ફરક નહીં પડે પરંતુ આનાથી ખૂબ જ મોટો અને ગંભીર ફરક સમાજ પર પડશે. જો એક મહિલા બીજી મહિલાને સમજી શકશે તો અનેક સમસ્યાઓનો ઉકેલ આવી શકે તેમ છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Vadilal Ice Cream Ad Controversy