5 ઓક્ટોબરથી ODI World Cup 2023 શરૂ થવા જઈ રહ્યો છે, જેની પ્રથમ મેચ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદમાં રમાશે, જ્યારે ફાઇનલ મેચ 19 નવેમ્બરના રોજ આ જ મેદાન પર રમાશે. મહત્વનું છે કે, ભારત તેની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. આઈસીસીએ 20 જૂને જ તેના કાર્યક્રમની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો:ICC World Cup 2023નું શેડ્યુલ જાહેર, 15 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત-પાક. વચ્ચે રમાશે મેચ...
હાલમાં ટીમની જાહેરાત કરવામાં આવી નથી પરંતુ કેટલાક એવા ખેલાડીઓ છે જેમના રમવાની અપેક્ષા છે. તેને ટીમ ઈન્ડિયાનો બીજો યુવરાજ સિંહ ગણાવવામાં આવી રહ્યો છે, જે ભારતને ODI વર્લ્ડ કપ 2023નો ખિતાબ અપાવી શકે છે.
► બીજો યુવરાજ સિંહ ભારતને વર્લ્ડ કપ જીતાડશે
વાસ્તવમાં વર્તમાન ટીમ ઈન્ડિયામાં એક એવો ખેલાડી છે જે ODI વર્લ્ડ કપ 2023માં બીજો યુવરાજ સિંહ બની શકે છે. આ ખેલાડીનું નામ બીજું કોઈ નહીં પણ રવીન્દ્ર જાડેજા છે, જે યુવીની જ સ્ટાઈલમાં મેદાન પર બેટિંગ કરતો જોવા મળે છે. જાડેજા પણ યુવીની જેમ સ્પિન બોલિંગ કરે છે. જાડેજા આ વર્લ્ડ કપમાં યુવીની ભૂમિકા ભજવી શકે છે, જેની પુષ્ટિ પૂર્વ ભારતીય ક્રિકેટર કૃષ્ણમાચારી શ્રીકાંતે પણ કરી છે. એમણે કહ્યું કે, “2011 વર્લ્ડ કપમાં એક શાનદાર ટીમ હતી. ધોનીએ ટીમનું સુકાન સંભાળ્યું હતું. તે સમયે અમારી પાસે યુવરાજ સિંહ હતો. હું માનું છું કે રવિન્દ્ર જાડેજા એવુ જ કરી શકે છે, જે યુવરાજ સિંહે 2011 વર્લ્ડ કપમાં કર્યું હતું. અમને ખાતરી છે કે જો ભારતે 2023નો વર્લ્ડ કપ જીતવો હશે તો જાડેજા અને અક્ષર પટેલે મહત્વની ભૂમિકા ભજવવી પડશે. તમને જણાવી દઈએ કે યુવી 2011માં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ પણ હતો.
► યુવરાજ સિંહે સૌથી વધુ રન બનાવ્યા હતા
ઉલ્લેખનીય છે કે, 2011 ODI વર્લ્ડ કપમાં યુવરાજ સિંહને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. તેણે તે ટુર્નામેન્ટમાં મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતા 362 રન બનાવ્યા અને 15 વિકેટ લીધી. આવી સ્થિતિમાં એ જોવાનું રહેશે કે રવિન્દ્ર જાડેજા 2023ના ODI વર્લ્ડ કપમાં બીજા યુવરાજની ભૂમિકા ભજવી શકે છે કે નહીં. કદાચ બની શકે કે, જાડેજા તેનો છેલ્લો વર્લ્ડ કપ રમી રહ્યો છે. આવી સ્થિતિમાં તે જોરદાર પરફોર્મન્સ આપવા માંગે છે. જો આ ખેલાડી 2019ના વર્લ્ડ કપમાં નોટઆઉટ હોત તો ભારત ફાઇનલમાં પહોંચી ગયું હોત. તમને જણાવી દઈએ કે જાડેજાએ ભારત માટે 174 વનડેમાં 2526 રન બનાવ્યા છે અને કુલ 191 વિકેટ લીધી છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Sports News